SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ રિશિષ્ટ © G७स्तवोपनिषद् - બંધબેસતી કરી લોકોને એમ સૂચવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે જે બ્રહ્મા, મહેશ્વર અને વિષ્ણુને માનો છો તે ત્રિમૂર્તિ તો ખરી રીતે જૈન તીર્થકર જ છે. બીજા કોઈ નહિ. એ જ રીતે લોકોમાં પ્રતિષ્ઠા પામેલા ઈંદ્ર, સૂર્ય વગેરે વૈદિક દેવોને તથા આદિસાંખ્ય-કપિલ જેવા તત્વજ્ઞ મહર્ષિને તેમ સદ્ધર્મપ્રચારક તરીકે તથા શાસ્તા તરીકે ચોમેર ખ્યાતિ પામેલ તથાગત-સુગતને એ બન્ને સ્તુતિકારોએ ઓછાવત્તા પ્રમાણમાં અપનાવી પોતાના સ્તુત્ય તીર્થકરમાં તેમનો વાસ્તવિક અર્થ ઘટાવી લોકોને તેમાં જ તેમનો સાક્ષાત્કાર કરી લેવા સૂચવ્યું છે. આ જ વસ્તુ આપણે ભક્તામર (૨૩-૨૬) અને કલ્યાણમંદિર (૧૮) માં પણ જોઈએ છીએ. ઉપનિષદો અને ગીતાના અભ્યાસની ઊંડી છાપ પ્રસ્તુત સ્તુતિપંચકમાં જ નહિં પણ, બીજી અનેક બત્રીશીઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ સ્વયંભૂસ્તોત્રમાં તેવી નથી. બ્રાહાણ ધર્મમાં પ્રતિષ્ઠિત આશ્રમવ્યવસ્થાના અનુગામી કાલિદાસે લગ્નભાવનાનું ઔચિત્ય જણાવવા મહાદેવ અને અજના લગ્નકાલીન નગરપ્રવેશનો પ્રસંગ લઈ તે પ્રસંગથી હર્ષોત્સુક થયેલી સ્ત્રીઓના અવલોકનકૌતુકનું જે માર્મિક શબ્દચિત્ર ખેંચ્યું છે તેવું ચિત્ર અશ્વઘોષના “કાવ્યમાં અને સિદ્ધસેનની સ્તુતિમાં પણ છે. ફેર એટલો છે કે અશ્વઘોષ અને સિદ્ધસેન બન્ને શ્રમણધર્મમાં પ્રતિષ્ઠિત એકમાત્ર ત્યાગાશ્રમના અનુગામી હોવાથી એમનું એ ચિત્ર વૈરાગ્ય અને ગૃહત્યાગ સાથે બંધ બેસે તેવું હોઈ તેમાં બુદ્ધ અને મહાવીરના ગૃહત્યાગથી ખિન્ન અને નિરાશ થયેલ સ્ત્રીઓની શોકજનિત ચેષ્ટાઓનું સૂચન છે. વસંતતિલકા છંદવાળી બીજી બત્રીશી વાંચતાં જ ભક્તામર અને કલ્યાણમંદિરનું મરણ થઈ જાય છે. એમાં શબ્દવિન્યાસ, શૈલી, પ્રસાદગુણ અને કલાનાનું કેટલુંક સામ્ય હોવા છતાં એક તફાવત ધ્યાનમાં આવે છે અને તે એ છે કે એ બત્રીશીમાં સિદ્ધસેનના સહજ તત્ત્વજ્ઞાનની ઊર્મિઓ દેખા દે છે." જ્યારે ભક્તામર ૧. કુમારસંભવ સર્ગ ૭ શ્લો. પ૬ રઘુવંશ સર્ગ ૭ શ્લો.૫ ૨. બુદ્ધચ. સર્ગ ૮, શ્લો. ૨૦. ૩. બ.૫, ૧૦-૧૧ આમાંનો દશમો શ્લોક સૌંદરનંદના ૬-૪ ની છાયા છે. જેમકે - अपूर्वशोकोपनतक्लमानि नेत्रोदकक्लिन्नविशेषकाणि । વિવિજ્ઞમાવનાનનાનિ વિનાપવાથપરાયબાઈને || ૫, ૧૦. सा खेदसंस्विन्नललाटकेन निश्वासनिष्पीतविशेषकेण । ન્તિાવનાક્ષેT મુશ્કેન તથી મત્તરમન્યત્ર વિશમાના || સી ૪ ગ્લો૦ ૬ ૪. સરખાવો બ. ધિન્ને મિત્ર ૨, ૮, ભક્તામર ૧૫, કલ્યાણમ. ૨૦. બ. ક્ષનિ ૨. ૨૩, કલ્યાણ મં. શ્લોક ૧૧, ૧૫. શૈલી માટે બ0 ૨-૧૫, ભક્તામર ૨૯, કલ્યાણ મં. ૭ કલ્પના માટે બ. ૨૭-૨૮-૨૯, ભ. ૧૭-૧૮-૧૯. ૫. બ.૨, ૧૯, ૨૨, ૨૫, ૩૧. ૧. ૨. સરખાવો ૧-૧, ૨-૧, ૧૯. સ્વયંભૂ ૩-૫. બત્રીશી ગીતા अव्यक्तमव्याहतविश्वलोकमनादि- | अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिમધ્યાન્તમપુષ્પપાપમ્ ૧-૧. સૂર્યનત્રમ્ એ ૧૧,૧૯. समन्तसर्वाक्षगुणं निरक्षं स्वयंप्रभं सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् સર્વાતાવમાસમ્ ૧-૨. અo ૧૩,૧૪. શ્વેતાશ્વતર એડ ૧૩, ૧૬-૧૭ વિદ્યામદેશ્વરમ્ ૨-૧. મને તુ મહેશ્વર| શ્વેતા ૪,૧૦. વઢIT&તરમ્ ૨-૧. કઠ. ૧-૨ અને ગીતા ૮-૧૫ ૩-૮ શ્વેતા ૧-૨, ૬-૧, ૧૦-૨૩, ૨૪ ગીતા ૬-૧૧-૧૩, શ્વેતા ૪-૧૦-૧૧ ૧૦-૨૮ ગીતા ૨-૪) ૧૩-૩૨ કઠ. ૨-૫
SR No.009620
Book TitleStavopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri, Hemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages38
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Spiritual, & Worship
File Size947 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy