SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પણ સમજ ના, હવે કરું શું? શાને માનું સાચું હું? આપ કૃપાળું, બોઘ-દાનથી સમજાવો એ યાચું છું. ૧૮ ફરી જિજ્ઞાસુ શ્રી ગુરુને પ્રશ્ન કરે છે : અર્થ – હે પ્રભુ! ઘર, ઘંઘા, ઘન અને સ્વજન આદિને મારા ગણી, તેમના પ્રત્યે માયામોહ ઘરીને આ જગતમાં હું ફર્યા કરું છું. પણ મરણ થયે આમાનું કોઈ મારી સાથે આવશે નહીં, અને હું તો તેમના નિમિત્તે નિરંતર કર્મબંઘ કર્યા કરું છું. પણ હવે મારે શું કરવું જોઈએ? તે મને સમજાતું નથી. મારે શાને સાચું માનવું જોઈએ? તે આપ કૃપાળુ, મને બોઘનું દાન દઈ સમજાવો; એ જ મારી આપના પ્રત્યે યાચના છે. ૧૮ાા ત્રિવિઘ તાપ ટાળી, શીતળતા દેતી વાણી ગુરુ વદતા - “ઘણા જીવો સંસાર તજીને ઘોર વનોમાં જઈ વસતા, ફળ-ફૈલ ખાતા, તપ બહુ તપતા, ખેડેલી બૅમિના સ્પર્શે, જ્ઞાન વિના વનમાં વનચર સમ, વિકાર મનને આકર્ષે. ૧૯ અર્થ :- આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિઘ તાપને ટાળી શીતળતા આપે એવી વાણી શ્રી ગુરુ હવે પ્રકાશવા લાગ્યા :- ઘણા જીવો સંસાર તજી ઘોર વનમાં જઈ વાસ કરે, ત્યાં ફળ-ફુલ ખાય, બહુ તપ તપે, ખેડેલી જમીનનો સ્પર્શ કરે નહીં; પણ આત્મજ્ઞાન વિના તે વનમાં વનચર પ્રાણીઓ જેવા છે. ત્યાં રહ્યા પણ જ્ઞાન વિના મનના વિકારો જતા નથી. નિમિત્ત મળવાથી ફરી તે વિકારો તેને આકર્ષે છે. ૧૯ સમજ વિના સંતોષ રહે નહિ, જ્ઞાન નહીં વૈરાગ્ય વિના, ત્યાગ ટકે વૈરાગ્ય વિના ના; વિચાર કરવા યોગ્ય બીના. જ્ઞાન પૂર્ણ ત્યાં મહાત્યાગ છે, ત્યાગ સમજવા યોગ્ય ગણો, પરભાવે તન્મયતા-ગ્રંથિ ત્યાગે ત્યાગ યથાર્થ ભણ્યો. ૨૦ અર્થ - સમ્યકજ્ઞાન વિના સાચો સંતોષભાવ આવે નહીં. અને વૈરાગ્ય એટલે અંતરથી અનાસક્તભાવ થયા વિના સમ્યકજ્ઞાન થાય નહીં. તથા વૈરાગ્યભાવ વિના સાચો ત્યાગ ટકે નહીં. એ વિચાર કરવા યોગ્ય બીના એટલે હકીકત છે. “ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી; અંતર ઊંડી ઇચ્છા ઘણી, તે કેમ કરીને તજાય જી.” -ત્યાગ ના જ્યાં જ્ઞાન પૂર્ણ એટલે કેવળજ્ઞાન છે ત્યાં મહાત્યાગ છે, એ ત્યાગનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. પરવસ્તુમાં આત્માનું તન્મયપણું એટલે તદાકારપણારૂપ ગ્રંથિનો ત્યાગ કરવો તેને શ્રી જિને યથાર્થ ત્યાગ કહ્યો છે. આત્મા સિવાય પરવસ્તુમાં તણાય નહીં, એ અંતર્યાગ થાય ત્યારે બીજામાં લેવાય નહીં! “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.” (વ.પૃ.૪૫૨) ૨૦ણા. બાહ્ય પદાર્થો તજવા અર્થે અંતત્યાગ ન આમ કહ્યો; અંતર્યાગ થવાને અર્થે બાહ્યત્યાગ ઉપકાર લહ્યો.
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy