SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 3 દેવ परमज्योतिः पञ्चविंशतिका 3 તો મહાદુઃખી છે. તેનું દુ:ખ જોઈને જ પૂ. ઉપાધ્યાયજી મહારાજના મુખેથી શબ્દો સરી પડ્યા છે – ઘટતે તત્ર સુ થતિઃ ? (મધ્યાત્મસાર: ૭-૧૧) આ પરિસ્થિતિમાં સુખનું અવસ્થાન શી રીતે ઘટે ? એ તદ્દન અસંભવિત છે. હવે ઉપાધ્યાયજી મહારાજ ચક્રવર્તી અને ઈન્દ્રોથી આગળ વધીને શ્રમણસુખની પરાકાષ્ઠાનો સાક્ષાત્કાર કરાવે છે – श्रामण्ये वर्षपर्यायात्, प्राप्ते परमशुक्लताम् । सर्वार्थसिद्धदेवेभ्यो-ऽप्यधिकं ज्योतिरुल्लसेत् ।।१३।। શ્રામણ્યમાં એક વર્ષના પર્યાયથી પરમ શુક્લતાની પ્રાપ્તિ થાય, ત્યારે સર્વાર્થસિદ્ધના દેવો કરતાં પણ અધિક જ્યોતિ ઉલ્લસિત થાય છે. ભૌતિક વિશ્વની ઉત્કૃષ્ટ દશા એટલે સર્વાર્થસિદ્ધ વિમાન. ઉત્તરોત્તર સર્વ દેવો અને દેવેન્દ્રો કરતાં પણ અનંતગુણ સુખ આ સ્થાને રહેલા દેવોને હોય છે. શ્રમણને એક વર્ષનો પર્યાય થાય ત્યારે તેમનાથી પણ વધુ જ્યોતિની પ્રાપ્તિ થાય છે, તેને શ્રીભગવતીસૂત્રમાં આ મુજબ કહી છે – जे इमे भंते ! अज्जत्ताए समणा णिग्गंथा एते णं कस्स तेउलेसं वीतिवयंति ? गोयमा ! मासपरियाए समणे णिग्गंथे वाणमंतराणं देवाणं तेउलेसं वीइवयइ। एवं दुमासपरियाए समणे णिग्गंथे असुरिंदवज्जिआणं भवणवासीणं देवाणं तेउलेसं वीतीवयति । तिमासपरियाए समणे णिग्गंथे असुरकुमारिंदाणं देवाणं तेउलेसं वीतीवयति । चउमासपरियाए समणे णिग्गंथे गहगणणक्खत्त-तारारूवाणं जोतिसियाणं तेउलेसं वीतीवयति। पंचमासपरियाए समणे णिग्गंथे चंदिमसूरियाणं जोतिसिंदाणं तेउलेसं वीतीवयति । छम्मासपरियाए समणे णिग्गंथे सोहम्मीसाणाणं देवाणं -પરમોપનિષદ્ર तेउलेसं वीतीवयति । सत्तमासपरियाए समणे णिग्गंथे सणंकुमारमाहिंदाणं देवाणं तेउलेसं वीतीवयति। अट्ठमासपरियाए समणे णिग्गंथे बंभलोगलंतगाणं देवाणं तेउलेसं वीतीवयति । णवमासपरियाए समणे णिग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेउलेसं वीतिवयति । दसमासपरियाए समणे णिग्गंथे आणय-पाणय-आरणऽच्चुयाणं देवाणं तेउलेस्सं वीतीवयति । एक्कारसमासपरियाए समणे णिग्गंथे गेविज्जाणं देवाणं तेउलेसं वीतिवयति। बारसमासपरियाए अणुत्तरोववातियाणं देवाणं तेउलेसं वीतीवयति । (श्रीव्याख्याप्रज्ञप्तिसूत्रम् १४-९-५३७) જેમ જેમ શ્રમણનો પર્યાય વૃદ્ધિ પામે તેમ તેમ તે ઉત્તરોત્તર વ્યત્તરાદિ દેવોની તેજોલેશ્યાને ઓળંગતો જાય. (અહીં તેજલેશ્યાનો અર્થ છે ચિત્તસુખની પ્રાપ્તિ.) જેનો ક્રમ આ મુજબ છે – પર્યાય (માસ) વાણવ્યંતર અસુરેન્દ્ર સિવાયના દેવો અસુરકુમારેન્દ્રો ગ્રહ-ગણ-નક્ષત્ર-તારા જ્યોતિષિઓ ચન્દ્ર- સૂર્ય જ્યોતિષેન્દ્રો સૌધર્મ - ઈશાનના દેવો સનકુમાર-માટેન્દ્રના દેવો બ્રહાલોક - લાતંકના દેવો મહાશુક - સહસ્ત્રારના દેવો આનત-પ્રાણત-આરણ-અર્ચ્યુતના દેવો રૈવેયકના દેવો ૧૨ અનુતરોપપાતિક દેવો વાણવ્યંતર આદિ દેવોનું સુખ ઉત્તરોત્તર અનંત-અનંત ગુણ હોય છે. અનુત્તર દેવોનું, તેમાં પણ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું
SR No.009615
Book TitleParmopnishada
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages46
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size986 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy