SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ परमज्योतिः पञ्चविंशतिका જો ઘર્મકળા ન જાણે તો તેમની બધી કળા નિષ્ફળ થાય છે. પરમ જ્યોતિ એ ધર્મની પરિણતિથી ઉદભવ પામતી હોવાથી ધર્મકળારૂપ છે. તેથી અહીં તેને સર્વોત્તમકલામય કહી છે. બીજો અર્થ લઈએ તો પરમજ્યોતિ સર્વશ્રેષ્ઠ અંશોથી બનેલી છે, માટે સર્વોત્તમ કલામય છે. કોઈ વસ્તુ અત્યંત સુંદર હોય ત્યારે કવિઓ એવી કલ્પના કરે છે, કે ત્રણ લોકના ઉત્કૃષ્ટ અંશો લઈને વિધાતાએ તેનું નિર્માણ કર્યું છે. પરમ જ્યોતિ તૈલોક્યનું સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે. માટે તેને સર્વોત્તમકલામય કહી તે ઉચિત જ છે. આવો મારો પરમાત્મપ્રકાશ એટલે કે પરમજ્યોતિ છે. પ્રત્યેક જીવમાં આવા સ્વરૂપની પરમજ્યોતિ છે, તેથી મારો આત્મા પણ પરમજ્યોતિર્મય છે. આ જ સર્વોત્તમ કલાનું સમર્થન કરતા કહે છે – यां विना निष्फलाः सर्वाः, कला गुणबलाधिकाः। आत्मधामकलामेकां, तां वयं समुपास्महे ।।१०।। જેના વિના ગુણ અને બળથી અધિક એવી સર્વ કળાઓ નિષ્ફળ બને છે, તેવી આત્મતેજરૂપી એક કળાની અમે ઉપાસના કરીએ છીએ. આત્મતેજ એટલે જ પરમ જ્યોતિ. આ એક એવી કળા છે, કે જેના વિના સર્વ કળાઓ વ્યર્થ બને છે. અને તે કળા હોય તો શેષ કળાઓ સાર્થક થાય છે. મૂલશુદ્ધિ પ્રકરણમાં મૂલદેવ નામના એક કલાધર પુરુષનું દષ્ટાન્ત આવે છે. તે સર્વ કળાઓમાં પ્રવીણ હતો. સંગીતથી માંડીને તૈલમર્દન સુધીની પ્રત્યેક કળાઓમાં તેણે પ્રકૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પણ તે ધૃત, વેશ્યાગમન આદિ પાપોમાં પરાયણ રહેતો હતો. તેથી તે પદભ્રષ્ટ થયો, અપમાનોને સહન કર્યા, અને તેને પશુની જેમ વનમાં ભટકવું પડ્યું. આ રીતે તેની સર્વ કળાઓ ધર્મકળા વિના એળે ગઈ. પરમોપનિષદ ભિખારીની દશામાં મૂલદેવ ભટકી રહ્યો હતો. કો'ક ગામમાંથી માંગી માંગીને તેણે થોડા કુભાષ મેળવ્યા, કેટલીય લાંઘણોનું જાણે પારણું થવાનું હતું, એવામાં તેને મહાત્માનો યોગ થયો, અપૂર્વોલ્લાસથી તેણે સુપાત્રદાન કર્યું અને તેના પ્રભાવે તે જ ભવમાં ભિખારી મટીને રાજા થયો. ખરેખર, પરમજ્યોતિની કળા સર્વકળાઓમાં શિરમોર છે. તેના વિના શેષ સર્વ નિષ્ફળ છે. તેથી અમે તેની જ ઉપાસના કરીએ છીએ. કદાચ કોઈ પ્રશ્ન કરે કે મૂળદેવને તો તે જ ભવમાં રાજ્ય મળ્યું. પણ તમને પરમજ્યોતિની ઉપાસનાનું શું ફળ મળ્યું ? પૂ. ઉપાધ્યાયજી મહારાજ બહુ ખુમારીથી તેનો ઉત્તર આપી રહ્યા છે – निधिभिनवभी रत्नै-श्चतुर्दशभिरप्यहो । न तेजश्चक्रिणां यत्स्यात्, तदात्माधीनमेव नः ।।११।। નવ નિધિઓ અને ચૌદ રત્નોથી પણ ચકવર્તીઓનું જે તેજ ન થાય, તે અમારે સ્વાધીન જ છે. ચકવર્તીની પાસે નવ નિધિઓ હોય છે, જેનું વર્ણન આપણે પ્રથમ શ્લોકની વ્યાખ્યામાં જોયું. ચક્રવર્તીના ચૌદ રત્નો આગમમાં આ મુજબ જણાવ્યા છે – एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवद्रिस्स चउद्दस रयणा पण्णत्ता, तं जहा - इत्थीरयणे सेणावइरयणे गाहावइरयणे पुरोहियरयणे वडइरयणे आसरयणे हस्थिरयणे असिरयणे दंडरयणे चक्करयणे छत्तरयणे चम्मरयणे मणिरयणे कागिणिरयणे ।। समवायाङ्गसूत्रे ।।३१।।। પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાના ૧૪ રત્નો કહ્યા છે – (૧) શ્રી રત્ન (૨) સેનાપતિ રત્ન (3) ગાથાપતિ રત્ન (૪) પુરોહિત રત્ન (૫) વર્ધકી રત્ન (૬) અશ્વ રત્ન (૭) હસ્તિ રત્ન (૮)
SR No.009615
Book TitleParmopnishada
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages46
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size986 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy