SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् ननु किं हीनसत्त्वस्य शीलपालनमशक्यमेवेत्यारेकायामाहदूरे दूरतरे वाऽस्तु, खड्गधारोपमं व्रतम् । हीनसत्त्वस्य ही चिन्ता, स्वोदरस्यापि पूरणे ।।१६।। तादशी जघन्यताऽस्य, का दुर्धरशीलपालनाऽऽशङकापीत्यभिप्रायः । तिक्खं कमियव्वं - इति पारमर्षम्, तदप्युपमामात्रमिति तत्त्वविदः । तादृग्दुष्करकरणे निजोदरभरणव्यग्रमतीनां निःसत्त्वानां विचारोऽपि का? શું ખરેખર નિઃસત્વ જીવો શીલ ન જ પાળી શકે ? આ પ્રશ્નનો જવાબ આપતાં પરમર્ષિ કહે છે - તલવારની ધાર જેવા શીલની વાત તો ક્યાંય દૂર છે. નિઃસર્વ જીવોને તો પોતાનું પેટ ભરવાની પણ ચિંતા હોય છે. II૧૬I. આગમમાં ચારિત્રપાલન માટે એક અદ્ભુત શબ્દ વાપર્યો છે. ‘તિવું મયä' તીણ-તલવારની ધાર પર ચાલવું એના જેવું શીલનું પાલન છે. તલવારની ધાર પર ચાલતાં એક તો બેલેન્સ જાય અને બીજું પણ છેદાઈ જાય. કેટલું દુષ્કર ! તો ય વાસ્તવમાં એ શીલપાલનની તોલે આવી શકે તેમ નથી આ તો બાળજીવોને સમજાવવા ઉપમા માત્ર આપી છે. એટલે જ તો આનંદઘનજી મહારાજે લલકાર્યું છે. ‘ઘાર તલવારની સોહિલી દોહિલી ચૌદમા જિન તણી ચરણ સેવા...” પરમર્ષિ કહે છે - એ તલવારની ધાર જેવા શીલનું તો શું પૂછો છો ? નિઃસર્વ જીવો એટલી નીચી કક્ષાએ હોય છે કે પોતાનું પેટ ભરવાની બાબતમાં ય દીન હોય છે. શીલની ઐસી કી તૈસી કરીને પણ એને મન જીવનનું ગાડું ગબડાવવું એ જ મોટી વાત હોય છે. જાણે એ જ જીવનનું લક્ષ્ય હોય છે. ૧. ----- દીનવાચ | ૨. - ચિંતા | -सत्त्वोपनिषद् शीलदरिद्राणां भोजनादिचिन्ताविरहोऽपि पापानुबन्धिपुण्योदयः। न तु सत्त्वफलम् । मुग्धजनप्रतारणमात्रं चैतत्, अस्थानोपासनरूपत्वात् । वैषयिकसुखान्चेषिणां मुमुक्षुवेशो विडम्बनाऽवधिः, अन्वाह चगृहीतलिङ्गो विषयाभिलाषी विडम्बनं नास्ति ततोऽधिकं हि - इति । पुरोहितत्वं शीघ्रनरकदमिति लौकिकाः। स्वार्थपरत्व कर्तव्यच्युति - मुग्धप्रतारण - धर्मद्रोह-विश्वस्तवञ्चनानां किमपरं फलम् ? धान्यकणमात्रायोग्यस्य घृतपूरभोजिनः किं नाजीण मरणं वा ? असत्प्रायासंयमतपोभिर्नोपकरणादिनिष्क्रयोऽपीति भदन्ताः। तत જે શીલદરિદ્ર હોય, સુખશીલ જીવન જીવતા હોય, એક માત્ર ભૌતિક સુખની શોધ અને તેના ભોગવટામાં જ દા'ડા પૂરા થતાં હોય અને અભીષ્ટ લાભ થતો હોય તો પાપાનુબંધી પુણ્યનો ઉદય સમજવો જોઈએ. એ કાંઈ સત્વનું ફળ નથી. એ તો મુગ્ધ લોકોને છેતરવા બરાબર છે કારણ કે તેઓની ભક્તિ અસ્થાને છે. કો’કે માર્મિક વાત કરી છે. તમારે નરકે જવું છે ? તો તમે કોટવાળ બનો, જલ્દી નરકે જવું છે ? તો તમે વૈદ બનો. ખૂબ જ જલ્દી નરકે જવું છે ? તો તમે ધર્મગુરુ બનો. જે સ્વાર્થમાં તત્પર થઈને કર્તવ્ય ચૂકી જાય, ભોળા લોકોને ભરમાવે, ધર્મદ્રોહ કરે, અને વિશ્વાસઘાત કરે તેને બીજું કયું ફળ હોઈ શકે ? યોગ્યતા વિના મોટું પદ ઘાતક નીવડે છે. જેમ કે અનાજનો દાણો ચ ન પચાવી શકે એ ઘેબર ખાય તો કાં તો અજીર્ણ થાય ને કાં તો મૃત્યુ પામે. અધ્યાત્મકલ્પદ્રુમમાં એવા સુખશીલ સાધુને ચોખે ચોખ્ખું કહેવામાં આવ્યું છે, ‘તું જેવા સંયમ અને તપ પાળે છે એનાથી તો તારા ઉપકરણ વગેરેનું ભાડુ પણ પૂરું થાય તેમ નથી, તો પછી તને દુર્ગતિથી બચાવવા કોણ સમર્થ છે ? ચપુ પકડતા ન આવડે તો શું થાય ? સાવ બેઢંગી રીતે
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy