SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ कर्मसिद्धिः कारणम् । कोकिलरक्षणे तु कोकिलस्यैव दीर्घजीवनं हेतुः । ब्रह्मदत्तस्यान्धत्वे तु चक्षुर्दर्शनावरणस्य तीव्रोदयत्वं कारणम्, द्विजगोपालौ तु तद्व्यञ्जकाविति नियतेः निराकृतत्वेन यत् सजातीयविजातीयव्यावृत्तस्वभावानुगतेनैव रूपेण प्रादुर्भावत्वं नियतिकृतप्रतिनियतधर्मोपश्लेषत्वं वा हेतुत्वेनोपन्यस्तं तत् तीक्ष्णशस्त्रोपहतानां जीवनमरणाभ्यां व्यभिचारी, अस्माकं त्वायुःकर्मणो न्यूनाधिकत्वं तयोः कारणम्, नान्यत् किमपीति । तदेवं दण्डादिदृष्टकारणेषु सत्स्वपि घटोत्पादे ऽनुत्पादे च भोक्तुरदृष्टं कारणम्, दण्डादिदृष्टकारणं तु तद्व्यञ्जकमिति । तदुक्तं मलयगिरिपादैः धर्मसङ्ग्रहणीवृत्ती 'घटादीनामपि तदुपभोक्तृदेवदत्तादिकर्मपरिपाकसामर्थ्यादेव तैलाद्युपઆયુષ્યકર્મનો ક્ષય કારણભૂત છે. કોયલના રક્ષણમાં કોયલનું દીર્ઘ જીવન જ કારણ છે. બ્રહ્મદત્તના અંધપણામાં રાક્ષદર્શનાવરણીય કર્મનો તીવ્ર ઉદય કારણ છે, બ્રાહ્મણ અને ગોવાળિયો તો તે ઉદયના ભંજક છે. આ રીતે નિયતિનું નિરાકરણ કર્યું છે. માટે પૂર્વે - સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત સ્વભાવાનુગત એવા રૂપથી પ્રાદુર્ભાવપણું કે નિયતિ વડે કરાયેલા પ્રતિનિયત ધર્મના સંસર્ગપણું હેતુ તરીકે રજુ કર્યું હતું, તે તીક્ષ્ણ શસ્ત્રથી ઉપઘાત પામેલી વ્યક્તિઓના જીવનમરણથી વ્યભિચારી છે. કારણ કે તેના કારણભૂત તરીકે ઈષ્ટ એવી નિયતિની હેતુતાનું નિરાકરણ થઈ ચૂક્યું છે. અમારા મતે તો આયુષ્યકર્મ ન્યૂન હોય તો મરણ થાય છે અને અધિક હોય તો જીવન થાય છે. એમાં બીજું કોઈ કારણ નથી. આ રીતે દંડ વગેરે પ્રત્યક્ષ કારણો હોવા છતાં પણ ઘડાનો ઉત્પાદ થાય છે કે ઉત્પાદ ન થાય તેમાં ઉપભોક્તાનું કર્મ કારણ છે. દંડાદિ પ્રત્યક્ષ કારણ તો તેનું વ્યંજક છે. પૂજ્યશ્રી મલયગિરિસૂરિજીએ ધર્મસંગ્રહણીની ટીકામાં કહ્યું છે – ‘ઉપભોક્તા એવા દેવદત્ત વગેરેના કર્મના પરિપાકના સામર્થ્યથી જ ७३ ધર્મસિદ્ધિ भोगसम्भवात्, समानमृदाद्युपादानानां समानकुम्भकारादिकर्तृकाणां समानस्थानस्थितानां समानतैलाद्याधेयानां समानविनाशहेतूपनिपातानामपि केषाञ्चिदेव भङ्गभावात् । यदि पुनरुपभोक्तृदेवदत्तादिकर्मपरिपाकसामर्थ्यात् घटादीनां न तथा तैलाद्युपभोग इष्यते तर्हि सर्वेषां युगपद् विनाशो भवेत्, न केषाञ्चिदेव तद्धि बन्धककारणान्तराभावात् । तस्मात् घटादीनामपि उपभोक्तृदेवदत्तादिकर्मविपाकसामर्थ्यसमुद्भवो विचित्रतैलाद्युपभोगः” તા ७४ एवं मुद्गपक्तौ गजभुक्तकपित्थे नालिकेराम्भसि चादृष्टमेव कारणम्, तदुक्तं प्रागपि ઘટ વગેરેનો પણ તેલાદિઉપભોગ સંભવે છે. જેમનું માટી વગેરે ઉપાદાનકારણ સમાન છે, જેના કુંભાર વગેરે કર્તા પણ સમાન છે, જે સમાન સ્થાને રહેલા છે, જેમના તેલ વગેરે આધેયો પણ સમાન છે, જેમને વિનાશક હેતુઓનો ઉપનિપાત પણ સમાનરૂપે થાય છે, તેવા પણ ઘડા વગેરે પદાર્થોમાં કેટલાક જ ભાંગે છે. ઉપરોક્ત બધી જ બાબતો સમાન હોવા છતાં અમુક ભાંગે અને અમુક ન ભાંગે, તેમાં તેના ઉપભોક્તાનું કર્મ જ કારણભૂત કહી શકાય. જો ઉપભોક્તા એવા દેવદત્ત વગેરેના કર્મના પરિપાકના સામર્થ્યથી ઘટ વગેરેનો તેવો તેલ આદિનો ઉપભોગ ન માનો, તો તે બધા ઘડા વગેરેનો એક સાથે વિનાશ થવો જોઈએ, કેટલાકનો જ વિનાશ થાય એવું ન થવું જોઈએ. કારણ કે તેમના વિનાશમાં પ્રતિબંધક એવું બીજું કોઈ કારણ નથી. માટે ઘટ વગેરેનો પણ ઉપભોક્તા એવા દેવદત્ત વગેરેના કર્મવિપાકના સામર્થ્યથી વિચિત્ર એવો તેલ વગેરેનો ઉપભોગ થાય છે.’ એ જ રીતે મગનો પાક, નાળિયેર પાણી અને હાથીએ ખાધેલ કોઠાના ફળમાં કર્મ જ કારણ છે. આ વસ્તુ પૂર્વે પણ કહી છે – ‘તેના કર્મની વિધુરતા હોય, તો મગનો પાક પણ દેખાતો નથી.
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy