SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १४ ‘ધર્મકલ્પદ્રુમ’ નામનો ગ્રંથ રચું છું-તે નવપલ્લવયુક્ત ધર્મરૂપ કલ્પવૃક્ષનું અર્થાત્ ધર્મનું હું પ્રારંભમાં વ્યાખ્યાન કરું છું : ‘‘જીવદયા જેનું મૂળ છે, સદાચરણરૂપ કંદ છે, લજ્જારૂપી દઢ સ્તંભ છે, સર્બુદ્ધિરૂપી ત્વચા છે, દાન, શીલ, તપને ભાવરૂપ ચાર મુખ્ય શાખાઓ છે. વિચાર, આચાર ને વિનયરૂપ સેંકડો પ્રતિશાખાઓ છે. જીવાજીવાદિક નવ તત્ત્વો, જિનપૂજાદિ સક્રિયાઓ અને બાર ભાવનાઓરૂપી વિવિધ પત્રો છે, વિવેકાદિ ગુણના સમૂહરૂપ નવી કિસલયોનો સમૂહ છે, સદ્ગુળમાં જન્મ અને સ્વર્ગના સુખરૂપ જેના પુષ્પો છે અને એ પુણ્યરૂપ વૃક્ષનું ફળ મનુષ્યો મોક્ષનું અક્ષય સુખ પામે છે તે આગમમાં કહેલું છે. મિત્ર, પુત્ર, સ્ત્રી, બાંધવો, સ્વજનો, ધન અને ધાન્યતરૂપ ગૃહસ્થોને પ્રાપ્ત થતી તે વૃક્ષની શીતળ છાયા છે. મનશુદ્ધિરૂપ જળના પૂરથી જ તે વૃક્ષ સદા વૃદ્ધિ પામે છે, જે વૃક્ષ સર્વદા દીન અને અનાથ પ્રાણીઓરૂપ પક્ષીઓનું આશ્રયસ્થાન છે, જેના સ્વાદુ ફળોનું આસ્વાદન જીવો અનેક પ્રકારે કરે છે અને જે વૃક્ષની સાત ક્ષેત્રરૂપી દોષરહિત એવી શુદ્ધભૂમિ છે, ભો ભવ્યજીવો ! સાંભળો એ ધર્મરૂપ કલ્પવૃક્ષ દંભવર્જિત એવા મનને વિષે નિરંતર આદરપૂર્વક સેવવા યોગ્ય-ધારણ કરવા યોગ્ય છે. जीवाजीवादितत्त्वानि, जिनपूजादिकं पुनः । भावना द्वादशैवं च, पत्राणि विविधान्यपि ॥ विवेकादिगुणौघोऽस्य, नवीनः किसलोच्चयः । सज्जन्मस्वर्गसौख्यानि, यस्य पुष्पाणि भूतले ॥ अक्षयं सुखमाप्नोति, नरो मोक्षस्य यत्सदा । फलं पुण्यतरोरेतत्कथितं श्रीजिनागमे ॥ मित्रपुत्रकलत्राणि, बान्धवाः स्वजना धनम् । धान्यं चेति गृहस्थानां, छाया यस्य सुशीतला ॥ मनः शुद्धिपयः पूराद्, वृद्धिं गच्छति यः सदा । दीनानाथ विहङ्गानामाधारः सर्वदापि यः || यत्फलास्वादनं रम्यं, जीवाः कुर्व्वन्त्यनेकशः । सप्तक्षेत्रमयी शुद्धा, भूमिर्दोषविवर्जिता ॥ भो भव्याः ! श्रूयतां सम्यङ् - मानसे दम्भवज्जिते । ધર્મપદ્રુમ: સોયં, સેવનીય: સદ્દવરાત્'' । श्रेयः सौभाग्यमग्र्यं ललितयुवतयश्चित्रवस्त्राणि हारा, छत्रं चञ्चत्तुरङ्गा मदकलकरिणः काञ्चनं शुद्धगेहम् । सौख्यं लक्ष्मीः प्रभूता प्रवरकनकभाः शुभ्रकीर्तिश्च लोके, श्रद्धा सद्धर्ममार्गे भवति ननु फलं धर्मकल्पद्रुमस्य ॥ [ धर्मकल्पद्रुमः/ पल्लव/१ - श्लोक ३७ / ४७]
SR No.009539
Book TitleDharmakalpadruma Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages405
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy