SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ -~~ર્મસિદ્ધિ – फलमेष्टव्यम् । यथेहत्यक्रियाणां विसदृशता स्वीक्रियते, तथैव परत्रापि जन्तूनां विसदृशताऽवश्यमाश्रयणीया स्यात्, न तु सदृशतेति। ननु या कापि क्रिया सैहिकफलजनिकैव, कृष्यादेः सस्यादिफलवन्न परत्र फलजनिकेति कुतः परत्र जन्तुवैसादृश्यम्, तज्जनकक्रियाया एवाभावादिति चेत् ? ननु तर्हि भवदभ्युपगतं सादृश्यमपि परत्र कुत: ? सादृश्यजनकपारभविकक्रियाणां निष्फलत्वाभ्युपगमात्। ननु तज्जनककर्माभावेऽपि सादृश्यं स्वीक्रियत इति चेत् ? कृतनाशाकृताभ्युपगम: स्यात् । यद्वा કારણ બને છે. માટે પરલોકમાં પણ તે તે ક્રિયાઓનું વિચિત્ર ફળ મળે છે એમ માનવું જોઈએ. જેમ ઐહિક ક્રિયાઓની વિસદશતા સ્વીકારાય છે, તેમ પરલોકમાં પણ જીવોની વિસદશતા થાય છે એમ અવશ્ય માનવું જોઈએ. ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરનારા જીવો પણ પરલોકમાં સદેશ જ થાય છે, એવું ન માનવું જોઈએ. પૂર્વપક્ષ :- જે કોઈ પણ ક્રિયા હોય તે ઐહિક ફળ આપનારી જ થાય છે. જેમ કે કૃષિ વગેરે ક્રિયાથી ધાન્ય વગેરે ફળ મળે છે. માટે કોઈ ક્રિયાનું ફળ પરલોકમાં મળતું જ નથી. માટે તે ક્રિયાઓથી પરલોકમાં જીવની વિદેશતા કેવી રીતે થઈ શકે ? કારણ કે તેવી વિસશતા કરનારી ક્રિયા જ નથી. ઉત્તરપક્ષ :- અચ્છા, તો તમે માનેલી સદૃશતા પણ પરલોકમાં શી રીતે થાય છે ? કારણ કે સદેશતાની જનક એવી પરલોકની ક્રિયાઓને તો તમે નિષ્ફળ માની છે. કોઈ પણ ક્રિયાનું પારલૌકિક ફળ હોતું જ નથી, એવું તમે માન્યું છે. પૂર્વપક્ષ :- સદશતા પૂર્વ ભવની ક્રિયાથી થાય છે એવું અમે નહીં માનીએ, ભલે સાદેશ્યજનક કર્મ ન હોય, આમ છતાં પણ પરલોકમાં સદશતા થશે. - - दानहिंसादिक्रियाणां निष्फलत्वाभ्युपगमे मूलतो बन्धाभावः, बन्धाभावे च कर्माभावः, तदभावे च भवान्तराभावः, तदभावे च सर्वेषां मुक्तिप्रसङ्गः, सादृश्याभावश्चापद्यते। कर्माभावेऽपि भवस्वीकारे निष्कारण एवासी स्यात्, तथा भवनाशोऽपि निष्कारण एव स्यात्। तथा च सति तपोनियमाद्यनुष्ठानं निष्फलतामापद्येत । तथा वैसादृश्यमपि निष्कारणं कथं नेष्यते विशेषाभावादिति। यद्वा सर्व वस्तुजातं सादृश्यासादृश्यं किं पुनः परभवः ? तथाहि- सर्वं वस्तुजातं पूर्वतन: सामान्यविशेष ઉત્તરપક્ષ :- સરસ, આ રીતે તમે બે દોષોને તમારા માથે બેસાડી દીધા (૧) કૃતનાશ :- જે કર્મ કર્યું હતું તેનું ફળ નહીં મળે. (૨) અકૃતાગમ :- જે કર્મ કર્યું ન હતું, તેનું ફળ મળશે. અથવા દાન-હિંસાદિ ક્રિયાઓને નિષ્ફળ માનશો એટલે મૂળથી બંધ જ નહીં થાય, બંધના અભાવે કર્મનો અભાવ થશે, કર્મના અભાવે ભવાન્તરનો અભાવ થશે, અને ભવાન્તરના અભાવે બધાની મુક્તિ થઈ જવાની આપત્તિ આવશે. વળી જે મનુષ્યાદિ સદશતા તમને મનગમતી હતી તે પણ નહી રહે, કારણ કે સંસાર જ નહી હોય. જો કર્મના અભાવે પણ સંસાર માનશો, તો સંસાર નિર્દેતુક થઈ જશે. તથા સંસારવિનાશ પણ નિર્દેતુક થઈ જશે. તેથી તપ-નિયમ વગેરે અનુષ્ઠાન પણ નિષ્ફળ થઈ જશે. બીજી એક વાત, જેમ તમે કોઈ આધાર વિના, કારણ વિના પણ સાદેશ્ય માનો છો, તેમ કારણ વિના જ પૈસાદેશ્ય પણ કેમ નથી માની લેતા ? કારણ કે નિષ્કારણતા તો બંને પક્ષે તમને સમાનરૂપે માન્ય છે. અથવા તો, પરલોકની વાત જવા દો, સર્વ વસ્તુઓમાં સાદેશ્ય અને અસાદશ્ય રહેલું જ છે. તે આ પ્રમાણે – સર્વ વસ્તુઓ પૂર્વના
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy