SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ परमज्योतिः पञ्चविंशतिका સ્વગુણોનું ઉપાર્જન કરવામાં સજ્જ બનીને પરમજ્યોતિને પામી શકે છે. અને બીજી અનેક જ્યોતિઓને પ્રગટાવી શકે છે. પ્રશ્ન :- બીજાના દોષો ન જોવા જોઈએ = પરદોષદર્શન પ્રત્યે અંધ બનવું જોઈએ, એવું તો સમજાય છે. પણ પરપ્રવૃત્તિમાત્ર પ્રત્યે અંધ-મૂક-બધિર બનવાનું કહ્યું તેનું શું કારણ ? ઉત્તર :- આનું કારણ આપણે પૂ. ઉપાધ્યાયજી મહારાજના મુખે જ જાણીએ – परेषां गुणदोषेषु, दृष्टिस्ते विषदायिनी । VIનુમવાનો-દ: પીપffort II બીજાના ગુણ-દોષોમાં તારી દષ્ટિ વિષદાયિકા છે. આત્મીયગુણોના પ્રકાશમાં જે દૃષ્ટિ છે તે સુધાવર્ષિણી છે. જેમ પરદોષદર્શન હેય છે, તેમ દશાવિશેષે પરગુણદર્શન પણ હેય છે. શુભ અનુષ્ઠાન પણ અધિકારીવિશેષની અપેક્ષાએ અશુભ બને છે. જેમ કે શ્રમણ માટે જિનપૂજાનો યોગ અશુભ છે. તે જ રીતે જે ભૂમિકાએ એક માત્ર આંતરવિશ્વમાં ખોવાઈ જવાનું છે, જ્ઞાનાનંદમાં નિમગ્ન થવાનું છે, તે સમયે પર પ્રત્યેની કોઈ પણ જાતની પ્રવૃત્તિ હેય બને છે. બીજાના ગુણ કે દોષ કોઈ પણ વસ્તુ પ્રત્યે લેશ પણ લક્ષ્ય આપવું - એ તે સમયે અનુચિત કરે છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે – यावत्परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति ।। तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।। (प्रशमरतिः १८४) મન પરગુણ કે પરદોષના પરિકીર્તનમાં વ્યાવૃત થાય તેના કરતાં મનને વિશુદ્ધ ધ્યાનમાં પરોવી દેવું શ્રેષ્ઠ છે. ભૂમિકાને અનનુરૂપ તમામ અનુષ્ઠાન હેય છે. તેથી જ અહીં wદ્દ પરમોપનિષદ પરગુણદોષમાં પ્રવૃત્ત દષ્ટિને બેધડકપણે વિષદાયિની કહી છે. અને તેનાથી વિપરીત સ્વગુણોની અનુભૂતિને અજવાળતી દૃષ્ટિને સુધાવર્ષિણી કહી છે. આ જ પદાર્થને હવે વધુ સ્પષ્ટ કરે છે – स्वरूपदर्शनं श्लाघ्यं, पररूपेक्षणं वृथा । एतावदेव विज्ञानं, परजोतिप्रकाशकम् ।।२०।। સ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે. પરસ્પદર્શન વ્યર્થ છે. આટલું જ વિજ્ઞાન પરમ જ્યોતિનું પ્રકાશક છે. રૂપનો અર્થ અહીં વર્ણ નહી, પણ સ્વરૂપ છે. આશય એ જ છે. કે આત્મસ્વરૂપનું દર્શન એકાંત હિતકર છે. તેનાથી જ દોષોની ઉપરાત અને ગુણોનું ઉપાર્જન સંભવિત છે. આમ નિશ્ચયનયથી પર્યાલોચન કરીએ તો પરસ્વરૂપનું દર્શન નિરર્થક છે. આટલું જ વિજ્ઞાન પરમ જ્યોતિનું પ્રકાશક છે. પ્રશ્ન :- જ્ઞાનમાત્રથી પરમજ્યોતિનું પ્રકાશન શી રીતે થઈ જાય ? તેને અનુરૂપ ક્રિયા પણ કરવી પડે ને ? ઉત્તર :- હા, અહીં સક્રિય જ્ઞાનની જ વિવક્ષા છે, જેને ‘વિજ્ઞાન’ શબ્દથી સ્પષ્ટ કર્યું છે. વાસ્તવમાં તો નિશ્ચય નયથી જે જ્ઞાન સક્રિય હોય, તે જ જ્ઞાન તરીકે માન્ય છે. આચારાંગસૂત્રના આ પદાર્થનો અનુવાદ કરતા પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે – લોકસાર અધ્યાયમાં સમકિત મુનિભાવે મુનિભાવે સમકિત કહ્યું નિજ શુદ્ધસ્વભાવે | (સવાસો ગાથાનું સ્તવન) સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અવશ્ય હોય છે. સમ્યજ્ઞાન એ જ મુનિભાવ (ચાસ્ત્રિ) છે. કારણ કે જ્ઞાનને અનુરૂપ ક્રિયા ન કરે તો એ વાસ્તવિક જ્ઞાન જ નથી માટે આચારાંગસૂત્રના લોકસાર 9. g - 4 TUIT૦ ૨. 4 - નીવI I ] - 1 || ૧, ૪ - સ્વરૂપો ૨. ૩ - HTTI રૂ. મુદ્રિત - પર જ્યોતિઃ પ્ર૦ |
SR No.009615
Book TitleParmopnishada
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages46
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size986 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy