SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમી પ્રભા દૃષ્ટિ સજ્ઝાય (એ છિંડી કિહા રાખી-એ દેશી) અર્કપ્રભાસમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી, તત્ત્વતણી પ્રતિપત્તિ ઇહાં વળી, રોગ નહી સુખપુટ્ટી રે. ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ ॥૧॥ અર્થ :- હવે પ્રભા નામની સાતમી દિષ્ટ કહીએ છીએ. આ ષ્ટિમાં બોધનો પ્રકાશ સૂર્યની પ્રભા સરખો હોય, અર્થાત્ અર્કપ્રભા-સૂર્યનો પ્રકાશ જેમ અંધકારનો નાશ કરે તેમ આ દૃષ્ટિવંત પ્રાણી અજ્ઞાનનો નાશ કરે. પ્રશાંતવાહિતાદિ ગુણો જે કાયરોને દુર્ધર છે તે આ દૃષ્ટિવંતને હોય. આ દૃષ્ટિમાં ધ્યાન પ્રિય હોય. આ દૃષ્ટિ ધ્યાનપ્રિયા હોવાથી તે પ્રાણી ધ્યાનમાં જ વર્તતો રહે. તત્ત્વની પ્રતિપત્તિ ચારિત્રાદિક રત્નત્રયની આદરણા હોય. બાહ્ય અત્યંતર શરીરના રોગ, ઉપાધિ કે અસમાધિ તેને ન હોય અને સુખની પુષ્ટિ હોય. અહો ભવ્યો ! એવા શ્રી વીરપ્રભુના વચનને મનમાં તત્ત્વપણે ગ્રહણ કરો. (૧) સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દૃષ્ટિ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે ? વિ. ॥૨॥ અર્થ :- આ દૃષ્ટિવંત પ્રાણીને નિર્મળ બોધનો પ્રકાશ થવાથી નિરંતર ધર્મધ્યાન તથા શુક્લધ્યાન સાચાં જ હોય. ધ્યાનનો વિચાર આવશ્યકનિર્યુક્તિ તથા ધ્યાનશતકની વૃત્તિથી જાણી લેવો. જેમ દૂષણ રહિત નિર્મળ જાતિવંત રત્નની જ્યોતિ નિરંતર વિશેષ પ્રકાશ આપે તેમ ધ્યાનમાં લીન પ્રાણી કર્મ ઉપાધિને અભાવે વિશેષપણે આત્મપ્રકાશથી દીપે. (૪) ૨૦૬ યોગદૃષ્ટિસંગ્રહ વિસભાગક્ષય શાંતવાહિતા, શિવમારગ ધ્રુવનામ, કહે અસંગ ક્રિયા ઇહાં યોગી, વિમલ સુયશપરિણામ રે. વિ. ॥૫॥ અર્થ :- આ દૃષ્ટિનું લક્ષણ કહે છે. વિસભાગક્ષય એવું બૌદ્ધમાં મોક્ષનું નામ છે. એટલે ‘‘રાગ દ્વેષ અહંકૃતિ, કાર્યચ્છાદિકના ક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય છે.” એવો બૌદ્ધનો મત છે. “અપરાધી ઉપર પણ પ્રશાંતવાહિતા એટલે નિરંતર શાંતપણું તે મોક્ષ’ એવો સાંખ્યનો મત છે. ‘“જ્યાં ઉત્પાદ કે વિનાશ નહીં અને જે ધ્રુવ હોય તે મોક્ષ'' એમ જૈમિનીયનો મત છે અને ‘સર્વ પદાર્થમાં અસંગભાવથી અલિપ્ત ક્રિયામુક્ત, ઉત્તમ યશરૂપ, આત્મગુણના પરિણામ સહિત, કર્મોપાધિરહિતપણે શુદ્ધ તે મોક્ષ” આ વ્યાખ્યા જૈનશૈલી પ્રમાણે મોક્ષની છે. એવા પરિણામવાળો આ દૃષ્ટિવાળો જીવ હોય છે. (૫) ઇતિ સાતમી પ્રભા દૃષ્ટિની સજ્ઝાય
SR No.009512
Book TitleYogadrushti Sangraha
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2003
Total Pages131
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy