SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય આ મહાકાવ્યની રચના નાગેન્દ્રગચ્છના પરમપૂજ્ય આચાર્ય ઉદયપ્રભસૂરિમહારાજે પોતાના પરમભક્ત, શ્રાવકશ્રેષ્ઠ, ઇતિહાસપ્રસિદ્ધ, ગૂર્જર મહામાત્ય વસ્તુપાલે કરેલા ધર્મના ‘અભ્યદય' કાર્યને ઉદ્દેશીને કરી છે તેથી આ ગ્રંથનું મુખ્ય નામ “ધર્માભ્યદયમહાકાવ્ય” એવું રાખવામાં આવેલ છે. વસ્તુપાલ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા માટે જે ભવ્ય સંઘો કાઢ્યા હતા અને તે સંઘોના સંઘપતિરૂપે તેમણે એ તીર્થયાત્રા દરમ્યાન જે ઉદારદ્રવ્યવ્યય કર્યો હતો તેને લક્ષીને આ ગ્રંથનું બીજું નામ સંઘપતિચરિત’ એવું પણ આપવામાં આવ્યું છે. ૧. સંપાદકીય આ લખાણમાં કેટલુંક લખાણ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ગુજરાતી આવૃત્તિ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્તનો ઇતિહાસ નવી આવૃત્તિમાંથી સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે. મહાયાત્રા - સર્વમળી વસ્તુપાલે ૧૩ યાત્રા કરી. પોતાના પિતા સંઘપતિ આશારાજ સાથે સં. ૧૨૪૯ અને સં. ૧૨૫૦માં શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી. પોતે સંઘપતિ બની સપરિવાર બંને તીર્થોની યાત્રા સં. ૧૨૭૭, ૧૨૯૦, ૧૨૯૧, ૧૨૯૨ અને ૧૨૯૩માં કરી અને તે ઉપરાંત એકલા શત્રુંજય તીર્થની યાત્રા સપરિવાર સં. ૧૨૮૩, ૧૨૮૪, ૧૨૮૫, ૧૨૮૬, ૧૨૮૭, ૧૨૮૮ અને ૧૨૮૯માં કરી. પોતાના મૃત્યુ પહેલાં જે શત્રુંજયની મહાયાત્રા કરી તેનું વર્ણન વસંતવિલાસના ૧૩માં સર્ગમાં કરેલું છે ને છેવટની તેરમી યાત્રાપ્રયાણનું ટૂંક વર્ણન તેના છેલ્લા સર્ગમાં આપ્યું છે. માર્ગમાં સં. ૧૨૯૬ના માઘમાસની પંચમતિથિ રવિવારે સ્વર્ગમગમન કર્યું. યાત્રાનું સવિસ્તર વર્ણન ઉદયપ્રભસૂરિના ધર્માભ્યદયકાવ્ય અપરનામ સંઘપતિચરિતમાં મળશે. [જૈ.સા.સ.ઈ. નવી આવૃત્તિ પેરા પ૨૯ | પૃ. ૨૪૫] ૩. આ કૃતિને સંઘપતિચરિત્ર પણ કહેવામાં આવે છે. તેમાં ૧૫ સર્ગ છે અને આખી કૃતિનું પરિમાણ પ૨૦૦ શ્લોકપ્રમાણે છે. આ કથાકાવ્યમાં મહામાત્ય વસ્તુપાલે કાઢેલી સંઘયાત્રાને નિમિત્ત બનાવી ધર્મના અભ્યદયને દર્શાવનારી અનેક ધાર્મિક કથાઓ સંગ્રહ કરવામાં આવ્યો છે. તેના પ્રથમ સર્ગમાં વસ્તુપાલની વંશપરંપરાનું વર્ણન છે તથા વસ્તુપાલના મંત્રી બનવાનો નિર્દેશ છે તથા પંદરમાં સર્ગમાં વસ્તુપાલની સંઘયાત્રાનું ઐતિહાસિક વિવરણ છે, તેથી આ કાવ્યને “સંઘપતિચરિત’ નામ પણ આપવામાં આવ્યું છે. [જૈ.સા.સ.ઈ. નવી ગુજરાતી આવૃત્તિ પૃ. ૨૫૮]
SR No.009540
Book TitleDharmabhyudaya Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages515
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy