SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ પો દુ ઘા ત સંપાદન-સામગ્રી અને કથાકારેને પરિચય આ સંગ્રહ ગ્રંથ આર્ય કાલકની કથાઓ છે. આય કાલકના ઇતિહાસ સંબધે હું આગળ જણાવીશ. અહીં તો મારા સંપાદન અંગે જે જે સામગ્રી મને મળી આવી છે, તેને અને તે કથાકારેને પરિચય ટૂંકમાં આપે તે પહેલાં આ કથાઓ અને સંગ્રહની એક સમુચ્ચય ભાવના, બીજાં અધ્યયન સાધનથી યે જે મને દષ્ટિગોચર થઈ તેનું નિરૂપણ કરી લઉં. આ સંગ્રહિત કથાઓમાંથી જણાય છે કે, કાલકાચય નામના ઘણા આચાર્યો થયા છે. કાલકાચાર્યના નામ સાથે જોડાયેલી ક્રાંતિકારી ઘટનાઓએ જન પ્રજાને પ્રભાવિત કરવામાં એટલી ઊંડી અને વ્યાપક અસર નીપજાવી છે કે તેમના જીવનકાળથી લઈને આજ સુધી પરંપરાગત આવેલી ઘટના-કથાઓને અનેક કવિઓએ પિતાની ઢબે ચિતરવાનો પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિ આમજનતાને એકસરખી રીતે સમજાય અને ઉપયોગી નિવડે તે ખાતર તેની સેંકડો હાથપોથીઓ સચિત્ર પણ મળે છે. આમ હોવા છતાં આજના ઈતિહાસવિજ્ઞાનની દ્રષ્ટિએ વ્યક્તિ કે કાળની વિશદ્ધ હકીકતને બાદ કરીએ તે કથાનાયકની ગુણપરક જીવન ઘટનાઓની રચનામાં એક અનુચૂત પરંપરાને પ્રામાણિકપણે વળગી રહેવાની શૈલી, જે નાચાર્યોને એક મૌલિક આદર્શ છે, તે અહીં પણ નજરે પડયા વિના રહેતો નથી. જેનાચાર્યો છે પણ સમસ્ત ભારતીય પ્રજાજીવનમાં “મ ર ર : "ની સંજીવની ભાવનાને આદર્શ, અનેક પડાના પેટાળમાં ચે અવિચ્છિન્નપણે વહેતો નિહાળી શકાય છે. ગુણપૂજક ભારતીય પ્રાએ પુરુષ, સ્ત્રી કે ઉંમર તે શું પણ દેશ, કાળ અને વ્યક્તિને પણ ગણકાર્યા નથી. એની મતિ પૂજામાં ચે ગુણને જ આદર્શ છે. આથી જ આપણે આજના ઈતિહાસવિસાનની દષ્ટિએ આવી કથાઓને ઉપેક્ષાએ છીએ. ભારતીય ઈતિહાસના ઘડતરમાં આજે આવી કે બીજી કથાઓ ઉપેક્ષાય તો ભાગ્યે જ આપણે ઈતિહાસની વાસ્તવિક સિદ્ધિ મેળવી શકીએ; એવું મારું મંતવ્ય નમ્રપણે ૨જુ કરું છું. આ સંગ્રહ પણ એવી એક આદર્શ ભાવનાને પ્રતિનિધિ ગણી શકાય. અલબત્ત, આ રચનાઓ માત્ર જેનાચાર્યોની છે અને તેથી આમાંનું ચિત્રણ તેમની ભાવના અને શૈલીને અનુકૂળ છે પરંતુ બીજી પરંપરાઓ સાથે આમાંની ઘટનાઓની તુલના કરીએ તે મહત્વની શોધ પામી શકાય. આવી શોધ એકલા હાથે શકય નથી જ, અને તેથી ઇતિહાસવિો આગળ આવી સામગ્રી મૂકવા માત્રને પ્રયત્ન પણ આપણી સાધનામાં ઉપયેગી નિવડે, એ દષ્ટિએ કર્યો છે. આની સફળતા કેટલી તેને આંક તદવિ ઉપર છોડું છું. આવી બીજી અનેક સ્થાઓ જે સમાજના સાંસ્કૃતિક નિધિમા જૈન ગ્રંથભંડારોમાંથી મળી આવે. મારી મર્યાદિત શક્તિમાં જે કંઈ મને મળી આવ્યું તે અહીં યથાશક્તિ વ્યવસ્થિતરૂપે મુકવાને પ્રયત્ન કર્યો છે. હવે આપણે આમાંની બહિરંગ સામગ્રી અને કથાકારેને પરિચય પહેલાં કરી લઈએ. સંદર્ભે અને કથાઓ મળીને ૩૬ છે, અને લગભગ તેટલા જ આચાર્યોએ એની રચનામાં હાથ લગાડે છે. કેટલાક આત્મગોપનમાં માનનાર આચાર્યોએ પિતાનાં નામ પણ પ્રગટ કર્યા નથી, અને તેથી તેમની કૃતિઓને મેં “અજ્ઞાતસૂરિ ”ના શીર્ષક હેઠળ મૂકી છે. સંદર્ભ પહેલા અને પાંચમો નિશીથિર્ણિમાંને આર્ય કાલકને કથા-સંદર્ભ પહેલ, આચાર્ય શ્રીવિજયપ્રેમસૂરિજીએ સાયકલસ્ટાઈલથી તૈયાર કરાવેલા મૂળસૂત્ર, ભાગ્ય, ચૂર્ણિ આદિ સંગ્રહના છ ભાગમાંથી લીધું છે. પણ તે અશુદ્ધ જણાતાં સંશોધક શિરોમશિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ તૈયાર કરાવેલી નિશીથસૂર્ણિની મુદ્રણ યોગ્ય "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy