SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ મિત્રા દૃષ્ટિની સજ્ઝાય દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકારી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. વીર. ૪ ૧૮૧ અર્થ :-હવે સ્થિરાદિક દષ્ટિવંત પ્રાણી સમસ્ત છએ દર્શનના નય ગ્રહણ કરે, તેને વિશે અદ્વેષ રાખે અને પોતે પોતાના સ્વભાવમાં-સાન્નિત્યા-નિત્યપણે વર્તે. શુદ્ઘષ્ટિનો ભંગ કરે નહીં અને અનેક ભવ્યજનને હિતકારી શુદ્ધોપદેશરૂપ સંજીવની ઔષધિનો ચારો ચરાવીને આપસ્વરૂપ પ્રગટ કરાવે. તે ઉપર ઉપનયયુક્ત દૃષ્ટાંત કહે છે. કોઈ નગરમાં એક કુળવાન મનુષ્ય રહે છે. તેને બે સ્ત્રી છે. એક પ્રૌઢ, સુશીલ, વિનીત છે. બીજી વક્ર છે. વક્ર સ્ત્રી પોતાના પતિ સાથે કામક્રીડા કરી દિવસે વૃષભ બનાવવાની વિદ્યાથી પતિને વૃષભ બનાવી ખેતરમાં ચરવા મૂકે છે. પ્રૌઢ સ્ત્રી સ્વામીના પ્રેમને લીધે વૃષભરૂપ સ્વામી પાસે રહી, ચારાપાણી વડે તેની સારસંભાળ કરે છે. કેટલાએક દિવસે કોઈ વિદ્યાધર દંપતી તે રસ્તેથી વિમાનમાં બેસીને જતા હતા. તેવામાં વૃષભને દેખીને વિદ્યાધરે પોતાની પત્નીને કહ્યું કે ‘આ સ્ત્રી જે વૃષભરૂપ પતિની સેવા કરે છે તે તેની પ્રૌઢ પત્ની છે અને તે વૃષભની નાની સ્ત્રીએ પોતાના પતિની વૃષભ કરેલો છે.’ એવું ચમત્કારિક વૃત્તાન્ત સાંભળી વિદ્યાધરની સ્ત્રીએ કહ્યું કે ‘એવો કાંઈ યોગ છે કે જેથી આ વૃષભ પુરુષ થાય ? વિદ્યાધરે કહ્યું કે ‘તે સ્ત્રી બેઠી છે તે વડની નીચે જે ઔષિધ છે તે જો આ વૃષભને ચરાવે તો તે પુરુષ થઈ જાય.’ વિદ્યાધર એમ કહી ચાલ્યો ગયો. પ્રૌઢા સ્ત્રીએ તે વિદ્યાધરની સર્વ વાત સાંભળી અને તેના વચનની પ્રતીતિથી પ્રયત્ન કરી તે વડની નીચેની આસપાસની સર્વ ઔષધિ ગ્રહણ કરીને તેનો ચારો આપ્યો તેથી વૃષભ પુરુષ થયો. પ્રૌઢા સ્ત્રીની સેવાભક્તિ પતિએ જાણી. આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે ઃ પુરુષ એ આત્મા, જેણે વૃષભ બનાવ્યો તે અશુદ્ધ ચેતના સ્ત્રી, જેણે સેવાભક્તિ કરી તે શુદ્ધ ચેતના સ્ત્રી, વિદ્યાધર તે ગુરુ, વિદ્યાધરની સ્ત્રી તે દયારૂપ ધર્મકરણી, વડ તે મનુષ્યગતિ, સંજીવની ચારો તે સમ્યગ્દષ્ટિપણું ઇત્યાદિ સકલ સામગ્રીવંતને સંજીવની ચારો ચરાવી પ્રૌઢા સ્ત્રીએ યથાસ્થિત ૧૮૨ યોગદૃષ્ટિસંગ્રહ ભર્તાર કર્યા, તેવી રીતે શુદ્ધ ચેતનાને અનુવર્તતો જીવ સર્વ ગુણનું ભાજન થાય. એ પ્રમાણે સ્થિરાદિક ચાર દષ્ટિનો ધણી સર્વ જીવને હિતકારી ઉપદેશ આપે. (૪) દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિપ્રયાણ ન ભાંજે રે, રયણીશયન જેમ શ્રમ હરે, સુરનરસુખ તેમ છાજે રે. વીર. ૫ અર્થ :- સ્થિરાદિક ચાર દષ્ટિમાં મુક્તિનું પ્રયાણ ગમન રોકાય નહીં, કારણ કે એ દૃષ્ટિવંત પ્રાણી પ્રાયઃ પ્રતિપાતિ ન હોય. જેમ મનોવાંછિત નગરે પ્રયાણ કરતાં વચમાં રાત્રે વિશ્રામ લઈએ તેથી જેમ શ્રમ એટલે થાક દૂર થાય અને ઇચ્છિત નગરે સુખેથી પહોંચાય, તેમ સમ્યગ્દષ્ટિ પ્રાણીને મુક્તિ પ્રત્યે જતાં વચમાં સુબાહુકુંવર તથા શ્રીપાલાદિની જેમ દેવ મનુષ્ય ભવ કરવા પડે, પરંતુ મુક્તિપદે અવશ્ય પહોંચે. (૫) એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે, જિહાં મિત્રા તિહાં બોધ જે, તે તૃણઅગનિસો લહીએ રે. વીર. ૬ અર્થ :- પૂર્વોક્ત સર્વ પ્રસંગથી કહ્યું, યોગદૃષ્ટિ તથા ઓઘદષ્ટિ સામાન્ય રીતે સર્વ સંસારી જીવની વર્ણવી. દૃષ્ટિ એટલે દેખવું, જાણવું, તે જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમ આશ્રી હોય છે, પણ તેનો અહીં અધિકાર નથી. અહીં તો મિત્રાદિ આઠ દૃષ્ટિનો અધિકાર છે. તેમાં પ્રથમ મિત્રાદષ્ટિનાં લક્ષણ, ક્રિયા તથા બોધ કહીએ છીએ. આ દૃષ્ટિવાળો સતશ્રદ્ધાવંતના સંગથી અસત્પ્રવૃત્તિ નહિ કરતાં સપ્રવૃત્તિ કરે અને જ્ઞાનનો બોધ હોય, તેથી તે દિષ્ટ કહેવાય. જ્યાં મિત્રાદેષ્ટિ હોય ત્યાં મિથ્યાત્વ દર્શનની મંદ સ્થિતિ તથા મંદ રસ હોય અને તૃણના અગ્નિ સરખો અલ્પબોધ હોય. (૬) વ્રત પણ ઈહાં યમ સંપજે, ખેદ નહીં શુભ કાજે રે, દ્વેષ નહીં વલી અવરસું, એહ ગુણ અંગ વિરાજે રે. વીર. ૭ અર્થ :- આ દૃષ્ટિને વિષે પાંચ યમ પ્રાપ્ત થાય. ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય, ૪. બ્રહ્મચર્ય, પ. અપરિગ્રહ. આ પાંચ યમ છે. વળી શુભ
SR No.009512
Book TitleYogadrushti Sangraha
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2003
Total Pages131
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy