SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૮) જિન-ભાવના ૪૪૩ આત્મસ્વરૂપને પામ્યા, તેમ હું પણ આપની પાસે એવી આત્મભાવના ભાવું કે જેથી મારું પણ આ ચારગતિમાં ભટકવાનું અટકી જાય. કારણકે જેવું આપનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે તેવું જ નિશ્ચયનયની અપેક્ષાએ મારા આત્માનું પણ સ્વરૂપ છે. માટે હે નિર્મોહી નાથ! મને સદાય આપના શરણમાં રાખો. જેથી હું પણ આપના બોઘબળે આપની ભક્તિથી અગાઘ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા આ મોહને જીતી સર્વકાળને માટે પરમ આત્મશાંતિને પામું. એવા પ્રકારની અનેક જિન ભાવનાઓ જેમાં ભાવી છે એવા આ પાઠની હવે શરૂઆત કરે છે. (૯૮) જિન-ભાવના (વસંતતિલકા વૃત્ત) શ્રી રાજચંદ્ર-ચરણે કરી વંદના હું, અલ્પજ્ઞ તોય જિન-ભાવ ઉરે ઘરું છું; જો કે કળા ન તરવા તણી જાણી તોયે, નૌકા તણી મદદથી જલધિ તરાયે. ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને, હું અલ્પ બુદ્ધિવાળો હોવા છતાં, જિનેશ્વર ભગવાનની અનેક પ્રકારે ભક્તિભાવના કરવાના ભાવોલ્લાસ હૃદયમાં રાખું છું. જો કે ભવસમુદ્ર તરવાની કળા મેં જાણી નથી તો પણ સત્પરુષરૂપી વહાણના આશ્રયથી ભવરૂપી જલધિ એટલે સમુદ્ર અવશ્ય તરી શકાય છે એમ માનું છું. “તે શ્રીમતુ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત થર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજાં કંઈ સામર્થ્ય નથી એવા અબુઘ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અથીરજથી ખેદ કર્તવ્ય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૪૩ (પૃ.૬૨૬) ચારે ગતિ ભટકતાં બહુ થાક લાગ્યો, પામ્યો અચાનક સુયોગ, વિચાર જાગ્યો - હે! જીવ, શાંત-રસ-પૂર્ણ વિભું ભજી લે, દુઃખો અનંત ઘૂંટશે, હિત આ સજી લે. ૨ અર્થ :- હે પ્રભુ! આ ચારેય ગતિમાં અનાદિથી ભટકતાં મને બહુ થાક લાગ્યો, તેમાં અચાનક મહાભાગ્યોદયે આપ પ્રભુનો સુયોગ પ્રાપ્ત થતાં એવો વિચાર જાગ્યો કે હે! જીવ, હવે તું પરમશાંતરસથી પરિપૂર્ણ એવા વિભુ એટલે પ્રભુને ભજી આત્મપ્રાપ્તિ કરી લે, જેથી ભવિષ્યમાં આવનારા અનંતદુઃખોનો નાશ થઈ તારા આત્માનું કલ્યાણ થાય. હવે જીવનમાં આવેલી આવી તકને સાધ્ય કરી લે; જવા દઈશ નહીં. આર્તિ હરો ત્રિ-જગની જિનનાથ, વંદું; ક્ષિતિ-તલે અમૅલ ભૂષણ, શું પ્રશંસું? સંપૂર્ણતા વરી તમે પરમાત્મ-ભાવે; ઇચ્છું ભવાબ્ધિ-જલ-શોષણ-લાભ આવે. ૩ અર્થ :- આર્તિ એટલે દુઃખ, પીડા. હે જિનનાથ! આપને વંદન કરી પ્રાર્થના કરું છું કે આપ ત્રણેયલોકના જીવોની ત્રિવિઘતાપની પીડાનો નાશ કરો. આ ક્ષિતિત્તલ એટલે પૃથ્વીતલ ઉપર અમૂલ્ય ભૂષણરૂપ એટલે શોભારૂપ એવા આપ પ્રભુની હું શું પ્રશંસા કરું? તમે તો પરમાત્મભાવને પામી આત્મસિદ્ધિની સંપૂર્ણતાને પ્રાપ્ત કરી છે. એવું હું પણ ઇચ્છું છું કે મારું આ ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રનું જળ સુકાઈ જઈ, મને પણ આત્મલાભની પ્રાપ્તિ થાય.
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy