SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ -~~ર્મસિદ્ધિ – अथैकस्यापि कालस्य सर्वकार्यहेतुत्वे युगपत् सर्वकार्योत्पत्तिः, तत्तत्कार्ये तत्तदुपाधिविशिष्टकालस्य हेतुत्व उपाधीनामवश्यक्लृप्तत्वेन तेषामेव कार्यविशेषे हेतुत्वमुचितम्, किमजागलस्तनकल्पेन कालेनेति चेत् ? अत्र नव्या क्षणरूपः कालोऽतिरिक्त एव, न च स्वजन्य પૂર્વપક્ષ :- જો એક કાળ જ બધા કાર્યોનો હેતુ થઈ જાય, તો એક સાથે સર્વ કાર્યોની ઉત્પત્તિ થઈ જવાની આપત્તિ આવશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે અમે સામાન્યથી કાળને હેતુ નથી માનતા, પણ તે તે કાર્યોમાં તે તે ઉપાધિથી વિશિષ્ટ કાળને હેતુ માનીએ છીએ, પ = સમીપં થીયર્ન- પ્તિ પથિ: જે કાર્યોત્પત્તિના ઘટક તરીકે પાસે રહેલા હોય તે ઉપાધિ. જેમ કે ઘટની ઉત્પત્તિમાં કાળ કારણ છે ખરો, પણ તે સામાન્ય કાળ નહીં, પણ દંડ, ચક્ર, માટીનો પિંડ વગેરે ઉપાધિઓથી વિશિષ્ટ એવો કાળ કારણ બને છે. કાળથી એક સાથે સર્વ કાર્યોની ઉત્પત્તિની આપત્તિ તો જ આવે જો સામાન્ય કાળને હેતુ માનીએ. કારણ કે સામાન્ય કાળ હંમેશા હોય જ છે. પણ ઉપરોક્ત ઉપાધિઓથી વિશિષ્ટ કાળને હેતુ માનીએ તો એ આપત્તિ નહીં આવે, કારણ કે તે કાળ તો કાર્યોત્પત્તિ સમયે જ હોય છે. પૂર્વપક્ષ - આ રીતે ઉપાધિવિશિષ્ટકાળને હેતુ માનો છો તેમાં ઉપાધિઓને તો તમારે અનિવાર્યરૂપે સ્વીકારવી જ પડે છે, તો એના કરતા ઉપાધિઓને જ તે તે કાર્યોમાં હેતુ માનો એ ઉચિત છે. આ રીતે કાળ હેતુ રહેતો નથી, તેથી બકરીના ગળા પરના સ્તનની જેમ નકામો છે. જેમ એ સ્તન દૂધ આપતો નથી, તેમ કાળ પણ કોઈ વસ્તુને ઉત્પન્ન કરતો નથી. ઉતરપક્ષ :- અહીં નવ્ય કાળવાદીઓ આ રીતે ઉત્તર આપે છે. - સામાન્ય કાળને હેતુ માનતા એક સાથે સર્વ વસ્તુઓ ઉત્પન્ન થઈ જવાની આપત્તિ આવે છે. અને ઉપાધિવિશિષ્ટ કાળને હેતુ માનતા - - विभागप्रागभावावच्छिन्नकर्मणः तथात्वमिति वाच्यम्, विभागे तदभावापत्तेः, पूर्वसंयोगावच्छिन्नविभागस्य तथात्वमित्यपि न वक्तव्यम्, अननुगमादिति । तत्क्षणवृत्तिकार्ये तत्पूर्वक्षणवृत्तित्वेन कालस्य हेतुत्वम्, तत्क्षणस्य ઉપાધિઓ જ કારણ બની જવાની આપત્તિ આવે છે. તેથી અમે એવો રસ્તો કાઢીએ છીએ કે બેમાંથી એક પણ આપત્તિ ન આવે. અમે ક્ષણરૂપ કાળને અતિરિક્ત જ માનશું. તે જ કાર્યનો હેતુ બનશે. પૂર્વપક્ષ :- ક્ષણને અતિરિક્ત કેમ માનો છો ? ક્ષણને અમે કાળની ઉપાધિ માનશું, અને તેનું આવું નિર્વચન કરશું – સ્વજન્ય વિભાગના પ્રાગભાવથી વિશિષ્ટ કર્મ એ જ ક્ષણ છે. ઉત્તરપક્ષ :- આવું ન માની શકાય. કારણ કે જ્યારે વિભાગ ઉત્પન્ન થશે, ત્યારે ઉપરોક્ત વિશેષણથી વિશિષ્ટ કર્મનો અભાવ થઈ જશે. કારણ કે વિભાગ ઉત્પન્ન થતા જ તેનો પ્રાગભાવ નષ્ટ થઈ જશે. તેથી પ્રાગભાવથી વિશિષ્ટ કર્મ જ નહીં રહે, અને પરિણામે ક્ષણનો પણ અભાવ થઈ જવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- તે સમયે ઉક્ત પ્રાગભાવવિશિષ્ટ તે કર્મ ભલે ન હોય પણ બીજ કર્મ તો હશે ને તેથી સ્વજન્ય વિભાગના પ્રાગભાવથી વિશિષ્ટ એવું અન્ય જે કર્મ હશે, તેના દ્વારા ક્ષણનું અસ્તિત્વ સિદ્ધ કરી દઈશું. બસ ? ઉત્તરપક્ષ :- શું ધુળ બસ ? આ રીતે તો ક્ષણ શબ્દની કોઈ અનુગતાર્થતા જ નહીં રહે. ઘડીકમાં આ કર્મ ક્ષણ હશે અને ઘડીકમાં પાર્ટી છોડી દેશે ને બીજું કર્મ ક્ષણ બની જશે. આ રીતે તો નિયતતાના અભાવે ક્ષણ તેનું અસ્તિત્વ ગુમાવી દેશે. માટે એવું માનવું જરૂરી છે કે ક્ષણ સ્વતંત્ર કાળ છે. ક્ષણને સ્વતંત્ર કાળ માની લઈએ એટલે એવો કાર્યકારણભાવ સિદ્ધ થાય છે કે, તે ક્ષણમાં વૃત્તિ ધરાવતા-રહેતા કાર્ય પ્રત્યે તે ક્ષણની પૂર્વ ક્ષણમાં વૃત્તિવાળા
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy