SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ અદભુત ચરિત્રવડે પ્રવચન અને સંઘના કારણે ઉન્નતિ કરી છે એવા તમારા ચરણકમળને અમે નમીએ છીએ.” આ પ્રકારે સ્તુતિ કરીને સૂરિના નિર્મળ ગુણસમૂહનું સ્મરણ કરતો શક પ્રયત્નથી ઊડીને સૌધર્મકપમાં ગયા. સુરિ પણ પિતાના આયુષ્યનું પરિમાણ જાણીને સમય આવતાં લેખના કરીને અનશનવિધિથી સ્વર્ગે ગયા. બીજી કથાઓમાંની વિશેષતાઃ સામાન્ય રીતે આ પહેલી કથાની હકીકતે મુજબ જ બીજી કથાઓ આલેખાયેલી છે છતાં પહેલી કથા કરતાં બીજી કથાઓમાં જે જે વિશેષતાઓ છે તેની તારવણી કરી લઈએ. જેથી પહેલો કથામાંની હકીકતની પૂર્તિ કરી શકાય જેથી બીજી હકીકતોની તુલનાનું તારતમ્ય સમજવું સરળ પડે. બીજી કથાકાલકસૂરિના ગુરુનું નામ ગુણસુંદરસૂરિ છે (હેક ૭). શકકુલ સિંધુ નદી)ને સામે કિનારે આવેલું છે (૩૮)શાહી રાજાને વિદ્યા અને ધર્મકથાથી વશ કર્યો (૪૦). આ કથામાં બારમી શતાબ્દિ સુધી પ્રસિદ્ધ એવાં લડાઈનાં શસ્ત્રો અને વાહનોનાં નામે આપેલાં છે (૪૯). ત્રીજી કથા–ઉજજેનના રાજાનું મૂળ નામ દર્પણ છે. કોઈ વેગીએ તેને ગમી વિધા આપી. એ વિદ્યાના કારણે તે ગભિ નામે પ્રસિદ્ધ થયે. (૩-૪ કલેકની વચ્ચેનું ગા). કાલકની બહેનનું નામ શીલમતિ હતું. આચાર્ય પારસકૂળ ગયા અને શાહી રાજાઓને નિમિત્તવિદ્યાથી ખુશ કર્યા. (આ કથામાં સંબલ માટે ઇંટવાડાને સુવર્ણ બનાવ્યાની હકીકત નથી.) ગદંભી વિદ્યા વાણુવ્યંતરી દેવી છે. શાહી રાજાઓએ બલમિત્રને ઉજનીના સિંહાસને સ્થા. કાલકસૂરિ ફરીને ઉની આવ્યા ત્યારે બલમિત્ર–ભાનુમિત્રને પૂછયા વિના જ તેમણે બલભાનુને દીક્ષા આપી આથી ક્રોધે ભરાયેલા બલમિત્રે તેમને નિર્વાસિત કરવાનો વિચાર કર્યો પરંતુ જ્યારે તેમની બહેન ભાનુશ્રીએ કહ્યું કે, “ગર્દમિહલનું વૃત્તાંત તું જાણતા નથી? અર્થાત ગામિલને પદજાણ કરનાર સમર્થ પુરુષ આ આપણા મામા કાલકસૂરિ છે, ત્યારે દેખાવની ખાતર તેમને આદર સત્કાર કરવા લાગ્યો. ગંગાધર નામના પુરોહિતની અનેષણની યુક્તિથી તેઓ નિર્વાસિત થયા. અને પૈઠણ ગયા ત્યાં દેશથિી ભાદ્રપદ પાંચમે ઇંદ્ર મહોત્સવ થતો. પહેલાં કે સમયે પર્યુષણ અષાઢ સુદિ પૂર્ણિમાએ થતાં. તે પછી અષાઢ વદ દશમે થયાં તે પછી શ્રાવણ સુદિ પાંચમે થયાં. તે પછી કરીને અષાઢ પૂર્ણિમાએ થયાં. પછી પાછાં અષાઢ વદિ દશમે થયાં અને ત્યાંથી હઠીને ભાદરવા સુદ પાંચમનાં થયાં. તે પછી-એટલે (અપવાદથી પણુ) એક માસ અને વીસ અહેરાત્રિનું ઉલ્લંધન-ન થઈ શકે. સાલિવાહન રાજાએ અંતઃપુરની સ્ત્રીઓને કહ્યું, “શ્રાવણ અમાવાસ્યાએ પખ્ખી પ્રતિક્રમણ અને ઉપવાસ કરીને પડવેના દિવસે તમારા પારણું અને સાધુઓને-બીજથી ચોથ સુધી તે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરવાને લેવાથી તેમનાં-તે જ દિવસે ઉત્તર પારણા થશે.” આ પડવેને દિવસ ત્યારથી “શ્રમપૂરું નામના પર્વથી એાળખાયે. હરિભદ્રસૂરિએ સાધુઓ વગેરેની અઠ્ઠમ કરવાની અશક્તિ જાણીને ઉત્તર પારણા ત્રીજના દિવસે નક્કી કર્યા. છઠ્ઠી ઘટનામાં સંદર્ભ પાંચમા (પૃષ્ઠ ચેથા ઉપર)ની દત્ત રાજા પાસે યજ્ઞ ફળના નિરૂપણની ઘટનાનો જ ઉલ્લેખ છે. ૧૩ "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy