SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાઓ, અસુર અને મનુષ્યોથી પૂજાયેલા છે અને ત્રણે જગતમાં ગૌરવશાળી છે. તેથી હે દેવ! . માગે આ (સૂરિ) જાય તે મા તમારે જવું ચોગ્ય નથી, જેથી તેમના માર્ગને ઉલંધન કરવા જેવું થાય. ગુરુના ચરણેને એગવાથી મટી આશાતના થાય છે, જે માટી દુર્ગતિનું કારણ છે, માટે છે સ્વામિન્ ! એમને વિસર્જન કરો.” આથી ભમાયેલા ચિત્તવાળા રાજાએ કહ્યું, “તમારું કહેવું સારું છે પણ કેવી રીતે એમને વિસર્જન કરવા?” આથી પુરોહિતે કહ્યું, “દેવ! આખા નગરમાં અષણા કરે. તેમ કરતાં ભાત-પાણી અસુઝતાં (લેવાને અયોગ્ય) થશે, (અને તેથી) પોતાની મેળે જ તેઓ વિહાર કરશે. તે પછી રાજાએ કહ્યું, છે એમ કરો.” આથી પરેશહિત આખા નગરમાં પ્રરૂપણ કરી કે, “ આવા આધાકર્મના૧ પ્રકાર વડે દીધેલું દાન મહાફળવાળું હોય છે.” તેથી કે તેમ કરવા લાગ્યા. આ રીત કદી ન થયેલી જોઈને સાધુઓએ ગુરુને કહ્યું. તેઓ પણ રાજાના અભિપ્રાયની હકીકત સમજી જઈ ૫જૂસણું કર્યા વિના જ મહારાષ્ટ્ર દેશના અલંકારસમાં પ્રતિષ્ઠાન-પૈઠણ નામના નગરમાં ગયા. – ઘટના ત્રીજી – કાલકસૂરિનું પઠણ તરફ પ્રયાણ ત્યાં (પઠણમાં). સૂરિએ (સંરશે મેકલી) જણાવ્યું કે, “જ્યાં સુધી અમે ન આવીએ ત્યાં સુધી ૫જસ ન કરશે.” વળી, ત્યાં જે સાતવાહન રાજા છે તે પરમ શ્રાવક છે (જીએ ચિત્ર નં. ૨૨ ), તે પણ સૂરિને આવતા સાંભળીને જેમ માર મેઘ આવવાના સમયે ઉત્કંઠિત થાય છે તેમ હર્ષભેર થયે. કેમે કરીને ત્યાં સૂરિ આવ્યા. તેથી સાતવાહન રાજાએ સૂરિને આવેલા જાણીને તે પોતાના પરિવાર અને ચતુર્વિધ સંઘની સાથે સામે ગયે અને સૂરિને ભાવપૂર્વક વંદન કર્યું (જુઓ ચિત્ર નં. ૨-૩૪). કાલકસૂરિની સ્તુતિ હે ભવ્યરૂપ કમળને વિકસાવનાર, મોહરૂપ મેટા અંધકારના સમૂહભાર માટે સૂર્ય સરખા, સન્મત્ત દષ્ટ વાદીઓ રૂપ હાથીઓને કચડી નાખતા બલિષ્ઠ સિંહસમાં, નમન કરતા મનુષ્યના સ્વામીના મસ્તક ઉપર રહેલા મુકુટના મણિએનાં કિરણોથી જેના ચરણ રંગાયેલા છે, જિનશાસનની ઉન્નતિ કરવામાં તત્પર, કલિકાલના કલંક રૂપ મેલને ધોવા માટે પાણીસામાં, સમયને અનુરૂપ ફરતા સુતસમુદ્રને પાર પામેલા. ગર્લભર્યો ચાલતા મોટા કામદેવરૂપ સાપને નાશ કરવામાં કુહાડીસા-આ પ્રકારે સંપૂર્ણ ગણાના સ્થાનક, કરુણુવાળા, પરમ ચારિત્રશીલ, યુદ્ધ ન કરનાર, પ્રભાતે નામ લેવા મનુષ્યમાં શ્રેષ્ઠ એવા હે મુનિશ્રેષ્ઠ! તમને નમસ્કાર થાઓ. કાલસૂરિને “ધર્મલાભ આશીર્વાદઃ આ રીતે ( સ્તુતિ કરીને) નમન કરતા રાજાને સૂરિએ “ધર્મલાભ” (આશીર્વાદ) આપે. (આ ધર્મલાભ કે છે તે જણાવે છે)કલિકાળના ખૂબ કાળા મેલને ધોવામાં પાણીને છેક જે, સમગ્ર દુઃખરૂપ કુળપવતે ભેદવામાં ન બલિષ્ઠ વજ સમાન, ચિંતામણિ, કલમ, કામઘટ અને કામધેનુના મેટા માહાભ્યને જિતનાર, સંસારસમુદ્રને પાર કરાવનાર નોકા સમાન, સ્વર્ગ અને અપવર્ગ માટે દુર્ગમ નરક-કેદના આગળાને તોડવામાં મુગલ સમાન, ગણધરોએ ઉપદેશેલો આ “ધર્મલાભ” હે નરેન્દ્ર! તમને થાઓ. ૧. સાધુઓના નિમિત્તે પકાવેલું ભોજન, જે માટે નિષિદ્ધ છે. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy