SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ -~ ર્મસિદ્ધિઃकारणत्वम्, मुक्तात्मानश्च निरुपमेयसुखं प्रति परिणामिकारणत्वेन कथं तेन सह व्यभिचारः ?। यदि स्वभावोऽपि मुक्तात्मवदिष्यते, तर्हि तस्यापि जीवत्वं सदा सुखित्वं च प्रसज्यते, तथा च स स्वभावः कथं स्यात्, केवलं नामान्तरेण मुक्तात्मा एवाभ्युपगतः स्यात्, न च तत्र नो विप्रतिपत्तिः, तदुक्तम्"तस्स वि य तहाभावे, जीवत्तं चेव पावई वुत्तं । तहा कहं णु सो सहावो, सदा सुहित्तिपसंगो य।।१।।" इति । अत्र चेत्थमनुमानम्- स्वभावः सुखदुःखजनको न भवति, अपरिणामित्चे सति अमूर्तत्वात्, यथा गगनम् । ननु गगनस्यापेक्षाकारणत्वेन સુખ પ્રત્યે પરિણામી કારણ છે, માટે તેઓને લઈને કેવી રીતે વ્યભિચાર આવે ? જો સ્વભાવ પણ મુક્ત જીવોની જેમ જ ઈષ્ટ હોય, તો તેનું જીવપણું અને સુખીપણું માનવું પડશે. તો પછી એ વાસ્તવમાં ‘સ્વભાવ' કેવી રીતે રહેશે ? માત્ર નામાન્તરથી મુક્તાત્મા જ સ્વીકાર્યો ગણાશે. અને તેમાં તો અમને કોઈ વિપતિપત્તિ નથી. કહ્યું પણ છે – જે સ્વભાવનું પણ મુક્તજીવ જેવું સ્વરૂપ ઈષ્ટ હોય, તો તેનું જીવપણું જ થઈ જાય, એ પૂર્વે કહ્યું છે. તે પ્રકારે તે ‘સ્વભાવ ક્યાંથી કહેવાય ? તે ‘મુક્ત જીવ’ જ બની જાય. અને સદા તે સુખી જ હોય એવો પણ પ્રસંગ આવે. અહીં આ રીતે અનુમાન પ્રયોગ છે – પ્રતિજ્ઞા :- સ્વભાવ સુખ-દુઃખનો જનક નથી. હેતુ :- કારણ કે તે અપરિણામી હોવા સાથે અમૂર્ત છે. દેષ્ટાન્ન :- જેમ કે આકાશ. પૂર્વપક્ષ :- દષ્ટાન્તમાં હેતુ અને સાધ્ય બંને રહેવા જોઈએ. - વર્મસિદ્ધઃसुखदुःखनिबन्धनत्वमस्त्येवेति कथं न साध्यविकलता निदर्शनस्येति चेत् ? न, अपेक्षाकारणस्य निर्व्यापारत्वात् परमार्थतोऽकारणत्वात्, अन्यथा निखिलविश्वस्य कारणताप्रसङ्गः, निर्व्यापारत्वाविशेषादिति । नाप्यकारणतास्वभावः, कारणमन्तरेण कार्यानुपपत्तेः, कारणाभावस्य समानत्वेन युगपन्निखिलविश्वोत्पादप्रसङ्गः, शशविषाणोत्पादप्रसङ्गश्च । अपि च यन्निर्हेतुकं तदाकस्मिकमेव प्रादुर्भवति, आकस्मिकं च नाभ्रादिઆકાશ તો અપેક્ષાકારણ છે. કોઈ પણ સુખ -દુઃખનો અનુભવ આકાશમાં રહીને જ કરવામાં આવે છે. આ રીતે આકાશ સુખદુઃખનું કારણ બને જ છે. માટે અહીં દૃષ્ટાન્તમાં સાધ્ય રહેતું નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે અપેક્ષાકારણ કાર્યને ઉત્પન્ન કરવામાં કોઈ વ્યાપાર કરતું નથી, માટે પરમાર્થથી તે કારણ જ નથી. જો વ્યાપાર કર્યા વિના પણ કારણ બની શકાતું હોય, તો આખું જગત કારણ બની જશે. કારણ કે જેમ આકાશ નિર્યાપાર છે, તેમ તે પણ નિર્ચાપાર છે. અને જે નિર્ચાપાર હોય તેને તમે કારણ માનો જ છો. પૂર્વપક્ષ :- જવા દો એ વાત. સ્વભાવ કારણ બન્યા વિના જ કાર્યને ઉત્પન્ન કરે છે, એમ અમે માનશું. ઉત્તરપક્ષ :- ના, કારણ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થઈ શકે. જો કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી હોય, કાર્યોત્પાદમાં કોઈની અપેક્ષા ન હોય, તો કારણાભાવ તો સદા સમાનરૂપે જ છે, તેથી એક સાથે સમગ્ર વિશ્વની વૈકાલિક બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ જશે, એવી આપત્તિ આવશે. વળી જેનું કોઈ કારણ ન હોય, તેવું તો કોઈ હોતું જ નથી. અર્થાત્ જેનું કારણ ન હોય તે અસતું હોય છે. માટે જો કારણ વિના પણ ઉત્પત્તિ થઈ શકતી હોય તો સસલાના શિંગડાની પણ ઉત્પત્તિ થઈ જશે, કારણ કે તે અસત્ છે. વળી જે નિર્દેતુક હોય = જેનું કોઈ કારણ ન હોય, તે
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy