SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ५१ આ સિવાય જ્યોતિષગ્રંથ નામે આરંભસિદ્ધિ, સંસ્કૃત નેમિનાથચરિત, ૪-૫ ષડશીતિ અને કર્મસ્તવ એ બે કર્મગ્રંથો ઉપર ટિપ્પણ તથા સં. ૧૨૯૯માં ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા પર ઉપદેશમાલાકર્ણિકા નામની ટીકા ધોળકામાં રચી પૂર્ણ કરેલ છે. (ઉદયપ્રભસૂરિષ્કૃત શબ્દબ્રહ્મોલ્લાસ અપૂર્ણ-૪૬ ગાથા ખેતરવસી ભંડાર-પાટણમાં છે.) વસ્તુપાલસંબંધી સમકાલીન સાહિત્ય : [૧-૩] ચૌલુક્યકુલકવિ સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી (સં. ૧૨૮૨ આસપાસ) અને તેના બીજો ગ્રંથ નામે સુરથોત્સવનો છેલ્લો સર્ગ તથા ઉલ્લાઘરાઘવના દરેક સર્ગનો છેલ્લો શ્લોક, [૪-૫] સોમેશ્વરકૃત ગિરનારના તેમજ આબુના મંદિરોમાં કોતરેલી એમ બે વસ્તુપાલ પ્રશસ્તિઓ સં. ૧૨૮૮, [૬] અરિસિંહકૃત સુકૃતસંકીર્તન (સં. ૧૨૮૫ આસપાસ), [૭-૮] જયસિંહકૃત હમીરમદમર્દનનાટક તથા વસ્તુપાલપ્રશસ્તિકાવ્ય, [૯-૧૦] ઉદયપ્રભસૂરિકૃત પ્રસ્તુત ધર્માભ્યુદયનામનું ૧૫ સર્ગનું મહાકાવ્ય તથા સુકૃતકીર્તિકલ્લોલિની કાવ્ય. આ બધાં મંત્રીની સત્તા અને કીર્તિનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો તે સમયે એટલે સં. ૧૨૮૬૮૮ પહેલાં રચાયાં છે. ત્યારપછીના તેના જીવનનો અહેવાલ કોઈએ આપ્યો નથી. [૧૧] બાલચંદ્રસૂરિએ સં. ૧૨૯૬ પછી વસંતવિલાસ કાવ્ય રચ્યું છતાં તેમાં પણ પછીના તેના જીવનનો વૃત્તાંત નથી વસ્તુપાલ થઈ ગયા પછીનું સાહિત્ય : [૧૨] મેરુતુંગકૃત પ્રબંધચિંતામણિ સં. ૧૩૬૧, [૧૩] જિનપ્રભકૃત તીર્થકલ્પ સં. ૧૩૬૪-૧૩૮૯, [૧૪] રાજશેખરકૃત ચતુર્વિશતિપ્રબંધ સં. ૧૪૦૫, [૧૫] જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર સં. ૧૪૯૭ કે જે ૧ને ૧૪ને અનુસરે છે, છતાં તેમાં ઘણી નવી અને ઉપયોગી માહિતી છે. ભાષાની કૃતિઓ :- [૧૬] વસ્તુપાલરાસ હીરાનંદસૂરિષ્કૃત સં. ૧૪૮૪, [૧૭] લક્ષ્મીસાગરસૂરિષ્કૃત (પ્રાયઃ સં. ૧૫૪૮), [૧૮] પાર્શ્વચંદ્રકૃત (પ્રાયઃ સં. ૧૫૫૫), [૧૯] સમયસુંદરકૃત સં. ૧૬૮૨ (૬), [૨૦] મેરુવિજયકૃત સં. ૧૭૨૧. વસ્તુપાલ સંબંધીના લેખોમાં સુકૃતસંકીર્તન, વસતંવિલાસ, હમીરમદમર્દન, નરનારાયણાનંદ એ ચારે પર સ્વ. સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ.ની વિદ્વત્તાયુક્ત અંગ્રેજી પ્રસ્તાવનાઓ, કીર્તિકૌમુદીના ગૂ.ભા.ની સ્વ. વલ્લભજી આચાર્યની પ્રસ્તાવના, રાસમાલા (ફોર્બ્સકૃત), વીરાત્ ૨૪૩૭નો જૈનપત્રનો ખાસ અંકમાનો ઝવેરી જીવણચંદ સાકરચંદનો ‘વસ્તુપાળ ૭. નેમિનાથચરિત્રના પ્રસંગમાં ઉદયપ્રભની જે સ્વતન્ત્ર રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સ્વતંત્ર નથી, પરંતુ અહીંથી ઉદ્ભુત અને અલગ પ્રકાશિત રચના છે. [જૈ.સા.‰.ઈ. નવી ગુજરાતી આવૃત્તિ પૃ. ૨૫૮ ટિપ્પણી/૨]
SR No.009540
Book TitleDharmabhyudaya Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages515
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy