SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૭૯ અર્થ :- દારૂના નશામાં મસ્ત બનેલું એક મોટું ટોળું તે રસ્તા ઉપર આવ્યું. તડકામાં તે ચળકતું રત્ન જોઈ, ભડકીને તે વિચારવા લાગ્યા કે આ તો મણિઘર એટલે સાપના માથા ઉપરનો મણિ છે. કોઈ મસ્તી કરતા ત્યાં જઈને જોઈ કાચનો ટુકડો માનવા લાગ્યા. કોઈ વળી આંખો મીંચી આંધળી રમત કરતા એક બીજાને તાણવા લાગ્યા. રા. કુતૂહલથી કોઈ ઠોકર મારી, બાળક પેઠે ગયા વહી, રમવા ખાતર કરમાં કોઈ લે, પણ કીમતી ગણે નહીં; ત્યાં ને ત્યાં તાઁ સર્વે ચાલ્યા; વાત સમજવા યોગ્ય કહી, મોહ-મદિરાથી જગ ગાંડું, સત્ય-પરીક્ષા થાય નહીં. ૩ અર્થ - કોઈ કુતૂહલથી બાળકની જેમ તે રત્નને ઠોકર મારી ચાલ્યા ગયા. કોઈ તેને રમવા માટે હાથમાં લે છે પણ એ કિમતી રત્ન છે એમ જણાતું નથી. ત્યાં ને ત્યાં રત્નને તજી દઈ સર્વે આગળ ચાલ્યા. આ વાત સમજવા માટે અહીં જણાવી છે, કે મોહરૂપી દારૂના નશામાં આખું જગત ગાંડું બની ગયું છે; તેથી સત્ય શું છે? તેની પરીક્ષા તેમના દ્વારા થતી નથી. હા, સર્વસ્વાર્પણ ભક્તિ-માર્ગે ત્યાગ નાગ સમ જાણીને, દૂર દૂર ભક્તિથી ભાગે કોઈ કોઈ ડર આણીને વિષય-કષાયે ૨ક્ત જનો ના ભક્તિ ભણી જર નજર કરે, ભોળા જનનું કામ ગણી કો સમજણનું અભિમાન ઘરે. ૪ અર્થ - ભક્તિમાર્ગને ગ્રહણ કરતાં દેહ કુટુંબાદિમાં મારાપણું મૂકી ઈશ્વરને સર્વસ્વ અર્પણ કરવું પડશે. એવા ત્યાગને નાગ સમાન માની તેથી ડરીને કોઈ કોઈ તો એ ભક્તિથી દૂર દૂર ભાગ્યા અને વિષય-કષાયમાં લયલીન બનેલા લોકો પ્રભુ ભક્તિ ભણી જરા પણ નજર કરતા નથી. કોઈ વળી પોતાની સમજણનું અભિમાન ઘરનારા એમ કહે છે કે ભક્તિ કરવી એ તો ભોળા જનનું કામ છે. જેને બીજું કંઈ આવડે નહીં તે ભક્તિ કર્યા કરે. ૪ ઘન-ઘંઘામાં મગ્ન જનો બહુ, બીજાને પણ ઉપદેશે, વગર કમાયે દુઃખી થાશો, માન ઘનિકને સૌ દેશે. યુવાનીમાં ઉદ્યોગ ઘટે છે; છે ભક્તિ ઘરડાં માટે કુળયોગે કો ભજનારાને આવા વાળે કુવાટે. ૫ અર્થ - જે લોકો ઘન કમાવવા અર્થે ઘંઘામાં મશગૂલ છે તે બીજાને પણ તેવો ઉપદેશ આપે છે કે વગર કમાયે દુઃખી થશો. ઘન હશે તો સૌ માન આપશે. આ યુવાનીમાં ઉદ્યોગ કરવો યોગ્ય છે. ભક્તિ તો ઘરડાઓ માટે છે. કોઈ પોતાના કુળ પ્રમાણે ભગવાનને ભજી સદાચાર સેવી પુણ્ય ઉપાર્જન કરતો હોય તેને પણ આવી પરિગ્રહ એકઠો કરવાની કુવાટે વાળી દે છે. //પાનું દેખાદેખી ભક્તિ કરતા, ઘંઘે વળગી ભેલી જતા, કાળ ગાળવા કીર્તન કરતા, કોઈ રહસ્ય ન ઉર ઘરતા; ગાનતાન, મિષ્ટાન્ન મળે છે, એમ ગણી ટોળે મળતા, પણ આત્માની ઉન્નતિ કાજે ભક્ત-મંડળે ના ભળતા. ૬
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy