SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - ब्रह्मगुप्तविराधनमप्यसंयमपिशुनम्। तद्विराधक अभिखीक-मिष्यादृष्टिरित्यागमः । हेतूपेक्षेति फलोपेक्षा, निश्चयतश्चरणविघाते ज्ञानादिઆગળ જેમ કરોડો કરોડો દીપક પ્રગટાવ્યા હોય, તે જેમ નિષ્ફળ છે, એમ એવું જ્ઞાન પણ નિષ્ફળ છે. પ્રભુ વીર જેવી ઉપસર્ગોને સહવાની ક્ષમતા આપણામાં ન આવે કબૂલ.. પણ અસંયમની વાત આવે ને આપણને ધ્રુજારી ન થાય એ તો હરગીઝ ન ચાલે. એક મહાત્મા પોસ્ટકાર્ડ લખે તો શ્રાવકને આપતા પહેલા પૂછે કે એના રસ્તામાં પોસ્ટનો ડબો આવે છે કે નહીં ? બરાબર એના રસ્તામાં આવતો હોય તો જ એને આપે અને એ પણ કથળતે હૈયે, કારણ એ જ કે ડબામાં પોસ્ટકાર્ડ પડશે ત્યાં કોણ પૂંજશે ? પાર્શ્વનાથ ભગવાનનો જીવ કિરણવેગમુનિ, કમઠના જીવે મરણાંત ઉપસર્ગ કર્યો. મુનિ પડી ગયાં. પણ પડતાં પહેલા નીચેની જમીન પ્રમાર્જી લીધી. અસંયમના અત્યંત ભયથી આત્મામાં કેવા સંસ્કાર નાંખી દીધા હશે કે મરણની તીવ્ર વેદનામાં ય પ્રમાર્જન કરવાનું ન ચૂક્યા. ગોચરી આદિ કારણસર એક વાર ઉપાશ્રયમાં મહાત્માઓ ન હતાં. આચાર્ય પ્રેમસૂરિજી હોલમાં એકલા જ હતાં, અચાનક એમને ભાસ થયો કે કોઈ બેન દાદરા ચડી રહ્યા છે. બેન ઉપર આવે એ પહેલાં જ એમણે જોરથી રાડ પાડી - ‘કોણ ઉપર આવે છે ?’ પેલા બેન તો ત્યાંથી જ રવાના થઈ ગયાં. આને કહેવાય ‘સુમીરુત્વમસંયમે’. બ્રહ્મભંગ વિષે આપણે ચાહે ગમે તે વ્યાખ્યાઓ બાંધી હોય. મહાનિશીથ સૂત્ર સ્પષ્ટ કહે છે કે જે સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિ-નવ વાડોની વિરાધના કરે છે એ આભિગ્રહીક કક્ષાનો મિથ્યાદૃષ્ટિ છે. મહાવત તો શું... તેનું સમ્યક્ત્વ પણ સલામત રહેતું નથી. જ્યોતિષીએ આચાર્ય પ્રેમસૂરિજીની કુંડલી જોઈને કહી દીધેલ કે - सत्त्वोपनिषद् ૨૬ वधः, ततश्च सूपपन्नमिदम् । धाष्टर्थ्यादिना तत्क्लिष्टत्वमपि नानुपपन्नम् । गुप्तिविराधनाऽसंयमसेवनाभ्यां स्वातिशाखाकुठाराघातः, अर्हदादिविद्रोहश्च । ततश्च न किञ्चित् कल्याणम् । गुप्तिष्वप्रमत्तस्य स्त्रीभीरोरेव ब्रह्मनिस्तारः, नान्यस्येति पारमर्षम् । *એમના જીવનમાં કદી પણ કામવિકાર જાગ્યો નથી.’ પૂર્વ જન્મના સંસ્કારો હશે, એની ના નહીં, પણ મને એક હજી મહત્ત્વનું પરિબળ દેખાય છે. એ છે એમની નક્કર આચારચુસ્તતા, બ્રહ્મચર્યની બધી જ ગુપ્તિઓમાં અત્યંત પરિપૂર્ણતા. ચાસ્ત્રિચૂડામણિ અને બ્રહ્મરાર્યસમ્રાટ એમને એમ બનાતું નથી. નવ વાડોની ઉપેક્ષા એ બ્રહ્મચર્યની ઉપેક્ષા છે. કારણ કે એ બ્રહ્મચર્યનું કારણ છે અને કારણની ઉપેક્ષા એ કાર્યની ઉપેક્ષા બરાબર છે. નિશ્ચયનયના મતે ચારિત્રના વિઘાત થતાની સાથે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન પણ જતું રહે છે. માટે ઉપરોક્ત મહાનિશીથસૂત્રનું વચન અત્યંત સંગત છે. વળી ધૃષ્ટતા વગેરેને કારણે તીવ્ર સંક્લેશવાળું મિથ્યાત્વ પણ સંભવિત જ છે. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે ગુપ્તિઓની બાબતમાં જે અત્યંત અપ્રમત્ત છે અને સ્ત્રીઓની બાબતમાં જે અવિશ્વસ્ત-અત્યંત ભયભીત છે એ જ બ્રહ્મચર્યનો પાર પામી શકે છે. એનાથી વિપરીત હોય તે બ્રહ્મચર્યનો પાર પામી શકતા નથી. કુંતીએ ભગવાન પાસે માંગ્યું છે 'विपदः सन्तु नः शश्वत्' આપણે પણ ભગવાન પાસે માંગીએ. અમને આપત્તિઓ ને ઉપસર્ગો આપજે. તારી કૃપાથી અમે જરૂર ઘીર રહીશું, એને સહીને કૃતકૃત્ય થઈશું. અમારા સંયમનું લક્ષ્ય અલ્પ સમયમાં સાધી શકાતું હોય એનાથી રૂડુ શું ? અને બીજા નંબરમાં જોઈએ છે અસંયમનો અત્યંત ભય, પ્રભુ ! એવી કૃપા કર કે મારા રોમ રોમ આત્માનો પ્રદેશ પ્રદેશ
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy