SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. માનવી મનને જીતી લે અને પોતાની કામનાઓને વશમાં રાખે તો જગતમાં ક્યાંય વિનાશ નથી. મહાભારત પણ આ જ કારણે થયું હતું. માણસના મનમાં દ્વેષ અને અભિમાનની લહેર જાગે છે. અને મહાભારતો શરૂ થાય છે. આ બધાં જ ધ્યાનો મુખ્યત્વે ચિત્તવૃત્તિ (મન) સાથે સંકળાયેલાં છે. માટે સૌથી પ્રથમ મન ઉપર ચોકી મૂકવી અત્યંત જરૂરી છે. આપણને મનને ઠેકાણે રાખતા આવડતું નથી. આપણને સંપત્તિ સુરક્ષિત રાખતા આવડે છે, ચંપલ ઠેકાણે રાખતા આવડે છે, કપડા ક્યાં ઠેકાણે મૂકવા એની પણ આપણને સમજ છે, મકાન ક્યાં લેવું, એની પણ આપણામાં અક્કલ છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે મનને ઠેકાણે કેમ રાખવું. એ જ મને ખબર નથી. મનરૂપી અશ્વને કાબૂમાં લઇએ તો આત્મસુખ પ્રાપ્ત થાય. ભગવદ્ગીતામાં પણ લખ્યું છે કે મનને કાબૂમાં રાખે તે દેવોનો પણ દેવ છે. આકાશ અને પાતાળમાં ભ્રમણ કરનારું આ મનને અંકુશમાં રાખવું ખૂબ જરૂરી છે. અને એટલે જ દેરાસરમાં દાખલ થતાં જ નિશિહિ બોલવાનું કીધું. નિસિપિ તમારા મનને યાદ કરાવે છે કે, અહીંયા દેરાસરમાં મનને ભટકવા દેવાનું નથી. જ્ઞાનીઓએ દરેક ધર્મક્રિયામાં આવું ધ્યાન રાખેલ છે. જેમકે મુહપત્તિના પડિલેહણમાં પણ જ્ઞાનીઓએ ૫૦ બોલ કીધા. જેથી આપણું મન ધર્મ-ધ્યાનમાંથી બીજે ન જાય. | મન મોબાઇલના મેસેજ જેવું કામ કરે છે. જો આપણે ખરાબ વિચારો મનમાં કરતા હોઇએ તો ફેલાવો પણ ખરાબ વિચારોનો જ કરવાના. એટલે આ મોબાઈલ (મનને) સ્વીચ ઓફ કરવા જેવો છે. મુનિશ્રી સમયસુંદર “ધોબીડા તું ધોજે મનનું ધોતીયું” આ
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy