SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ'ગિક નિવેદન આગમ પ્રભાકર મુનિ શ્રી પુરુવિજયજી આજે વિદ્વાનેાના કરકમલમાં પંચશતી પ્રખધ નામને ગ્રગ્રંથ ઉપષ્કૃત કરવામાં આવે છે. આ ગ્રંથ એક ઐતિહાસિક ગ્રંથ છે. એના રચયિતા શ્રી શુભશીલગણી છે. શ્રી શુભશીલગણી, એ વિક્રમના પંદરમા-સેાળમાં સૈકાના એક વિશિષ્ઠ ગણી શકાય તેવા વિદ્વાન હતા. તેમણે ભરતેશ્વર બાહુબલીવૃત્તિ, શત્રુજયકલ્પવૃત્તિ, કથાકેાશ આદિ જેવા દસ દસ હજાર લેાકપ્રમાણુ, મહાકાય કહી શકાય તેવા અનેક ગ્રથાની રચના કરી છે. દાનાદિકથા, પુણ્યસારકથા, સ્નાત્રપ ચાશિકા જેવા નાના-માટા થાથાની પણ રચના કરી છે; ઉણુાહિનામમાલા, પ'ચવસ`ગ્રહનામમાલા જેવા ગ્રંથ રચ્યાના ઉલ્લેખ પણ ‘જૈનગ્રં‘થાવલિ’માં જોવામાં આવે છે. તેમજ શાલિવાહનરિત્ર, ભેજપ્રબંધ આદિ જેવા ઐતિહાસિક સામગ્રી પૂરા પાડતા ગ્રંથ પણ રચ્યા છે. પ્રસ્તુત પંચશતી પ્રમ`ધ સંગ્રહ ગ્રંથ એ આ કેડિટમાં મૂકી શકાય તેવા એક ઐતિહાસિક ગ્રંથ છે. શ્રી શુભશીલગણીએ આ ગ્રંથમાં ઘણી ઘણી ઐતિહાસિક સામગ્રીના સંચય કર્યો છે. અલબત્ત આવા ગ્રંથામાં કેટલીક કિંવદન્તીએ કે અનુશ્રુતિઓને સંગ્રહ કે સમાવેશ થતા હોવાથી એને શુદ્ધ ઐતિહાસિક ગ્રંથ ન કહી શકાય એમ વિદ્વાના માનતા હોય છે, તેમ છતાં કેટલીક કિંવદન્તીએ કે અનુશ્રુતિઓમાં ઇતિહાસનાં બીજ પડેલાં હાઈ આવા પ્રથા વિદ્વાને માટે ઐતિહાસિક ગ્રંથ જ બની જાય છે. આજે આપણા પ્રાચીન ઈતિહાસના સર્જનમાં આવા પ્રખ ધાનેા ઘણા મેાટા ફાળા છે. જો આવા ઐતિહાસિક સામગ્રીએ પૂરા પાડતા થૈાની ઉપેક્ષા કરવામાં આવે તે આપણા પ્રાચીન ઈતિહાસને શેાધી કે લખી જ ન શકીએ. ઘણી વાર એવું બન્યું છે અને આજે પણુ બન્યું જ જાય છે કે વિદ્વાન! જેને શુદ્ધ ઐતિહાસિક ગ્રંથ કે સામગ્રી તરીકે માનતા હૈાય છે. તેવા ગ્રંથા કે સામગ્રીમાં પણ પૂ ગ્રહ, પક્ષપાત કે સાંપ્રદાયિક આદિ ર્ગેાથી રંગાએલા વિદ્વાનાએ તેના આલેખનમાં અતિશયોકિત અને હીનેકિતદેષા કરેલા જોવામાં આવે છે. એટલે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ઐતિહાસિક વિદ્વાના ગમે તેવી માન્યતા ધરાવતા હોય તે છતાં એ હકીક્ત તા નિવિવાદ છે કે ઇતિહાસલેખક કે ઇતિહાસજ્ઞ મધ્યસ્થ વિદ્વાના માટે આવા પ્રખધસંગ્રહેા ઇતિહાસને લગતી ઘણી વિશાળ અને મહત્વની સામગ્રી પૂરી પાડે છે. આ દૃષ્ટિએ જોતાં પ્રસ્તુત પંચશતી પ્રમ’ધ ગ્રંથનુ ઐતિદ્વાસિક ક્ષેત્રે ઘણું ઊંચું સ્થાન છે. શ્રી શુભશીલગણી એ પેાતાના યુગના એક પ્રતિઙ્ગાસરસિક મહાનુભાવ વિદ્વાન હતા. તેએશ્રીએ અનેક મહત્ત્વની વિગતે અને માહિતીએથી પ્રસ્તુત પ્રશ્ન ધ ગ્રહને સમૃદ્ધ કર્યાં છે. આશા છે કે આવે એક અમૂલ્ય પ્રબંધસગ્રહ અનેક પ્રતિએ દ્વારા શુદ્ધ અને વ્યવસ્થિત કરી વિદ્વાનના કરકમલમાં અર્પણ કરવામાં આવે છે, એ અવશ્ય વિદ્વાનેાને ઉપયાગી બનશે જ. અંતમાં જે મહાનુભાવાએ પ્રસ્તુત ગ્રંથના સંશોધન--પ્રકાશન આદિમાં અનેક રીતે શ્રમ લીધા છે અને જે મહુાનુભાવેએ આવા અમૂલ્ય ગ્રંથના પ્રકાશન માટે પેાતાના ધમ્ય ધનની સહાય કરી દે તેમજ જે સંસ્થા આ ગ્રંથનુ પ્રકાશન કરે છે. તેને હાર્દિક ધન્યવાદ અને અભિનદન છે. "Aho Shrutgyanam"
SR No.009525
Book TitlePanchashati Prabodh Sambandh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherSuvasit Sahitya Prakashan
Publication Year1968
Total Pages456
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy