SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ડાબા હાથમાં ફૂલ પકડીને શાહી બેઠેલ છે. ચિત્રની જમણી બાજુએ સેનાના આસન ઉપર બેઠેલા આર્ય કાલક, પિતાને જમણે હાથ ઉંચા કરીને સામે બેઠેલા શાહીને ઉપદેશ આપતા દેખાય છે. ચિત્ર ૫૯: (૧) ચોગચૂર્ણથી ઈટેનું સુવર્ણ બનાવતાં આર્યકાલક(૨) સુવર્ણ લઈ જતા ચક સૈનિકે. ચિત્ર ૫૬ વાળી પ્રતના પાના કદ ઉપરથી. ચિત્ર વર્ણન માટે જૂઓ ચિત્ર ૪૭ તથા ચિત્ર પર નું આ પ્રસંગને લગતું જ વર્ણન. Plate XXVII ચિત્ર ૬૦: (૧) ઘેડા ઉપર યુદ્ધ કરતા શાહી અને ગÉભિલ્લ રાજા, (૨) પગપાળા યુદ્ધ કરતા શાહી અને ગર્દભિલ રાજા. ચિત્ર પદ વાળ પ્રતના પાના ૭ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાં ડાબી બાજુએ ઘોડા ઉપર બેઠેલો શાહી છે અને જમણી બાજુએ છેડા ઉપર બેસીને ઉંચા કરેલા અને હાથથી શાહી ઉપર ભાલો ફેકો ગર્દમિલ રાજા છે. શાહી તથા ગદ્દે ભિલ–અને જણાએ માથે મુગટ પહેરેલ છે. ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં ડાબી બાજુએ એક હાથમાં ઢાલ તથા બીજા હાથમાં તલવાર પકડીને ઊભેલે શાહી છે અને જમણી બાજુએ ડાબા ખભા ઉપર તલવાર રાખીને યુદ્ધ કરતે ઊભેલા ગભિલ રાજા છે. ચિવ ૬૧ ઃ (૧) ગભીવિદ્યાને ઉરછેદ અને ઉજજૈનીને ઘેરે (૨) ગદંબિલની ક્ષમાયાચના. ચિત્ર ૫૬ વાળી પ્રતના પાના ૯૮ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગના વર્ણન માટે જુએ ચિત્ર ૧૯, ૪૮ તથા ૫૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં ચિત્રની ડાબી બાજુએ પોતાના ઉચા કરેલા બંને હાથથી અભય આપતા આચંકાલક સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા છે. જમણી બાજુએ આર્યકાલકના પગની પાસે અને હાથ રાખીને, પિતાના અપરાધની ક્ષમાયાચના માગત ગભિલ રાજા નમ્રવદને બેઠેલે છે. આ ચિત્ર પ્રસંગ બીજી કોઈ પણ હસ્તપ્રતમાં મારા જેવામાં આવેલ નથી. Plate XXVIII ચિત્ર દ૨: શાહી દરબાર. ચિત્ર ૪૪ વાળી હસ્તપ્રતના પાના ૭ ઉપરથી. ચિત્રની ડાબી બાજુએ સુંદર ચિત્રાકૃતિવાળા વિશાળ સુવર્ણ સિહાસન ઉપર પિતાના જમણા ખભા ઉપર તલવાર રાખીને તથા ઉંચા કરેલા ડાબા હાથમાં કુલ ૫કડીને શાહી બેઠેલ છે. શાહીએ પહેરેલાં વસ્ત્રની ચિત્રકતિ ખાસ પ્રક્ષનીય છે. શાહીની સામે ડાબી બગલમાં છે તથા હાથમાં મુહપત્તિ રાખીને જૈન સાધુના કપડાં પહેરીને બેઠેલા આર્યકાલિક શાહીને ધર્મોપદેશ આપતા દેખાય છે. શાહીની પાછળ બે શક પહેરીને બેઠેલા છે. શાહીના સિંહાસનની નીચેના ભાગમાં બે સિંહે ચીતરેલા છે. ચિત્રની જમણી બાજુએ ત્રણ વિભાગમાં શક સનિક જુદા જુદા શસ્ત્રો લઈને યુદ્ધની તૈયારી કરતા દેખાય છે. શક સેનિના જુદા જુદા શો, ચિત્રકારને સમયના શસ્ત્રોના નમૂનાઓ પૂરા પાડે છે. ચિત્ર ૪૪ તથા ચિત્ર ૫૩ ની માફક આ ચિત્રની ડાબી બાજુએ હાંસિયામાં પરાવૃત્ત તાનનું રૂપ છે અને જમણી આજુએ હાંસિયામાં ઉક્લિપ્ત તાનનું રૂપ છે, Plate XXIX ચિત્ર ૬૩ઃ (૧) આકાલક તથા પૈઠણના શ્રાવકે (૨) આર્ય કાલકને સાતવાહન રાજાની વિનંતી. ચિત્ર ૫૬ વાળી પ્રતના પાના ૧૦૫ ઉપરથી. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy