SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ GR७ स्तवोपनिषद् - 3 પ્રશંસાત્મક બત્રીશીઓમાં જુદા જુદા છંદો છે અને તેમાં મોટે ભાગે પ્રારંભ તેમજ અંતે છંદોભેદ પણ છે જ. (ખ) વિષયની દૃષ્ટિએ સ્થૂલ વર્ગીકરણ કરીએ તો પ્રાપ્ય બત્રીશીઓના મુખ્યપણે ત્રણ વર્ગ પડે છે. પહેલી પાંચ, અગિયારમી અને એકવીસમી એ સાત સ્તુત્યાત્મક છે. છઠ્ઠી અને આઠમી સમીક્ષાત્મક છે અને બાકીની બધી દાર્શનિક તેમજ વસ્તુચર્યાત્મક છે. સુત્યાત્મક વર્ગમાં અગિયારમી આવે છે તે કોઈ રાજાની સ્તુતિરૂપે છે અને બાકીની બધી ભગવાન મહાવીરની સ્તુતિરૂપે છે. તેમાં જે એકવીસમી મહાવીરદ્ધાવિંશિકા આવે છે તેની ભાષા, રચના અને વસ્તુની બીજી બત્રીશીઓ સાથે સરખામણી કરતાં એમ લાગે છે કે તે બત્રીશી કોઈ જુદા જ સિદ્ધસેનની કૃતિ છે અને ગમે તે કારણથી દિવાકરની મનાતી કૃતિઓમાં દાખલ થઈ દિવાકરને નામે ચડી ગયેલી છે. સમીક્ષાત્મક વર્ગમાં છઠ્ઠી બત્રીશી શાસ્ત્રના પ્રણેતાની સમીક્ષા કરે છે, જ્યારે આઠમી બત્રીશી જલ્પાત્મક વાદકથાના ગુણદોષની સમીક્ષા કરે છે. દાર્શનિક અને વસ્તુચર્યાત્મક વર્ગમાં સાતમી બત્રીશી વાદકથાને લગતા નિયમોનું સ્વરૂપ વર્ણવે છે. જ્યારે બીજી બધી દાર્શનિક છે. દાર્શનિકમાં છ બત્રીશીઓ તો અત્યારે પષ્ટપણે જૈનતર દર્શનની ચર્ચાવાળી છે, જેમાં વેદ નામની નવમી બત્રીશી ઉપનિષદમાન્ય સગુણ નિર્ગુણ પુરુષતત્ત્વનું સ્વરૂ૫ વર્ણવે છે. બારમી ન્યાયદર્શનનું. તેમી સાંખ્યદર્શનનું, ચૌદમી વૈશેષિકદર્શનનું, પંદરમી બૌદ્ધદર્શનનું, સોળમી (?) કદાચિત્ નિયતિ (આજીવિકા) ૧. ઉપલબ્ધ એકવીસમી અને બાવીશમી ઉપરની ટીકા ઉપલબ્ધ છે અને મુદ્રિત છે. એકવીસમી બત્રીશી ઉપર સોળમા સૈકામાં ઉદયસાગર સૂરિ (વિધિપક્ષીય-આંચલિક) ની ટીકા છે. અને ૨૨ મી બત્રીશી ન્યાયાવતાર ઉપર પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધર્ષિની ટીકા છે. બીજી એકે બત્રીશી ઉપર કોઈની ટીકા હજી સુધી જાણી કે સાંભળી નથી. ૪ રિશિષ્ટ © દર્શનનું સ્વરૂપ આલેખે છે. બાકીની દશમી, સત્તરમી, અઢારમી, ઓગણીશમી, વીશમી અને બાવીશમી એ છ તો ફક્ત જૈનદર્શનને લગતી ભાસે છે. જેમાં બાવીસમી ફક્ત જૈનસમ્મત ન્યાય-પ્રમાણવિદ્યાનું નિરૂપણ કરે છે. ૧. સ્તુત્યાત્મક :- મયૂરનું સૂર્યશતક, બાણનું ચંડીશતક, સમતભદ્ર અને જંબૂકવિના જિનશતક તેમજ રામચંદ્ર ભારતીનું બુદ્ધિવિષયક ભક્તિશતક એ સ્તુતિરૂપ છે. પણ તેઓમાં પ્રસ્તુત બત્રીશીઓની પેઠે તત્ત્વજ્ઞાનમૂલક સ્તુતિ નથી, તેથી પ્રસ્તુત બનીશીઓ સાથે એમની સરખામણી અસ્થાને છે. એવી સરખામણી માટે યોગ્ય તો સમંતભદ્રનું સ્વયંભૂસ્તોત્ર છે. સ્વયંભૂસ્તોત્રમાં કોઈ એકની નહિ પણ ચોવીશે તીર્થકરોની સ્તુતિ છે. જ્યારે પ્રસ્તુત બત્રીશીપંચકમાં ફક્ત મહાવીરની સ્તુતિ છે. સ્વયંભૂસ્તોત્રમાં કુલ પધો ૧૪૩ છે, જ્યારે પ્રસ્તુત બત્રીશીઓનાં પધો ૧૬૦ થાય છે. આટલા તફાવત ઉપરાંત બન્નેમાં અનેક પ્રકારનું અર્થસૂચક સામ્ય છે. જેમાં છંદ, ઉપક્રમ, ઉપસંહાર, કેટલાક ખાસ શબ્દો, શૈલી તેમજ વસ્તુકાનાઓ અને ઉપાદાનની બાબતનું સમાનપણું સરખામણી કરનારનું મુખ્યપણે ધ્યાન ખેંચે છે." ૧. સમાન અર્થવાળાં પડ્યો સ્વયંભૂસ્તોત્ર બત્રીશી जिनो जितक्षुल्लकवादिशासनः ५ प्रपच्चितक्षुल्लकतर्कशासनः। १-९ समन्तभद्रम् १४३ समन्तसर्वाक्षगुणम् १-२ नैतत् समालीढपदं त्वदन्यैः। ४१ परैरनालीढपथस्त्वयोदितः १-१३ जिने त्वयि सुप्रसन्नमनसस्थिता वयम् १२९ त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः। त्वदाश्रयकृतादरास्तु बयमद्य વર ! સ્થિતી રૂ-૨ मयापि भक्त्या परिणयसेऽद्य । ३५ न केवलं श्राद्धतयैव नूयसे १-४ वाक्सिंहनादैः ३८ सुगदसिंहनादः कृतः ३-२६
SR No.009620
Book TitleStavopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri, Hemchandracharya
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages38
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Spiritual, & Worship
File Size947 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy