SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પાપ નિપા ६३ વાદોપનિષદ્ એવું નામ છે જે બરાબર સાર્થક છે. કારણ કે એમાં વાદકળાના રહસ્યનું જ ટૂંકમાં પણ માર્મિક વર્ણન છે. સોક્રેટિસના જમાનામાં અને તે પહેલાં પણ પ્રાચીન ગ્રીકલોકોમાં વાદકળા વિકસેલી હતી. એ કળાના શિક્ષકો સોફીસ્ટો (Sophists) કહેવાતા અને તેઓ જુવાનોને જાહેરમાં બોલવાની અને ચર્ચા કરવાની કળા શીખવતા. એ શિક્ષણમાં પોતાના પક્ષની સાબિતી અને સામા પક્ષનું ખંડન એ જ આવતાં. એ જ રીતે આર્યાવર્તમાં બ્રાહ્મણકાળના યજ્ઞવાટકોમાં મીમાંસા થતી અને ઉપનિષદ્કાળની બ્રહ્મપરિષદોમાં પણ મીમાંસા થતી. એ મીમાંસાથી ચર્ચા-કથાનું સ્વરૂપ ઘડાયું અને તેના વાદ, જલ્પ અને વિતંડા જેવા પ્રકારો અને તેના નિયમો ઘડાયા. એનો વિકાસ એટલે સુધી થયો કે એ વિષયનાં ખાસ શાસ્ત્રો અને ખાસ પ્રકરણો રચાયાં, જે બ્રાહ્મણ અને શ્રમણોની સંપ્રદાયપ્રચાર તેમ જ વિજયની ભાવનાનો પુરાવો છે. પ્રસ્તુત બત્રીશીમાં એવા જ સાહિત્ય અને એવી ભાવનાની પ્રેરણા છે. તેમાં કર્તાએ સ્પષ્ટ કહ્યું છે કે જો શોભાશાળી ફરમાનો મેળવવાં હોય તો સભાઓમાં વાદવિવાદ કરીને જ મેળવવાં યોગ્ય છે. વાદીએ સભામાં જઈ પહેલાં શું તપાસવું, પછી શું કરવું, કેવી રીતે બોલવું, કયા ગુણો ધારણ કરવા, અને કઈ બાબત જતી કરવી, વગેરે વાદકથાનાં અનેક રહસ્યો એ બત્રીશીમાં કાવ્યત્વ સાથે જોવા મળે છે. નવમી વેદવાદ નામની બત્રીશીમાં ઉપનિષદ્ન બ્રહ્મતત્ત્વ પ્રાચીન સમયનો નિર્ધાર કદી કરી શકાય નહિ. અમે બીજાં સબળ પ્રમાણોથી એ તો બતાવ્યું જ છે કે સિદ્ધસેન ધર્મકીર્તિની પહેલાં થયેલ હોવા જોઈએ તેથી ઉક્ત પદો સમય વિષેની કલ્પનામાં સહાયક થઈ શકે તેમ નથી. ૧. ન્યાયદર્શન અ.૨, ૧, ૧-૩. નાગાર્જુનની વિગ્રહવ્યાવર્તની, યોગાચાર્યભૂમિશાસ્ત્ર અને પ્રકરણાર્યવાચા (આ બાબત માટે વાંચો ‘Buddhist Logic before Dinnaga' જ. રો. અ. સો. જુલાઈ ૧૯૨૯ પૃ. ૪૫૭) ६४ પરિશિષ્ટ હ પદ્મબદ્ધ ઉપનિષદોની ઢબે અને એમના જ શબ્દોમાં મોટે ભાગે વર્ણવાયેલું છે. એમાં ખાસ કરી શ્વેતાશ્વતર ઉપનિષદ્નો આધાર છે. અને ક્યાંક ક્યાંક બ્રહ્મવર્ણનવાળી પ્રસિદ્ધ ઋગ્વેદની ઋચાઓ પણ સાંકળવામાં આવી છે. એ આખું વર્ણન એટલું બધું અને એવું વિરોધગર્ભિત છે કે તે કોઈ વિપક્ષી દ્વારા ખંડનદૃષ્ટિથી લખાયું હોય તો તેવો પણ સંભવ લાગે છે અને જો તે કોઈ શ્રદ્ધાળુ વેદાન્તી દ્વારા લખાયું હોય તો તે તેના ઊંડા તત્ત્વજ્ઞાનની પ્રતીતિ કરાવે એમ છે. બારમીમાં ન્યાયદર્શનનું, તેરમીમાં સાંખ્યદર્શનનું, ચૌદમીમાં વૈશેષિકદર્શનનું અને પંદરમીમાં બૌદ્ધદર્શનની શૂન્યવાદાદિ શાખાઓનું વર્ણન છે. અતિ અશુદ્ધિને લીધે એમાંનું વક્તવ્ય તદ્દન સ્પષ્ટ રીતે સમજાતું નથી. છતાં ય એટલું તો લાગે જ છે કે એ બત્રીશીઓ તે તે દર્શનનું પ્રતિપાદકસરણીથી વર્ણન માત્ર કરે છે. ન્યાયબત્રીશી અને વૈશેષિકબત્રીશી અનુક્રમે ગૌતમ અને કણાદના સૂત્રોના અભ્યાસની સાક્ષી પૂરે છે. સાંખ્યબત્રીશી જોતાં સ્પષ્ટ લાગે છે કે એની પાછળ ઈશ્વરકૃષ્ણની કારિકાથી જુદા બીજા કોઈ સાંખ્ય ગ્રંથનો અભ્યાસ છે, કારણ કે ઈશ્વરકૃષ્ણની કારિકામાં પ્રમાણોની જે સંખ્યા અને પ્રત્યક્ષપ્રમાણનું જે લક્ષણ આપવામાં આવ્યું છે તે ઉક્ત બત્રીશીમાં નથી. બૌદ્ધદર્શનનું વર્ણન જોતાં એમ લાગે છે કે એની પાછળ નાગાર્જુનની મધ્યમકારિકા જેવા શૂન્યવાદી ગ્રંથો ઉપરાંત બીજા વિજ્ઞાનવાદી ગ્રંથોનો પણ માર્મિક અભ્યાસ છે. દશમી બત્રીશીમાં જિનોપદેશનું વર્ણન છે. એમાં સંસારના કારણભૂત આર્ત અને રૌદ્રધ્યાન તથા મોક્ષના કારણભૂત ધર્મ અને શુક્લ ધ્યાનનું સ્વરૂપ વર્ણવાયેલું છે. પરંતુ એ વર્ણનમાં શ્વેતાશ્વતર અને ગીતામાં પ્રસિદ્ધ એવી સર્વયોગિસાધારણ યોગની સ્થાન, ૧-૨.સરખાવો ઈશ્વરકૃ. કા. ૩ અને બ.૧૩,૫. ૩. ૧. ૧૦, ૨૩-૨૪. ૪. યોગદર્શન ૧, ૧૫-૧૬ યશોવિજયજીની વૃત્તિ સાથે બ. ૧, ૨૧,
SR No.009620
Book TitleStavopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri, Hemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages38
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Spiritual, & Worship
File Size947 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy