SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સીસાના રસ પાય છે. તથા પોતાના પૂર્વકર્મને સંભારી તે નારકીઓ અનેક દુઃખના ઉપાય રચી એકબીજાને દુઃખી કરે છે. પલા નિશદિન દુઃખો ભોગવે, ખરી કેમે છંટે ન માય રે, ખરી. સાગર સમ આયુષ્ય ત્યાં, ખરી. દુઃખે મરણ ન થાય રે. ખરી અર્થ :- નારકીઓ રાત-દિવસ દુઃખો ભોગવે છે. તેઓ કોઈ રીતે દુઃખમાંથી છૂટી શકતા નથી. શાકની જેમ ખંડ-ખંડ કરેલ શરીર પણ પાછું પારાની જેમ જોડાઈ જાય છે. તેમના આયુષ્ય સાગરોપમ જેવા લાંબા હોય છે. તેઓ દુઃખના માર્યા આયુષ્ય પહેલા મરવા ઇચ્છે તો પણ કરી શકતા નથી. /પરા દૂર રહો એ દુઃખ તો, ખરી જનાવરો દેખાય રે, ખરી. જળચર જીવો ત્રાસમાં - ખરી જીવે, બીજા ખાય રે. ખરી અર્થ - એ નારકીઓના દુઃખની વાત દૂર રહો, પણ આ જનાવરોના દુઃખ તો પ્રત્યક્ષ દેખાય છે. જેમકે જળચર, સ્થળચર કે આકાશમાં ઊડતા પક્ષીઓ બઘા ભયના માર્યા ત્રાસમાં જીવે છે. પૂર્વકર્મના પાપના ઉદયે એક બીજાને ખાઈ જાય છે. પિયા બગલાં ગળતાં માછલાં, ખરી. માછીથી પકડાય રે, ખરી. કાપે, રાંઘે, નિર્દયી, ખરીશેકી, તળીને ખાય રે. ખરી અર્થ - કેટલાક માછલાઓને બગલાં ગળી જાય છે. કેટલાકને માછીમારો પકડે છે. નિર્દયી લોકો તેને કાપી, રાંઘી, શેકી કે તળીને ખાય છે. પા. ચરબી અર્થે મારતા, ખરી. ચામડી અર્થે કોય રે; ખરી. રમત નિમિત્તે મારતા - ખરી. જે જન નિર્દય હોય રે. ખરી અર્થ :- કોઈ ચરબીને માટે મારે છે. નિર્બળ હરણોને બળવાન સિંહ વગેરે પ્રાણીઓ માંસની ઇચ્છાથી મારી નાખે છે. કોઈ તેની સુંવાળી ચામડી મેળવવા માટે મારે છે. કોઈ શિકાર કરવામાં આસક્ત મનુષ્યો રમત નિમિત્તે તે નિરપરાથી પ્રાણીઓનો વઘ કરે છે. આ બધા નિર્દયી પાપી જીવોના કામ છે. નિર્દય જીવો મરીને આવા નરકમાં જાય છે. પપા બળદ વગેરે પ્રાણીઓ - ખરી. સહે તરસ, ભેખ, ભાર રે; ખરી. ટાઢ, તાપ ને મારનાં - ખરી. અસહ્ય દુઃખ, વિચાર રે. ખરી અર્થ :- બળદ વગેરે પ્રાણીઓ તરસ, ભૂખ અને અતિભારના દુઃખો સહન કરે છે. વળી ટાઢ, તાપ, ચાબુક, અંકુશ, પરોણાના માર વગેરે ખમવાથી અસહ્ય દુઃખો ભોગવે છે. તે વિચાર કરવા જેવું છે. એમ પશુયોનિમાં પણ કેટલાં બધા દુઃખો રહેલાં છે. પા. પક્ષી પણ સુખી નથી, ખરી જાળ વિષે સપડાય રે, ખરી. શર, પથ્થર આદિ વડે, ખરી. હણાય ને રંઘાય રે. ખરી અર્થ:- આકાશમાં ઊડતા પક્ષીઓ તેતર, પોપટ, કબૂતર, ચકલા વગેરે પણ સુખી નથી. તેમને માંસની ઇચ્છાવાળા બાજ, સિંચાણો કે ગીઘ વગેરે પક્ષીઓ પકડીને ખાઈ જાય છે, અથવા શિકારી દ્વારા
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy