SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Cી, હા છે. આ માટે ધ્યાનનાં વિભાગો સમજવા પડે, આ વિભાગો સમજવાં નીચેના ચાર ધ્યાન પહેલાં સમજવા જરૂરી છે. ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન આ બંને દુ-ધ્ધન કહેવાય, અપ્રશસ્ત ધ્યાન કહેવાય અને તેદુર્ગતિ અને સંસારનાં કારણો છે. જયારે ૩. ધર્મ-ધ્યાન, ૪. શુક્લ-ધ્યાન તે સંદૂ-ધ્યાન કહેવાય પ્રશસ્ત ધ્યાન કહેવાય – અને તે મુક્તિનું કારણ કહેવાય. દરેક ધ્યાન સાથે ૪ મુદ્દા વિચારવાનાં છે. ૧.ચિંતા – ચિંતન કરવું તેને ચિંતા કહેવાય. ૨. ભાવના - અહીંયા ચિંતન વારંવાર કરતાં તે ચિંતનથી ભાવિત થવું, તેવી ચિત્ત સ્થિતિને ભાવના કહેવાય. ૩. ધ્યાન - ભાવના કરતાં – કરતાં ચિત્તની એકાગ્ર સ્થિતિ આવે તેને ધ્યાન કહેવાય. ૪. અનુપ્રેક્ષા એટલે ધ્યાન પછી તે સ્થિતિને પાછળથી માણી શકાય તે અનુપ્રેક્ષા. ધ્યાનની પૂર્ણાહુતિ બાદ એની પશ્ચાદ અવસ્થા એ અનુપ્રેક્ષા કહેવાય છે. ભૂકંપ આવ્યા બાદ જેમ આફ્ટરશોક આવે છે તેની જેમ ધ્યાનનો ઉત્તમોત્તમ આસ્વાદ આવતો હોય છે. - આર્તધ્યાન-રૌદ્ર ધ્યાનને અટકાવવું હોય તો પહેલાં ચિંતનથી અટકવું પડે. નબળો વિચાર જે મિનિટે આવે તે જ મિનિટે તેને કાઢવાનો પ્રયત્ન કરવો પડે તેને ટકવા ન દેવાય – નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે શત્રુને ઉગતો જ ડામવો. નબળા વિચારો જેને વાગોળવાં ગમે છે, તેને આર્ત-રૌદ્ર ધ્યાન આવે જ. મનને સ્થિર રાખવું અને મનને શુદ્ધ - કરવું એ મોટામાં મોટી સાધના છે. - ગૌતમ-મહાવીર-બુદ્ધ વગેરેની જેમ.
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy