SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् ૨૮ वादोपनिषद् विपक्षे बाधकश्चात्र शिवसुलभताप्रसङ्गः, वाक्संरम्भे प्राज्यानां स्वरसतः प्रवृत्तानामुपलम्भात् ।।७।। नन्वेवं वादस्य सर्वथा हेयत्वे धर्मवादस्य हेतुवादाहेतुवादरूपी प्रकारों , हेतुवादेतरयोस्तत्तत्प्रज्ञापना , वादविजयोपायः , अर्थगतेर्नयवादविज्ञानविज्ञेयता - एवमादि ग्रन्थकृतवान्यत्रोक्तं फल्गुतां प्राप्नोति । आगमेऽपि નથી કહ્યો. અહીં વિપક્ષમાં બાધક પણ છે - એટલે કે અમારી વાત ખોટી હોય-વાદથી કલ્યાણ થતું હોય તો એ માનવામાં વાંધો એ આવે છે કે બધાને કલ્યાણ સુલભ થઈ જાય. બધા કલ્યાણના ભાગી થઈ જાય. કારણ કે ઝગડો કરવામાં તો મોટા ભાગનો વર્ગ હંમેશા તૈયાર જ દેખાય છે, પણ એ બધાનું કલ્યાણ નથી થતું, એ જ બતાવે છે કે વાદ એ કલ્યાણકર નથી. શાસ્ત્ર તો કપ - થવા કહે છે. કોઈ પ્રતિજ્ઞા અભિપ્રાયનો એકાંત રાખવાની ના પાડે છે. મહાભારત જેવા જૈનેતર ગ્રંથ પણ કહે છે - પક્ષે ગ્વન નાશ્રયેત્ - કોઈ એક મંતવ્યની પક્કડ ન રાખો. ll૭ll પ્ર.:- તમારી ડાહી ડાહી વાતો અમને ખૂબ ગમી. આ ડહાપણથી તમે બતાવી દીધું કે વાદ સર્વથા ત્યાજ્ય જ છે. હજી એક શાણપણ એ કર્યું કે ગ્રંથકાર દિવાકરજીને ય તમારા ટેકામાં ઉભા કરી દીધા, પણ તમે એમના અભિપ્રાયને શોધવા પ્રયત્ન કર્યો ખરો ? કેવા ઠંડા પડી ગયાં ? ભલે તમે ન કર્યો, અમે જરૂર કર્યો છે. સાંભળો ત્યારે, સન્મતિતર્કમાં દિવાકરજીએ ૧૪૦-૧-૨ મી ગાથામાં ઘર્મવાદના બે પ્રકાર કહ્યા છે. હેતુવાદ અને અહેતુવાદ. આમાં અહેતુવાદમાં ભવ્યઅભવ્ય વગેરે પદાર્થોને શ્રદ્ધાથી સ્વીકારવાના કહ્યા છે, પણ હેતુવાદ એ તો તર્ક-વિતર્ક ને ધારદાર દલીલોનું જ નામાન્તર છે. તર્કથી ૨. સન્મતિત પાછુe |ો ૨.સતિત ૪૨ // રૂ. સન્મતિત II , सप्तमी द्वात्रिंशिका ४. सन्मतितकें ।।१६१।। वाचनाग्रहणे प्रतिपृच्छा, मीमांसा चाभिहिता, तत्किमत्र तत्त्वमित्यत्राह - સમજવા યોગ્ય પદાર્થો જે માત્ર શ્રદ્ધાથી સ્વીકારી લેવા કહે તેને દિવાકરજીએ બેધડક રીતે સિદ્ધાન્તવિરાધક કહ્યો છે. ૧૫૫ મી ગાથામાં તો વાદમાં કેવી રીતે વિજય મેળવવો તેનો રામબાણ ઉપાય બતાવી દીધો છે. અરે ! તમે તો ઉપાય જાણવા આતુર થઈ ગયાં. આમ તો વાદના વિરોધમાં નારા લગાવો છો. પહેલા અમારી સાથે એકમત થઈ જાઓ પછી બધા ઉપાય શીખવાડીશું. દિવાકરજીની સાતમી દ્વાર્નાિશિકા તો વાદ કેમ કરવો ને કેમ વિજય મેળવવો એ જ શીખવાડે છે. સન્મતિની ૧૬૧ મી ગાથામાં તો દિવાકરજી કહે છે કે શારાના અર્થો પણ નયવાદ વિના ઉકેલવા શક્ય નથી. આ છે દિવાકરજીનો સ્પષ્ટ અભિપ્રાય. આમાં ક્યાંય એમણે વાદને વખોડ્યો છે ખરો ? અરે, એમણે તો અહીં ચોકખું વાદનું સમર્થન જ કર્યું છે. તો પછી આ એક બીસીના કપોલકલ્પિત અર્થ કરીને તમે દિવાકરજીને ટાલ કેમ બનાવી શકો ? બીજી વાતો તો જવા દો, આગમમાં ગુરુ પાસે વાચના લેવાની શિષ્યની જે વિધિ બતાવી છે એ ભણી લો, તો ય શાન ઠેકાણે આવી જશે. આવશ્યક નિર્યુક્તિની ૨૩ મી ગાથામાં વાયનાગ્રહણમાં સાત તબક્કા બતાવ્યા છે. એમાં ચોથો તબક્કો છે પ્રતિસ્પૃચ્છાપૂર્વાપરસૂત્રના અભિપ્રાયનો વિચાર કરીને શિષ્ય પૂછે કે આ કેવી રીતે ? અને પાંચમો તબક્કો છે મીમાંસા, એટલે કે પ્રમાણજિજ્ઞાસા - ‘આની સાબિતી શું ?" હવે આ એક જાતનો વાદ નથી તો શું છે ? માટે જ તો વાદિદેવસૂરિજીએ પ્રમાણનયતત્ત્વાલોકમાં વાદી તરીકે ગુરુ-શિષ્યનો નિર્દેશ કર્યો છે. આમ વાદ એ લોકોત્તર જગતમાં ય વ્યાપક છે. તો લૌકિકની તો શું વાત કરવી ? બોલો, ૧. જુઓ દ્વિતીય પરિશિષ્ટ. ૨. પ્રમાણનયતત્તાલોક ૮/૬૭ના
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy