SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् ૧૦ वादोपनिषद् सुगमोऽत्राऽन्वयः। तत्त्वाभिनिवेशः - तत्त्वाऽऽग्रहः क्व ? संरम्भेण क्रोधविशेषेण, आतुरे ग्लान्यादिभावमापन्नत्वेन विधुरे - ईक्षणे नेत्रे यत्र तद् वदनं वक्त्रं च क्व ? प्रशमपीयूषपयोधरप्रायस्त्वात्तत्त्वाभिनिविष्टदृष्टाहतमिदमित्यभिप्रायः । वस्तुतस्तु अभिनिवेशस्य तत्त्वप्रतिपत्तिं प्रति विघ्नभूतत्वात् तत्त्वाभिनिवेश एतावदपि कथञ्चिद् व्याहतम्, कदाग्रहनिह्नवद्वारेण स्वपरवञ्चकं च । यदा हि वादिनोः स्वस्वप्रतिज्ञा तत्त्वतयैवाभिमता, तदा तदभिनिवेश: स्वस्वाभिप्रायेण तत्त्वाभिनिवेश एव, ततश्च न कश्चित् कदाग्रहः | દિવાકરજી કહેવા માંગે છે કે બેસો બેસો હવે, તત્ત્વની વાત કરતા પણ શરમ આવવી જોઈએ. તત્ત્વાભિનિવેશ જેને છે એની આંખો તો પ્રશમામૃતની વૃષ્ટિ કરતાં વાદળો જેવી હોય છે, તમારી તો આ અંગારા ઝરતી આંખો જ તમારો તત્ત્વાભિનિવેશ (!) બતાવી આપે છે. વાસ્તવમાં તો અભિનિવેશ જ તત્ત્વસ્વીકારમાં બાધક હોવાથી ‘તત્ત્વાભિનિવેશ’ આટલો શબ્દ પણ એ અપેક્ષાએ અસંગત છે. પૂર્વાપર વિરુદ્ધ છે. હવે સ્વાગ્રહી વ્યક્તિઓ એ શબ્દનું ઓઠું લઈને પોતાની મનમાની કરાવે - પોતાનો કદાગ્રહ પોષે, એ તો પોતાને અને પોતાના ભોળા અનુયાયીઓને ઠગવા બરાબર છે. બે વ્યક્તિઓ અમુક વિષય માટે કલહ કરે છે. બંનેના મંતવ્યો પોતપોતાની દષ્ટિએ સાચા છે. તત્ત્વસ્વરૂપ છે. એટલે પોતપોતાની દૃષ્ટિએ તો એમનો પોતાના મંતવ્યનો આગ્રહ એ તત્ત્વાભિનિવેશ જ થઈ ગયો, હવે તો કોઈનો કદાગ્રહ કહેવાશે જ નહીં. માટે દુનિયામાં १. यावन्तः समुच्चयार्थानि पदान्येकस्मिन् वाक्ये तावन्तः समुच्चये- इति न्यायादत्रापि वृत्तस्थचकाराः समुच्चये। स्यात्, न चैवम्, तस्मादभिनिवेशस्त्याज्या, तदाहुराचार्या:- ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः । मुक्ती धर्मा अपि प्रायस्त्यक्तव्याः મિનેન તત્ - ફુતા __ स्वपक्षपातविरहितस्तु तत्त्वाभिनिवेशः स्यादेवोपादेयः, इतरस्तु स्वस्य तत्त्वसारोत्सारणम्, तथा च योगविदः - तात्त्विका वयमेवान्ये, भ्रान्ताः सर्वेप्यतात्त्विकाः । इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः । કદાગ્રહ જેવી કોઈ વસ્તુ જ નહીં રહે. પણ વાસ્તવમાં તો એવું નથી. માટે કમ સે કમ બેમાંથી એકનો તો કદાગ્રહ હોઈ શકે, માટે દરેક વ્યક્તિ એમ વિચારે કે “ ભગવાન નથી, મારી વાત ખોટી પણ હોઈ શકે, આપણે ઝગડવાને બદલે હળીમળીને તત્વની શોધ કરીએ.’ આવા પ્રશસ્ત વિચાર દ્વારા પોતાના અભિપ્રાયનો આગ્રહ છોડી દેવો જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે જેઓ મોક્ષની ઈચ્છા રાખે છે એમણે કોઈ પણ વસ્તુનો આગ્રહ ન રાખવો જોઈએ. મોક્ષમાં જઈને તો સામાયિક-પૂજા-દાન વગેરે ક્ષાયોપથમિક કક્ષાના ધર્મો પણ છોડી દેવાના છે. તો પછી કોઈ પણ વસ્તુનો આગ્રહ કેમ રાખવો ? હા, જ્યાં જાત પ્રત્યે-પોતાના અભિપ્રાય પ્રત્યે કોઈ જાતનો પક્ષપાત નથી એવો તત્ત્વાભિનિવેશ ઉપાદેય થઈ શકે, પણ જ્યાં પક્ષપાત છે એ પોતે માનેલો તત્ત્વાભિનિવેશ પણ પોતાને તત્ત્વથી દૂર ફેંકી દે છે. એવા જીવોની મનોવૃત્તિનું યોગસારમાં આબેહુબ વર્ણન કર્યું છે - ‘અમે જ ખરા તાત્વિક છીએ, બીજા બધા તો ભ્રમણામાં પડ્યાં છે, એ બધાં અતાત્વિક છે.’ આ રીતે બીજા પર મત્સર કરનારાઓ १. योगदृष्टिसमुच्चये ।।१४८ ।। २. प्रायःपदं क्षायिकधर्मव्यवच्छेदार्थम् । ૩. ચોમાસાર ||ર-૨ ૦ ||
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy