SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (તીક્ષણ, તરલ, કાજલ ક્લાથી યુક્ત, હાથમાં બાણવાળા કામને ધારતાં નયનો....) આથી, તેમજ એ પ્રવેશે છે ત્યારની નાટચસૂચિ ઉપરથી જણાશે કે નાટકકારે આ સ્થળે નાયિકાને વિશિષ્ટ આભૂષણે શણગારાએલી કરપી છે. અહીં પણ એનાં વિશિષ્ટ આભૂષણે જ છે. તેથી એટલી સૂચના કરે છું કે આ ચિત્ર કરમંજરીના આ પ્રસંગને અનુલક્ષતું હોય તે બને ખરું. Plate XXXIV ચિવ ૭૬ : ધુત. વિજન પ્રદેશમાં બેઠેલા પડખે જોવાનું કરે તેમ, વારાફરતી ધીમેધીમે ત્રાંસુ થાય તેને ધુતશીષ કહેવાય. તેને પ્રયોગ વિસ્મય, વિષાદ, અનીતિ , પ્રતિષેધ વગેરે ભાવ દર્શાવવામાં કરે. નોંધ: “અદ”માં “નથી” એમ કહેવામાં તેને પ્રયોગ કરે એમ કહ્યું છે તે આ પ્રકારના લક્ષણને બહુ સરસ ખ્યાલ આપે છે. અહીંના ચિત્રમાં નર્તકીના મેં ઉપર વિષાદાદિ ભાવ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૭૭: પ્રતનું પાનું ૨. વિધુત ધુતને પ્રાગ જયારે ઝપાટાથી થાય ત્યારે વિધુત. ટાઢ વાતી હોય, તાવ આવ્યે હેય, બી હોય, તરતને દારૂ પીધેલ હોય વગેરે બતાવવા તેનું પ્રયોજન કરવું. . આનું ચિત્ર પણ ઠીકઠીક ભાવ પ્રદશિત કરે છે. ચિત્ર ઉપરથી જ ધુત-વિધુતનું જોડકું છે એમ દેખાઈ રહે છે. ચિત્ર ૭૮: આધૂત. એક જ વખત ઊંચે લઈને પડખે નમાવેલું શીર્ષ આપૂત કહેવાય. ગર્વથી પિતાનાં આભૂષણ જેવા માં, પડખે ઊભીને ઊંચે જોવામાં, “હું શક્તિશાળી છું' એમ અભિમાન બતાવવામાં તેને પ્રયોગ કરો. આનું ચિત્ર પણ સારી રીતે ભાવ પ્રદર્શિત કરે છે. આની સફળતા ઉક્ષિણના ચિત્રની સાથે આને જણાશે. ઉસ્લિમમાં માથું ઊંચું જ કરવાનું છે, જ્યારે આમાં ઊંચે લઈને પડખે નમાવવાનું છે અને આ દર્શાવવામાં ચિત્રકાર સફળ છે. ચિત્ર ૭૯: અવધૂત. પ્રતનું પાનું ૪. એક વખત જે નીચે લઈ અવાય તે અવધૂત કહેવાય. ઊભીને અપ્રદેશ બતાવવામાં, સંસામાં, વાહનમાં અને આલાપમાં એને પ્રગ કર. આનું ચિત્ર પણ સારું ભાવનિરૂપણ કરે છે. ચિત્ર ૪૪ ઃ કમ્પિત. ની ડાબી બાજુના હાંસિયાનું રૂપ. ઊંચે નીચે ખૂબ (ઝપાટાબંધ) હલાવવું તે કમ્પિત કહેવાય. જ્ઞાન, અભ્યપગમ, રાલ, તિ, ધિક્કાર, ત્વરાથી પૂછાએલ પ્રશ્ન વગેરે નિરૂપવામાં એને પ્રગટ થાય. આના ચિત્રમાં જ્ઞાનને ભાવ પ્રથમ દેખાય છે. ચિત્ર ૪૪ ની જમણી બાજુના હાંસિયાનું રૂપ. આકમ્પિત. પ્રતનું પાનું ૩. કમ્પિતની પેઠે જ જે બે વખત ધીમેથી કરવામાં આવે તો તેને આકશ્વિત કહેવાય. પૌરસ્ય, પ્રમ, સંજ્ઞા, ઉપદેશ, આવાહન, સ્વચિત્તની વાતનું કથન વગેરે માટે આ પ્રજવું. આના ચિત્રમાં ખાસ વિશેષ નથી "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy