SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ -सूक्तोपनिषद् नाधः शिखा याति कदाचिदेव ।। ધીરજપૂર્ણ વૃત્તિવાળાની કદર્થના કરાય તો પણ તેના પૈર્યગુણનો નાશ કરવો સંભવિત નથી. અગ્નિ અધોમુખ હોય, તો પણ તેની શિખા ક્યારેય નીચે નથી જ જતી. ૪૬ -સૂરોના 5 સજ્જનોને કોણે આપ્યું છે ? (સજ્જનોમાં નૈસર્ગિકરૂપે આ ગુણો આત્મસાત્ થયાં હોય છે.) अज्ञः सुखमाराध्या, सुखतरमाराध्यते विशेषज्ञः। ज्ञानलवदुर्विदग्धं, ब्रह्मापि नरं न रञ्जयति ।। અજ્ઞને સુખેથી પ્રસન્ન કરી શકાય છે. વિશેષજ્ઞને વધુ સુખેથી પ્રસન્ન કરી શકાય છે, પણ જે થોડા જ્ઞાનથી પોતાને વિદ્વદ્વર્ય માની લે છે એ મનુષ્યને તો બ્રહ્મા પણ ખુશ કરી શકતા નથી. प्रदानं प्रच्छन्नं, गृहमुपगते सम्भ्रमविधिः, प्रियं कृत्वा मौनं, सदसि कथनं चाप्युपकृतेः। अनुत्सेको लक्ष्म्या, निरभिभवसारा परकथा, श्रुते चासन्तोषः, कथमनभिजाते निवसति ।। ગુપ્ત રીતે દાન આપવું, ઘરે કોઈ આવે ત્યારે ઉમળકો બતાવવો, બીજાનું પ્રિય કરીને મૌન રહેવું (તેની જાહેરાત ન કરવી), સભામાં બીજાએ પોતાના પર કરેલા ઉપકારને કહેવો. લક્ષ્મીથી ગર્વ ન કરવો. બીજાની વાત કરતા પરિભવ-નિંદા વગેરે ન કરવા અને ઘર્મશ્રવણમાં સંતોષ ન રાખવો. આ બધા ગુણો અકુલીનમાં કેવી રીતે રહે ? અર્થાત્ પ્રકૃતિસુંદર કુલીન વ્યક્તિમાં જ આ ગુણો સંભવિત છે. मनस्वी कार्यार्थी, गणयति न दुःखं न च सुखम् । કાર્યનો અર્થી મનસ્વી પુરુષ દુઃખ-સુખને ગણકારતો નથી. प्रिया न्याय्या वृत्ति-मलिनमसुभङ्गेऽप्यसुकर मसन्तो नाभ्यर्थ्याः, सुहृदपि न याच्या कृशधनः । विपद्युच्चैः स्थैर्य, पदमनुविधेयं च महतां, सतां केनोद्दिष्टं, विषममसिधाराव्रतमिदम् ।। લોકપ્રિય અને ન્યાયપૂર્ણ વૃત્તિ, પ્રાણ જાય તો ય પાપ કરવામાં અસામર્થ્ય, દુર્જનોને પ્રાર્થના ન કરવી, મિત્ર પણ ગરીબ હોય તો તેની પાસે યાચના ન કરવી, વિપત્તિમાં પણ ઉચ્ચ વૃત્તિ રાખવી, મહાપુરુષોના પગલે જવું, આ વિષમ તલવારની ધાર જેવું વ્રત अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषया, वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, । स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति ।। વિષયો લાંબો સમય રહીને પણ અવશ્યપણે જતાં જ રહેવાના છે, તો વિયોગમાં કયો ભેદ છે ? કે માણસ પોતે જ તેમને છોડી દેતો નથી. સ્વતંત્રપણે જતા વિષયો અતુલ માનસિક પરિતાપ ઉપજાવે છે, અને સ્વયં ત્યાગ કરેલા વિષયો અનંત પ્રશમસુખના કારણ બને છે. [26]
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy