SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું માહાત્મ્ય !! " धर्म्माज्जन्म कुले कलङ्कविकले, जातिः सुधर्म्मात्परा, धर्मादायुरखण्डितं गुरुबलं धर्म्माच्च नीरोगता । धर्म्माद्वित्तमनिन्दितं, निरूपमा भोगाः सुकीर्त्तिः सुधीः, धर्म्मादेव च देहिनां प्रभवतः स्वार्गपवर्गावपि " ॥ ‘‘ધર્મથી કલંક રહિત એવા કુળમાં જન્મ થાય છે, ધર્મથી શ્રેષ્ઠ એવી જાતિ પ્રાપ્ત થાય છે, ધર્મથી અખંડ (દીર્ઘ) આયુ અને દીર્ઘ બળ પ્રાપ્ત થાય છે, ધર્મથી નિરોગીપણું મળે છે, ધર્મથી અનિંદ્ય એવું દ્રવ્ય, નિરુપમ એવા ભોગ, સારી કીર્તિ અને સત્બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને ધર્મથી જ પ્રાણીઓને સ્વર્ગ અને અપવર્ગ જે મોક્ષ તે મળી શકે છે. વળી ‘ધર્મ ઉત્તમ મંગળરૂપ છે, મનુષ્યની અને દેવપણાની લક્ષ્મીની પ્રાપ્તિ કરાવનાર છે તેમજ મુક્તિને આપનાર છે, ધર્મ બંધુની જેમ પ્રતિદિવસ સ્નેહ કરે છે, કલ્પવૃક્ષની જેમ વાંચ્છિત પૂરે છે, સદ્ગુણની પ્રાપ્તિમાં ધર્મ ગુરુ જેવો છે, સ્વામીની જેમ રાજ્ય આપનાર ધર્મ છે, ધર્મ પિતાની જેમ પવિત્ર કરે છે અને વત્સલપણાથી માતાની જેમ પુષ્ટિ આપે છે.’’ પ્રસ્તુત ‘ધર્મકલ્પદ્રુમ’ ગ્રંથમાં દાન, શીયળ, તપ અને ભાવ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ સમજાવેલ છે અને દાનધર્મ ઉપર ચંદ્રયશારાજા અને ધર્મદત્તવણિની કથા વર્ણવેલ છે, શીલધર્મ ઉપર શ્રીરત્નપાલ અને શૃંગારસુંદરીની કથા વર્ણવેલ છે, તપધર્મ ઉપર શ્રીપુરુષોત્તમરાજાની કથા વર્ણવેલ છે અને ભાવધર્મ ઉપર ચંદ્રોદયરાજાની કથા વર્ણવેલ છે. દાન, શીલ, તપ અને ભાવધર્મ ઉપર આ ચાર બૃહત્કથા અંતર્ગત અનેક અવાંતર કથાઓ આલેખવામાં આવેલ છે. આ ગ્રંથની રચના પરમપૂજ્ય મુનિસાગરઉપાધ્યાયમહારાજના શિષ્ય પરમપૂજ્ય ઉદયધર્મગણિએ કરેલ છે. આ ધર્મકલ્પદ્રુમ’ ગ્રંથ ખરેખરો કલ્પવૃક્ષ સમાન છે. આ ગ્રંથની
SR No.009539
Book TitleDharmakalpadruma Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages405
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy