SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦૮ • -મસિદ્ધિઃ च व्यभिचार, ब्रह्मभिन्नमसन्न भवितुमर्हति प्रतीयमानत्वादिति प्रत्यनुमानेन सत्प्रतिपक्षितः। किञ्च- ब्रह्मभेदः प्रसिद्धो न वा ?, प्रसिद्धश्चेत् ? द्वैतापत्तिः, अप्रसिद्धश्चेत् पक्षासिद्धिः । एवं साध्यमपि सदसद्वा, सच्चेत्? द्वैतापत्तिः, असच्चेत् ? अनुमानायासव्यर्थतेत्येवं सम्भावनीया अनुमानदोषा अपि । कुत्राप्यत्यन्तासत्त्वधर्मस्यासत्त्वेन दृष्टान्तेऽपि अन्यत्र स्थितस -~ ર્મસિદ્ધિ: – पातिनः कर्मणोऽपि तादवस्थ्यम् । तथा च श्रुति:- “अविनाशी वा रेऽयमात्मा सत्यं ज्ञानमनन्तं ब्रह्म एकमेवाद्वितीयं ब्रह्म नेह नानास्ति किञ्चन” इति । एतन्निखिलमतिकष्टेन सङ्घातीकृतमहत्तृणपुजनिक्षिप्तचित्रभानुसीकरसाध्यम्, तथाहि- प्रत्यक्षेण विधीयमानपदार्थसार्थस्यानुमानादिनाऽपलपितुमशक्यत्वेन घटादौ, प्रत्यक्षबाधः, ब्रह्मभिन्नघटादी घटासत्त्वविरुद्धत्वेन विरुद्धः, साध्याभाववद्वृत्तित्वेन घटादौ, तव निर्धर्मके ब्रह्मणि નિમિત્ત છે. તત્વદષ્ટિથી તેઓ વિદ્યમાન નથી. કર્મ પણ અનુમાનમાં અંતભૂત જ છે. માટે તે પણ વાસ્તવમાં નથી. શ્રુતિમાં પણ કહ્યું છે - ‘આત્મા અવિનાશી છે, સત્યરૂ૫ છે, જ્ઞાનસ્વરૂપ છે, અનંત છે, બ્રહ્મરૂપ છે, એક છે, પરમ બ્રહ્મ છે, અહીં કશુ જ નાનાત્વ નથી - આત્મા સિવાય બીજું કશું જ નથી.' વેદાંતીઓનો જે આ સમગ્ર મત છે તે ભેગા કરેલા ઘાસની મોટી ગંજી જેવો છે. ઘાસની ગંજી જેમ તેમાં ફેંકેલી અગ્નિના તણખાથી નષ્ટ થઈ જાય છે, તેમ તેમનો મત પણ યુક્તિઓથી નિરસ્ત થઈ જાય છે. તે આ પ્રમાણે - (૧) જે પદાર્થોના સમૂહો પ્રત્યક્ષથી જ સિદ્ધ છે, તેનો અપલાપ તો અનુમાન વગેરેથી પણ ન થઈ શકે. માટે ઘડા વગેરેનો અપલાપ કરવામાં તો પ્રત્યક્ષબાધ આવે છે. (૨) વળી બ્રહાભિન્ન એવા જે ઘડા વગેરે છે. તેમાં રહેલુ સાધ્ય છે ઘટનું અસત્વ. તમારો હેતુ-પ્રતીયમાનત્વ તો ઘટસત્તને સિદ્ધ કરે છે. ઘડો જણાય તો તેનું અસ્તિત્વ = સત્ત્વ છે એ સર્વાનુભવસિદ્ધ છે. માટે તમારો હેતુ સાધ્યવિરુદ્ધને સિદ્ધ કરતો હોવાથી વિરુદ્ધ છે. (૩) વળી પ્રતીયમાનત્વ હેતુ સાધ્યના અભાવવાળામાં રહે છે = અસત્ત જ્યાં નથી એવા ઘટાદિમાં રહે છે. તથા તમારા માનેલા નિર્ધર્મક એવા બ્રહામાં પણ રહે છે. કારણ કે તમે શ્રુતિથી બ્રહ્મની પ્રતીતિ કરો છો. આમ હેતુ સાધ્ય વિના રહ્યો, માટે તે વ્યભિચારી ઠરે છે. (૪) જે બ્રહાથી ભિન્ન હોય, તે અસત ન હોઈ શકે, કારણ કે તેની પ્રતીતિ થાય છે. આવા પ્રતિ-અનુમાનથી તમારો હેતુ સપ્રતિપક્ષ બને છે. વળી તમે બ્રાભિન્ન આવા પક્ષને લઈને અનુમાન કરવા બેઠા છો, બરાબર ને ? તો અમને પહેલા એટલું કહો કે બ્રહાભેદ પ્રસિદ્ધ છે કે નહીં ? પ્રસિદ્ધ છે, તો દ્વતની આપત્તિ છે. કારણ કે જગતમાં બ્રા અને બ્રાભિન્ન બન્નેનું અસ્તિત્વ સિદ્ધ થઈ ગયું. આ રીતે તમારો અદ્વૈતવાદ અદૃશ્ય થઈ જશે. જો અપ્રસિદ્ધ છે તો પક્ષાસિદ્ધિ નામનો દોષ આવશે. તમે જેને લઈને અનુમાન કરો છો તે આધાર જ ગાયબ થઈ જશે. પક્ષ તો પ્રસિદ્ધ જ જોઈએ. માટે તમે બ્રહ્મભિન્ન અસત્ છે” આવી પ્રતિજ્ઞા જ ન કરી શકો. તથા તમારું સાધ્ય છે, તે સત્ છે કે અસત્ ? જો સત્ છે તો દ્વતની આપત્તિ છે. કારણ કે જગતમાં બ્રા અને તમારું સાધ્ય બંનેનું અસ્તિત્વ સિદ્ધ થઈ જશે. અને જો અસતુ છે, તો પછી ખોટી વસ્તુને પૂરવાર કરવા માટે ફોગટ અનુમાનનો પરિશ્રમ કેમ કરો છો ? આ રીતે વેદાન્તીઓના મતમાં અનુમાનદોષો પણ સમજવા. વળી તેમણે આપેલું દેખાતું પણ નિર્દોષ નથી. કારણ કે ક્યાંય પણ
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy