SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ગગ ધ્યાન હિત શિક્ષા દુનિયામાં કોઈ કોઈનું ક્યારેય થયું નથી ? તો આટલી બધી મમતા - આસક્તિ શા માટે કરવી ? રાગ કરી કરીને આપણે તો દુ:ખી થવાનું આવે છે. મારું મારું કરીને જ આપણે મરી ગયા. માટે હે જીવ! જિંદગીમાંથી કામરાગ-સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ કાઢ. અત્યારે મિથ્યામતનું પ્રવર્તન એટલે જિનાજ્ઞાથી વિરુદ્ધ પોતાને સાચુ લાગે તે પ્રમાણે ચર્ચાઓ કરી એમાં અડગ રહી આત્માનું અહિત કરે છે. માટે તમારા વ્યક્તિગત વિચારો છોડો- શાસ્ત્ર જે કહે છે તે જ બોલો. આજે ઘણા કહે છે દેવદ્રવ્યની આટલી મોટી રકમો છે તો ગરીબ લોકોને સુવિધા આપો. આવી આપણા મતની વાતો કરવી નહીં અનુકુળતાનો રાગ એ સરવાળે કામરાગ છે માટે અનુકૂળતા જ જોઈએ, પ્રતિકુળતા ન જ જોઈએ આવો ભાવ ન રાખતા છેવટે જે હોય તે ચાલશે આવી મનોવૃત્તિ કેળવવી જોઈએ. ગૌતમસ્વામી જેવા ગણધરને મહાવીરસ્વામી પ્રત્યે પ્રશસ્ત સ્નેહ હતો ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું તો આપણા જેવાના અપ્રશસ્ત સ્નેહ રાગ કરી કરીને આપણું શું થશે ? એ વિચારવા જેવું છે.
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy