SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પ્રાસંગિકકથાઓ અને સુભાષિતોથી અલંકૃત આ કૃતિ ૪૨૪૮ શ્લોકમાં આગમગચ્છના મુનિસાગરઉપાધ્યાયના શિષ્યરત્ન ઉદયધર્મગણીએ રચેલ છે. પ્રસ્તુત ગ્રંથમાં દાનધર્મ, શીલધર્મ, તપોધર્મ અને ભાવધર્મ આ ચાર પ્રકારના ધર્મનું વર્ણન કરવામાં આવેલ છે અને ચારે પ્રકારના ધર્મ ઉપર એકેક કથા આલેખવામાં આવેલ છે, તેમજ તદંતર્ગત અનેક અવાંતરકથાઓ આપવામાં આવેલ છે. કથાઓ ખૂબ સુંદર રોચક શૈલિમાં તત્ત્વનો બોધ કરાવે તેવી છે. આ કૃતિ દેવચંદ્ર લાલભાઈ જૈનપુસ્તકોદ્વાર સંસ્થાએ વિ.સં. ૧૯૭૩માં પ્રકાશિત કરેલ હતી, પરંતુ તેમાં અશુદ્ધિઓ રહી ગયેલ હોવાથી પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજય ધર્મસૂરીશ્વરમહારાજના શિષ્યરત્ન પંન્યાસ શ્રીભક્તિવિજયમહારાજે આની શુદ્ધ લખેલી પુસ્તક મેળવીને શાસ્ત્રી જેઠાલાલ હિરભાઈ પાસે આનું સંશોધન કરાવીને જૈનધર્મપ્રસારકસભાએ વિ.સં. ૧૯૮૪માં આની બીજી આવૃત્તિ પ્રતાકારે પ્રકાશિત કરેલ છે. જૈનધર્મપ્રસારકસભા-ભાવનગરથી પ્રકાશિત થયેલ દ્વિતીયાવૃત્તિ પણ જીર્ણ થવા આવેલ હોવાથી આ ગ્રંથ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ સમજવા માટે બૃહત્કથાકોષ સહિત હોવાથી અત્યંત રોચક હોવાના કારણે આ ગ્રંથનું નવીનસંસ્કરણ પ્રકાશિત કરવા માટે અમારા ઉપકારી પરમપૂજ્ય સુવિશાલગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયગણિવર્યશ્રીના શિષ્યરત્ન હાલારના હીરલા પરમપૂજ્ય, આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસ શ્રીવજસેનવિજયજીમહારાજે પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ રામચંદ્રસૂરીશ્વરજીમહારાજના સામ્રાજયવર્તી તથા પ્રશાંતમૂર્તિ પ્રવર્તિની પૂજયસાધ્વીવર્યા શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રીચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને
SR No.009539
Book TitleDharmakalpadruma Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages405
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy