SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હ પર્તુરિનિર્વેવમ્ - अपि चधैर्य ध्वंसयति श्रियं कवलयत्युन्मादयत्यान्तरं, पादे पातयति प्रयच्छति रतस्यान्ते च कुत्सामलम् । औन्निद्रयं कुरुते विभाजयति च प्राणोपमैर्बन्धुभिः, सन्धत्ते जरसा युवानमपि तन्नारी क्व नारीयति ?।।१४।। भानुमती - हा ! कहिं गताई ताई ताई परप्परपरवसदाएविलसिदाई ? રના – प्रेयानेष ममागतः प्रियतमेयं मे पुरो वर्तते, दृष्टिः पङ्कजवृष्टिरस्य विसरत्यस्याः स्मितं चामृतम्। प्रेमैतदृढमावयोरिह दवप्रायो वियोगो मना - વૈરાગ્યોપનિષદ્ સુખનું કારણ નથી, પણ ભયાનક દુઃખોનું જ કારણ છે. એટલું જ નહીં – શ્રી ઘેર્યનો વિધ્વંસ કરે છે. લક્ષ્મીનો કોળિયો કરી જાય છે. અંતરમાં ઉન્માદ કરે છે. પોતાના પગે પડાવે છે. તેની સાથે રમણ કર્યા બાદ છેવટે અત્યંત જુગુપ્સા ઉપજાવે છે. ઉજાગરા કરાવે છે. પ્રાણયારા બાંધવોથી વિખૂટા પાડી દે છે. યુવાનને પણ ઘડપણ લાવી દે છે. તે નારી કઈ બાબતમાં શત્રુ જેવી નથી ? ભાનુમતી :- હાય... આપણે પરસ્પર પરવશ થઈને જે વિલાસો કર્યા હતાં, તે કયાં ગયા ? રાજા :- આ મારો પ્રિયતમ આવી ગયો, આ મારી સામે મારી પ્રિયતમા છે. તેની દષ્ટિ જાણે કમળોની વૃષ્ટિ છે. તેણીનું મિત જાણે અમૃતની વર્ષા કરે છે. આવો આપણો દટ પ્રેમ હતો અને તેમાં જે થોડો પણ વિયોગ થયો હતો તે દાવાનળ જેવો હતો. અને આ १. हा ! कुत्र गतानि तानि तानि परस्परपरवशताया विलसितानि ? - મસ્તૃહરિનિર્વે મ્ ા गेते नाशविपाकिनस्तरुणिमव्याधेर्महोपद्रवाः ।।१५।। देवतिलका - राजन् ! कथं यौवनं व्याधिरिति युज्यते ? રાના - શ્રયતામ્ कामं दुर्विषहज्वरं जनयति व्याघूर्णयत्यक्षिणी, गात्राण्यूरुनितम्बगण्डहृदयान्युच्छूनयत्युल्बणम्। तां तां दुर्विकृतिं करोति सुहृदो गाढं व्यथन्ते यया, व्याधिविनमात्मनाशनियतः के ते ग्रहण्यादयः ।।१६।। भानुमती - (संवरणमभिनीय नेपथ्याभिमुखम् ।) हज्जे वासन्तिए, उआणेहि कुमारं तं अग्गदो कदुअ अज्जउत्तस्स मोहं अवणइस्सम् । - વૈરાગ્યોપનિષદ્ – બધાનું ફળ છે વિનાશ. યૌવન એ જ વ્યાધિ છે, તેમાં આ બધા મોટા ઉપદ્રવો છે. દેવતિલક :- રાજન્ ! યૌવન એ વ્યાધિ શી રીતે હોઈ શકે ? રાજા :- સાંભળો, યૌવન કામરૂપી જ્વરને ઉત્પન્ન કરે છે, જેને સહન કરવો દુ:શક્ય હોય છે. યૌવન આંખોને ભમાવીને જાણે તમ્મર લાવી દે છે. સાથળ, નિતંબ, ગાલ, હૃદય વગેરે અંગોને ઉત્કટ રીતે પીડિત કરે છે. યૌવન તો તે તે ગંદી વિકૃતિઓને ઉત્પન્ન કરે છે કે જેનાથી સજ્જનો અત્યંત વ્યથા પામે છે. મંત્રીશ્વર ! યૌવન એ એક એવો વ્યાધિ છે, જેમાં અવશ્ય આત્માનો વિનાશ થાય છે. લોકપ્રસિદ્ધ સંગ્રહણી વગેરે રોગો તો તેની સામે કાંઈ જ નથી. ભાનુમતી :- (થોડું સંકોચાઈને નેપથ્ય તરફ) અરે વાસત્તિકા ! કુમારને અહીં લઈ આવ. તેને આગળ કરીને હું આર્યપુત્રના મોહને દૂર કરી દઈશ. १. हज्जे वासन्तिके, उपानय कुमारं तमग्रतः कृत्वार्यपुत्रस्य मोहमपनेष्यामि ।
SR No.009610
Book TitleBhartuhari Nirvedam
Original Sutra AuthorN/A
AuthorHarihar Upadhyaya
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages44
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size467 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy