SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આ સિવાય તેમના જીવન, કવન વિશે ની માહિતી મળી શકતી નથી. જણાભાર: આ કાલિકાસાર્થકથા સંગ્રહની આટલી બહિરંગ સામગ્રીને પરિચય આપવા સાથે આના પ્રકાશક ભીમાશભાઈ નવાબ, જેમણે આ સ્થાઓની મેટા ભાગની પ્રતિઓ પાટણ, ખંભાત, લીબી, અમદાવાદ અને તેમના પિતાના સંગ્રહની લાવી આપી મારા કાર્યને સરળ બનાવવામાં મદદ કરી છે, તેમને તેમજ આ સંગ્રહના પ્રાકૃત વિભાગની કથાઓનાં સંદિગ્ધ સ્થળે હૃકેલવામાં પાટનિવાસ પં. અમૃતલાલ મોહનલાલે સહાય કરી છે તેમનો આભાર માનું છું. આ સિવાય પ્રકાશિત થયેલી જે કથાઓને આમ સમાવેશ કર્યો છે, તેના સંપાદકેને પણું આભાર માનવાની તક લઉં છું. આટલા બહિરંગ સામગ્રીના પરિચય પછી હવે આ કથાની અંતરંગ સામગ્રી, કથાની ઘટનાઓને તારતમ્ય તેમજ ઈતર સામગ્રી સાથેની તુલનાનું અવલોકન કરીએ. સ્થાઓની અંતરંગ સામગ્રી નિશીથચૂર્ણિને સંદર્ભ પહેલે વિદ્યાના આંતરિક બળવાળા, તેજસલબ્ધિવાળા કે સહાયલમ્બિવાળા જ હોય છે, તેમાંના કલિકાચાર્ય જેવાએ અત્યંત વિધી( ગઈ ભિલ)ને ઉખેડી નાખી શિક્ષા કરી. વિદ્યાબળવાળા જેવા આર્યખપુટ, આંતરિક બળવાળા કે બાહુબલવાળા જેવી બાહુબલી, તેજસલધિ અથવા ધિવાળા જેવા બંદર અને પૂર્વભવમાં સંભૂત, સહાયલધિવાળા જેવા હરિકેશબળ- આ બધાયે) એવી લડાઇ કરીને અત્યંત વિરાધીને ઉખેડી શિક્ષા કરી છે તેવી જ રીતે કાલિકા ગર્દશિવને શિક્ષા કરી. “અભિ@ કેણ છે? કાલક આર્ય કોણ છે? કયા કાર્યમાં શિક્ષા કરી?” તે કહે છે– હજની નામે નગરી છે. તેમાં દર્દીક્ષિત નામે રાજા છે. ત્યાં તિષ અને નિમિત્તમાં મળિયા કાલક આર્ય નામે આચાર્ય છે. પહેલી વયમાં વર્તતી તેમની રૂપવતી બહેનને ગ€ભિલે પકડી, અંતઃપુરમાં નાખી. આર્ય કાલકે અને સંછે વીનવ્યું છતાં તેને છેડી નહીં. તેથી રોષે ભરાયેલા આર્ય કાલકે પ્રતિજ્ઞા કરી કે, “જે બિલ રાજાને રાયથી ઉખેડી ન નાખું તે પ્રવચન અને સંયમના ઘાતકેની તેમજ તેની ઉપેક્ષા કરનારની દશા પામું.” આથી આર્ય કાલક બનાવટીપણે ઘેલા-ગાંડા બનીને ત્રણ રસ્તા, ચાર રસ્તા, ચોટ અને રાજમાર્ગમાં આમ બબડતા ભમવા લાગ્યા કે, “ જે ગÉહિલ રાજા હોય તે રી? છે તેનું અંતઃપુર સુંદર હોય છે તેથી શું ? દેશ મનહર હોય તે તેથી શું? જે નગરી સારી વસેલી હોય તો તેથી શું? જે મનુષ્ય સારાં વસાધારી હોય છે તેથી શું? અને ભિક્ષા માગતા ફતે ઉં તો શું? જે હું સૂના દેવળમાં વસતે હેલું તે શું?”—આમ વિચાર કરીને તે કાલક આર્ય પારસકુલ ગયા. ત્યાં એક રાજા “સાહી” નામે કહેવાય છે. તેને નિમિત્ત વગેરેમાં લીન કરીને વશમાં કરે છે. એક દિવસે તેના મોટા રાજા “સાહાનસાહી એ કઈ પણ કારણથી રોષે ભરાઈ “તારું માથું છેદી નાખ” એ રીતે લખેલા વાળી છરી મોકલી. તેને ધોધે ભરાયેલે સાંભળીને તે ઉદાસ થયે. ત્યારે ? "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy