________________
પૂજ્ય શ્રી ૫ ડિતરત્ન આચાર્યદેવ શ્રી ભાતૃચંદજી મહારાજના સુશિષ્ય પૂ ચતુર- લાલજી તપસ્વીજી મહારાજશ્રીના સથાર પ્રસ ગે જૈનેતર ભાઈઓને પણ જૈન ધર્મની ફિલસુફી સરળતા અને શ્રધ્ધાથી સમજાવતા શ્રી રતિભાઈને જેઓએ સાભળ્યા છે તેઓને તે આશ્ચર્ય થયા વિના નહી રહે કે-મુબઈ જેવા શહેરમાં બેરિસ્ટર અને વિદેશી ભણતર વચ્ચે ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરેલ વ્યક્તિ આવી સુજ કેવી રીતે કેળવી શક્યા હશે? પર તુ શ્રી રતિભાઈની આ વિશિષ્ટતા હતી. તેમણે ઉચ માનવતા વાદમાં જ પોતાનું ગૌરવ જોયું તેમણે તે પ્રસંગે આપેલી સેવાઓ વિશેષ ધ્યાન માગી લે છે.
ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરવા છતાં વિનમ્રતા અને વિનય તેમણે જીવનમાં વણી લીધા હતા તેમના સન્માનમાં વેજાએલ એક સભામાં તેમણે કહેલ ઉદગારો તેમના આદર્શો અને સિધ્ધાતનો પરિચય આપી જાય છે -
“ સત્તા અને વૈભવની પ્રભુતા તે ક્ષણિક પ્રસગો છે. તેમાં રાચીને ખુશી થવાનું નથી આવા પ્રસંગે જીવનમાં મળે તેમાં ડૂબી ન જતા તેમાથી માનવતાનો પાઠ કાઢી પિતાની જાતને યથાર્થ કરવી જોઈએ આવી હતી તેમની જીવન દૃષ્ટિ. તેમનું જીવન આ વિચારને અનુરૂપ હતુ સમગ્ર રીતે જોતા તેઓએ એક સાચા માનવી તરીકે જીવી જાણ્ય અને યથાર્થ રીતે તેમણે જીવન સફળ કર્યું.
શ્રી લીલાવતી બહેને તેમની છેવટની માદગી જાણ્યા છતા હિમત રાખી સતત સેવા કરીને ભારતીય આદર્શ નારિત્વનું વ્યકિતત્વ દીપાવ્યું છે.
આવી પ્રતિભા સંપન્ન અને ર્તવ્યનિષ્ઠ વ્યકિતનું મૃત્યુ એ ખરેખર મૃત્યુ હતુ નથી પણ મૃત્યુજ નામશેષ થઈ જાય છે