SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 98 भुवनभानवीयमहाकाव्ये ગાથાની ચોથી કડી લઈને પૂજ્યશ્રીના ગુણવૈભવનું સંગીત ગાતી નવી ત્રણ કડીઓ સાથે તેને જોડી દીધી છે. પાદપૂર્તિકાવ્યનું ઔચિત્ય ન્યાયવિશારદવાર્તિકમાં સ્પષ્ટ કર્યું છે. ભક્તામરના લગભગ ૨૫ જેટલા અન્ય એક પાદપૂર્તિકાવ્યો પણ છે. પરિશિષ્ટમાં તેમનો પરિચય આપ્યો છે. ભુવનભાનુભક્તામર રસજ્ઞ વાચકોને અવિરત આનંદદાયી બનશે. ચિત્રાલંકાર ભાનુબંધ અને વિરોધાલંકારકુલકની મજા તો અનુભવથી જ ગમ્ય બનશે. ઉસૂત્રપ્રતિકાર, પ્રવચનપ્રભાવના, અવિરામ સાધના, ઘડપણમાં ય નવયુવાનની સ્તુતિ, સાધનાનો ઉલ્લાસ અને અદ્ભુત અંતિમારાધના સાથે સમાધિમરણ સાથે આ યુગપુરુષની મુક્તિયાત્રા અલ્પવિરામ પામે છે. પૂર્ણવિરામસમીપતા હૃદયમાં સ્કુરાયમાન થયા વિના રહેતી નથી. અશ્રુઓનું નિવેદન ખરેખર અશ્રુઓ પડાવી દે તેવું છે. પ્રશસ્તિ અંતે આલેખાયેલ ભવભાવના ગ્રંથનો શ્લોક મનનીય છે. સંસ્કૃતિનું જ્ઞાન જેમને નથી તેમના માટે આ મહાકાવ્યનો અનુવાદ પણ આપ્યો છે. પૂજ્યશ્રીના ગુણોનું સંગીત રેલાવતા સુંદર ગુજરાતી ગ્રંથો છે. પણ જન્મથી માંડીને સ્વર્ગવાસ સુધીનું ક્રમશઃ આલેખન કરતો એવો આ એક જ ગ્રંથ છે. “ભુવનભાનુના અજવાળા' - આ ગ્રંથમાં ગુણોના ક્રમથી પૂજયશ્રીના ચરિત્રનું આલેખન થયું છે. એનો આધાર રાખીને અને “સાત્ત્વિકતાનો તેજસિતારો આ પુસ્તકનો પણ ઉપયોગ કરીને ક્રમબદ્ધ જીવનચરિત્રની સંકલના કરીને આ સર્જન કરવામાં આવ્યું છે. વિષયવિવેકના અવલોકનથી આનો સ્પષ્ટ ખ્યાલ આવશે. “ભુવનભાનુના અજવાળા' ના સંપાદકો તથા વિવિધ પ્રસંગોના સર્વ લેખકોના અમે આભારી છીએ. સંશોધન એ કદાચ રચનાથી ય વધુ મહત્ત્વ ધરાવે છે. આ પ્રબંધનું સંશોધન કરવા દ્વારા અમને ઉપકૃત કરનારા છે - આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરિજી, આચાર્યદેવ શ્રીમદ્વિજય જયસુંદરસૂરિજી, આચાર્યદેવ શ્રીમદ્વિજય અભયશેખરસૂરિજી, પંન્યાસપ્રવર શ્રીપદ્રસેનવિજયજી, પંન્યાસપ્રવર શ્રીભુવનસુંદરવિજયજી, મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી, પંડિતવર્યશ્રી ચન્દ્રકાન્તભાઈ સંઘવી. મેં પણ આ પ્રબંધનું સંશોધન કરેલ છે. શ્રી પાર્થ કોમ્યુટર્સ - વિમલભાઈનો સહકાર પણ સ્મરણીય છે. કળિકાળની અંધારી રાતે ઉગેલ ભુવનભાનુ સદાય માટે સમગ્ર સૃષ્ટિના અંધારાને ઉલેચીને અજવાળા પ્રસરાવતો રહે.. એ અભિલાષાથી થયેલ આ સર્જન સાર્થક થાય એ જ શુભેચ્છા. શ્રી પાવાપુરી તીર્થધામ, - શ્રી પ્રેમ-ભુવનભાનુ-પધવિનેય રાજસ્થાન. આચાર્ય હેમચન્દ્રસૂરિ જ્ઞાનપંચમી
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy