________________
આધ મુરબ્બીશ્રી,
३४
ભાણવડ નિવાસી રોઝ હરખચંદ કાલીદાસ વારીયાનું જીવન ચરિત્ર.
.
આ સંસ્થાને રૂા. ૬૦૦૦] છ હજાર જેવી રકમનું વાતવાતમાં દાન આપનાર સ્વ. શ્રીમાન્ હરખચંદ કાલીદાસ વારીયા ભાણવડ નિવાસીનું ટુંક જીવનચરિત્ર અત્રે આપવા પ્રયાસ કરીએ છીએ. સૂત્રમાં તેઓશ્રીના ફાટ આપવા માટે તેઓશ્રીની હયાતીમાં વાત થયેલ, પરંતુ તે આ જાતની જાહેરાતથી વિરૂદ્ધ હતા. તેમના અવસાન ખાદ તેમના સુપુત્રે આગળ પણ ફોટાની માગણી કરી પરંતુ તેઓએ પણ તેમના પૂ. પિતાજીના પગલે ચાલી ફાટ આપવામાં નારાજી પતાવી. એટલે તેઓશ્રીનું ટુંક જીવન આપીએ છીએ. આશા છે કે આવા ઉદાર અને વિચારશીલ મહાનુભાવના જીવનમાંથી વાચકને ઘણું મળી રહેશે.
જન્મ સ્થાન : ઘડેચી (ઓખા મંડળ) તા. ૨૫-૧૧-૧૮૮૫. પિતાનું નામ : વારીયા કાલીદાસ મેઘજીભાઈ.
માતાનું નામ : કેશરભાઈ.
અભ્યાસ :
ભાણવડમાં અને પારખંદરમાં રહી ફેંકત જરૂર પુરતું ભણ્યા.
પરદેશગમનઃ
માત્ર ખારવષઁની વયે તેમના કાકા નથુભાઈ મેઘજીને ત્યાં જેલા ખાતે અનુભવ મેળવવા રહ્યા દરમ્યાન જેલા (ખ્રી. સેામાલીલેન્ડ ) જીમુટી (ફ્રેન્ચ સેામાલી લેન્ડ) એડન અને ઈથીએપીઆ તરફ પણ અનુભવ મેળવ્યેા.
પ્રથમ ભાગીદારી :
ખુલહારમાં શ્રી કાલીદાસ વેલજીના ભાગમાં ભળ્યા પરંતુ સંવત ૧૯૬૭માં તે દુકાન વીટી લીધી અને લગ્ન માટે સ્વદેશ આવ્યા.
'
લગ્ન :
સંવત ૧૯૬૭માં તેમનાં લગ્ન ખાજીના ગામ ગુદા મુકામે ખૂબ જ પ્રતિષ્ઠિત કુટુંબ મહેતા સુંદરજી પ્રેમજીના જ્યેષ્ઠ પુત્ર ભાવાન સુંદરજીનાં સુપુત્રી મણીબેન
સાથે થયાં.