SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Di//IN/ જૈનશાસનનું ધ્યાન એવું નથી કે તેનાં માટે પદ્માસન, યોગાસન જેવાં આસનો કરવાં પડે. આ ધ્યાન એવું પણ નથી કે જેનાં માટે પહાડની ગુફામાં જંગલમાં કે નદીઓનાં કિનારે જવું પડે. આ ધ્યાન એવું નથી કે માત્ર સવારે કે સાંજે જ થઈ શકે, માત્ર સ્ત્રીઓ કે પુરુષો જ કરી શકે? આ ધ્યાન કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈપણ આસન મુદ્રામાં કરી શકે તેવું છે. માત્ર મન પર ચોકી રાખવાની છે, કે ૨૪ કલાક મારા મનમાં શું ચાલે છે? ૬૩ દુર્થાન પૈકીનું કયુ દુર્થાન ચાલે છે. આ ૬૩ દુર્થાન ન હોય એટલે સાચુ ધર્મધ્યાન આવે જ -મૈત્રીભાવ અને પ્રેમ આવે જ અને આ ધ્યાનથી સાચો આનંદ આવે. વિજ્ઞાન, ધર્મને અનુસરે તો સોનાનો સુરજ ઉગે. આ દુર્ગાનથી બચવાં જગતનાં જેટલાં પદાર્થો ઉપાદેય લાગે છે, તેનું માત્ર જ્ઞાન નહિ પણ વિજ્ઞાન કરો, એટલે કે બધું જ જૂઓ. માત્ર એક બે પાસા નહીં પણ બધાં જ પાસાનો સમજવાનો પ્રયત્ન કરો. એટલે અનર્થ કારિકા સમજાશે. દા.ત. ટી.વી. એટલે એનાથી છૂટવાનો પ્રયત્ન થશે. દુર્થાન ટળશે. પુરુષાર્થ કરશો તો દૂર ભાગવાનું પણ મન થશે. જ્ઞાનીઓ એટલે જ કહે છે કે ભવ-સ્વરૂપનાં વિજ્ઞાનથી સંસાર પરષ પેદા કરો. 82 UપITUTTITIVE ALL
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy