SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ *ર્મસિદ્ધિઃ तथा चोक्तम् रमाराज्यभ्रंशः स्वजनविरहः पुत्रमरणम्, प्रियाणां च त्यागो रिपुबहुलदेशे च गमनम्। हरिश्चन्द्रो राजा वहति सलिलं प्रेतसदने, भवस्था तस्यैषा अहह ! विषमाः कर्मगतयः ॥ १ ।। नीचैर्गोत्रावतारश्चरमजिनपतेर्मल्लिनाथेऽबलात्वमान्ध्यं श्रीब्रह्मदत्ते भरतनृपजयः सर्वनाशश्च कृष्णे । निर्वाणं नारदेऽपि प्रशमपरिणतिः स्याच्चिलातीसुते वा, त्रैलोक्याश्चर्यहेतुर्जयति विजयिनी कर्मनिर्माणशक्तिः ।। अन्यैरपि “ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासङ्कटे । અન્યત્ર પણ કહ્યું છે – લક્ષ્મી અને રાજ્ય ગુમાવી દીધા, સ્વજનોનો વિયોગ થયો, પુત્રનું મરણ થયું, પ્રિયાનો ત્યાગ થયો, ઘણા શત્રુઓવાળા દેશમાં ગમન થયું, આટલું ઓછું હોય, તેમ હરિશ્ચન્દ્ર રાજા સ્મશાનમાં પાણી વહન કરે છે. તેની સાંસારિક કર્મગતિઓ કેટલી વિષમ છે. પ્રભુ વીર નીચ ગોત્રમાં અવતર્યા, મલ્લિનાથ ભગવાન સ્ત્રીપણું પામ્યા, બ્રહ્મદત્ત ચક્રવર્તી આંધળો થયો, ભરતચક્રીનો પણ બાહુબલિ દ્વારા પરાજય થયો, શ્રીકૃષ્ણનો સર્વનાશ થયો. નારદનું પણ નિર્વાણ થયું, ચિલાતીપુત્રમાં પણ પ્રશમની પરિણતિ થઈ. ખરેખર, ત્રણે લોકને આશ્ચર્ય કરાવનારી એવી કર્મનિર્માણ શક્તિ જય પામે છે. અન્યોએ પણ કહ્યું છે – જેણે બ્રહ્માંડરૂપી ભાજનના મધ્યમભાગે બ્રહ્માને કુંભારની જેમ નિયુક્ત કરી દીઘો, જેણે વિષ્ણુને દશ ર્મસિદ્ધિઃ रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं सेवते, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ।।१।। ” बौद्धरपि “इत एकनवतितमे कल्पे, शक्त्या में पुरुषो हतः । તેન વિપાન, પાટે વિદ્ધોસ્મિ મિક્ષવઃ !||૧||” इत्यादिनेदं दरीदृश्यमानं विश्ववैचित्र्यं कार्यवैचित्र्यनिर्वाहकविचित्रशक्तियुक्तकर्मकृतमेव स्फुटतया निश्चीयते । ननु मनुष्यत्वपशुत्वादिविश्ववैचित्र्यं प्राग्भवीयमनुष्यत्वादिगत्युत्पादकक्रिययैवोपपाद्यतां किमन्तर्गडुना कर्मणेति चेत् ? न स्वाधिकर અવતારથી ગહન મહા સંકટમાં નાખી દીધો, જેનાથી શંકર કપાલરૂપી પાણિપુટકમાં ભીખ માંગતો ફરે છે, જેનાથી સૂરજ હંમેશા આકાશમાં ભમતો રહે છે, તે કર્મને નમસ્કાર થાઓ. બૌદ્ધોએ પણ કહ્યું છે - આ જન્મથી માંડીને ૯૧ માં જન્મમાં મેં છરીથી પુરુષને હણ્યો હતો. હે ભિક્ષુઓ ! તે કર્મના વિપાકથી હું પણ પગે વીંધાયો છું. આવા વચનોથી સ્પષ્ટરૂપે નિશ્ચય થાય છે, કે જે વિશ્વની વિચિત્રતા દેખાય છે, તે કાર્યવૈચિત્ર્યનો નિર્વાહ કરનાર અને વિચિત્ર શક્તિથી યુક્ત એવા કર્મથી જ કરાયેલું છે. પૂર્વપક્ષ :- મનુષ્યપણું, પશુપણું વગેરે જે જગતની વિચિત્રતા છે, તેની સંગતિ તો પૂર્વભવની મનુષ્યપણું વગેરે ગતિને ઉત્પન્ન કરનારી ક્રિયાથી જ થઈ જાય છે. તો પછી વચેટિયા નકામા કર્મને માનવાની શું જરૂર છે ? ઉત્તરપક્ષ :- ના, કારણ કે ક્રિયા તો પૂર્વભવમાં હતી અને મનુષ્યપણું વગેરે વિચિત્રતા તો વર્તમાનમાં છે. કારણ જે કાળમાં રહેલું છે જે ક્ષણે વર્તમાન છે, તે જ ક્ષણે કાર્યને ઉત્પન્ન કરી શકે
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy