SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવતા. આમ સ્વ-પર શ્રેયનું શુભ કાર્ય તેમના દ્વારા થતું રહ્યું પ્રસ્તુત પુસ્તક “મનને શાંત રાખો” લેખન તેમની આરાધનાની ફળશ્રુતિ છે. વિવિધ શાસ્ત્રોના આધારે તેમણે કષાયોનું અપધ્યાન કેવું હાનિકર્તા છે. તેનું આલેખન ભાવવાહી કર્યું છે. તે વાચકવર્ગને સ્પર્શે તો લાભદાયી છે. - અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીએ સત્તરમાં શ્રી કુંથુનાથજી જિન સ્તવનમાં મનની અવળચંડાઇને પડકારી છે. અને છેવટે કહ્યું કે “મન સાધ્યું તેને સઘળું સાધ્યું એકહી વાત છે મોટી. મહાત્માઓને પણ દુરાધ્ય એવા મનના કષાયો દ્વારા માનવ કેવો પીડાય છે તેનું પ્રસ્તુત પુસ્તકમાં લેખકે સચોટ માર્ગદર્શન કરાવ્યું છે. વાચકવર્ગને એનો અભ્યાસ લાભદાયી છે. માટે આ લેખનને આવકારજો-હૃદયસ્થ કરજો. લેખક જણાવે છે કે, મન પર નિયંત્રણ રાખવા માટે ધ્યાન એક અદ્ભુત આલંબન છે. તે ધ્યાન એટલે પરિપૂર્ણ જાગૃતિ. અંદરનો એક પણ ભાવ, વિચાર કે શરીરની ક્રિયા બેહોશીમાં ન થવી જોઈએ. જે કંઈ થાય તેની સામે સજાગ રહીને પસંદગી રહિત જોયા કરવું તેનું નામ ધ્યાન છે. વર્તમાનમાં વૈજ્ઞાનિકયુગની ભૌતિકતા પાછળ દોડનારા પ્રાયે અશાંતિનો અનુભવ કરે છે. આધુનિક સગવડો પરિણામે માનવને 15
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy