SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ · कर्मसिद्धिः कारणजन्यः स्यात्तदा पटः एव स्यात्, घटजनकं यदि पटं न जनयेत् तर्हि पटजनकात् भिद्येत्' इति न्यायात् नियतेः विचित्रताभ्युपगमनीया स्यात्, न चेष्टापत्तिः कर्तुं शक्यते, जलत्वेन समानस्यापि जलस्याकाशपतनानन्तरमूषरेतरभूसम्बन्धमन्तरेण यथा न भवति भेद:, तद्वत्प्रतिनियतकार्यजनकनियतेरप्यन्यभेदकमन्तरेण विचित्रतायाः अघटमानत्वात्, मन्यस्व तर्हि तद्भेदकोऽप्यन्यः नः का क्षतिरिति चेत् ? कर्तृत्वं विहाय नान्या कापि, तथा च नियतेः कर्तृत्वसिद्धान्तो व्याहन्यते । ઉત્પન્ન થતો હોય, તો ઘટ એ પટ જ થઈ જશે. ઘટને ઉત્પન્ન કરનારું કારણ જો પટને ઉત્પન્ન ન કરે તો તે પટોત્પાદક કારણથી ભિન્ન ઠરે છે.' આ રીતે ઘટ અને પટ બંનેને ઉત્પન્ન કરનારી નિયતિ એકરૂપ ન જ હોઈ શકે. તેથી નિયતિની વિચિત્રતા માનવી પડશે. પૂર્વપક્ષ :- માની લેશું, એમાં અમને શું વાંઘો છે ? ઉત્તરપક્ષ :- વાંધો તમને એ આવશે કે નિયતિની વિચિત્રરૂપતામાં તમારે કોઈ નિયામક તત્ત્વ માનવું પડશે. જેમ આકાશમાંથી પડતા પાણીમાં જલપણું તો સમાનરૂપે જ રહેલું છે. નીચે પડ્યા પછી ઉપર, ફળદ્રુપ વગેરે ધરતીનો સંબંધ થાય તેના સિવાય તેમાં ભેદ હોતો નથી. એ સંબંધ જ તે જળમાં ભેદ ઉત્પન્ન કરે છે. તે રીતે પ્રતિનિયત - જુદા જુદા પ્રકારોના - વિચિત્ર કાર્યોને ઉત્પન્ન કરનાર નિયતિમાં પણ બીજો કોઈ ભેદક ન હોય, તો તેની વિચિત્રતા ઘટી ન શકે. ઘટોત્પાદક નિયતિ અને પોત્પાદક નિયતિમાં ભેદ તો માનવો જ પડશે. અન્યથા ઘટ અને પટ એક થઈ જશે. પણ નિયતિમાં એ ભેદ પાડનાર કોઈ તત્ત્વ તો માનવું પડશે ને ? પૂર્વપક્ષ :- હા ભાઈ હા, અન્ય ભેદક તત્ત્વ પણ માની લો, એમાં અમારું શું બગડી જવાનું છે ? ઉત્તરપક્ષ :- હા, કર્તૃત્વ સિવાય કાંઈ બગડી જવાનું નથી. આ રીતે તો નિયતિ જ કર્તા છે એ સિદ્ધાન્ત ઉડી જાય છે. વળી તે ६७ ધર્મસિદ્ધિઃ तद्भेदकस्यापि कर्तुत्वमनुपपन्नम् उक्तपक्षद्वयोक्तदोषावस्यात् । अपि च भेदकस्य वा विचित्रतत्यभेदकत्वरूपकार्यान्यवानुपपत्त्या विचित्रताभ्युपगम्यते । ननु तर्हि तस्यापि विचित्रता न तदन्यभेदकमन्तरेण, तथा च सत्यनवस्था। नाप्यन्यतः, नियतिमन्तरेणान्यस्यानभ्युपगमात् । तद्व्यक्तिनिरूपितनियतित्वेन तद्व्यक्तिजनकत्वमित्यपि न प्रेर्यम्, तन्नियतिजन्यत्वेन तद्व्यक्तित्वसिद्धिः तद्व्यक्तित्वसिद्धौ च तद्व्यक्तिनिरूपितत्वेन ભેદકની કર્તૃતા પણ ઘટતી નથી. કારણ કે તે પણ નિયતરૂપ છે કે અનિયતરૂપ, એમ પૂર્વોક્ત બંને પક્ષમાં કહેલા દોષો ઉભા જ રહે છે. વળી ભેદકની વિચિત્રરૂપતા શેનાથી થશે ? એ તો કહો. પૂર્વપક્ષ :- તેના સિવાયનું કોઈ અન્ય ભેદક છે, જે વિચિત્ર છે. તે પ્રથમ ભેદકને વિચિત્ર બનાવે છે, એ તેના કાર્યની વિચિત્રતા તેની પોતાની વિચિત્રતા વિના ન ઘટે, આ રીતે સ્વકાર્યની વિચિત્રતાની અન્યથાનુપપત્તિથી તેની પણ વિચિત્રતા સ્વીકારાય છે. ઉત્તરપક્ષ :- સરસ, તો તેની વિચિત્રતા પણ તેનાથી અન્યતૃતીય ભેદક વિના તો ન જ ઘટે ને ? આ રીતે અનવસ્થા થશે. જ ભેદકોનો અંત જ નહી આવે. વળી એ વિચિત્રતા કોઈ અન્યથી જ થાય છે. એવું પણ તમે નહીં કહી શકો, કારણ કે નિયતિ સિવાય કોઈને પણ તમે કર્તા માન્યો નથી, તેથી તમારા મતે તો વિશ્વમાં જે કાંઈ પણ કાર્ય થાય છે, તે નિયતિથી જ કરાયેલા છે. પૂર્વપક્ષ :- અમારા મતે આવી અનવસ્થા વગેરે કોઈ દોષ આવતા નથી. કારણ કે તે વ્યક્તિથી નિરૂપિત એવી નિયતિરૂપે તે વ્યક્તિની જનક બનશે. આ રીતે નિયતિ જેને ઉત્પન્ન કરશે, તે તે વ્યક્તિ દ્વારા જ વિચિત્રરૂપ ધારણ કરશે. ઉત્તરપક્ષ :- તે વ્યક્તિની સિદ્ધિ નિયતિનિરૂપિત જન્યત્વથી થશે. અર્થાત્ વ્યક્તિ તો તે નિયતિથી જ ઉત્પન્ન થવાની છે. અને ६८
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy