SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તંદૂલિયા મલ્યનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. આ મત્સ્ય રૌદ્ર ધ્યાનનાં પરિણામે સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. વિણ ખાધે, વિણ ભોગવે, માત્ર બે ઘડી જેટલું અહીંનું જીવન પુરું કરીને ૭ મી નરકે ચાલ્યો જાય. ઈર્ષ્યા પણ દ્વેષ ધ્યાનનો જ પ્રકાર છે. ઘણાં ગરીબો શ્રીમંતના બંગલા પાસેથી નીકળતાં હોય એમનાં બંગલા તથા ભોગ વિલાસ જુએ એટલે મનમાં અને મનમાં બળ્યાં કરે પાછો વિચારે છે કે લોકોના લોહી ચૂસી ચૂસીને આ બંગલા બનાવ્યાં છે. મારું ચાલે તો આ ગાડી વાડી બધું જ ભસ્મીભૂત કરી નાખું, કરી શકે કાંઈ નહિ, પણ મનમાં આવા દ્વેષ અને હિંસાના વિચારો કર્યા કરે ? આ કયુ ધ્યાન ? દ્વેષધ્યાન, હિંસા ધ્યાન અને રૌદ્રધ્યાન. ઘણાં શ્રીમંત લોકો પણ ટી.વી. માં સમાચાર જોતાં જોતાં ઉદ્ગારો કાઢે છે કે જો હું પ્રમુખ/વડાપ્રધાન હોવું તો આ આતંકવાદીઓને એક જ દિવસમાં પતાવી દઉં. પાછો કહે કે ઉમાશંકર જોષી પણ કહી 109
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy