SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ ૫ ૭ ૧ કોણ અરે! હું?” તે ના જાણું, જે જે જાણું તે જાદુ, દિગ્મઢતાનો દોષ મહા આ, હું અજ્ઞાન-વને કૂદું; દૂર કરી દુષ્કાળ તણો ભય, ઘન ગર્જે નભમાં જેવો, સદ્ગુરુ-બોઘ શ્રવણપથ આવે, સૌ સંશય-હરતો એવો; ૨ અર્થ - જ્યારે મને શંકા થઈ કે અરે!હું કોણ છું? તે તો જાણતો નથી. અને જે જે જાણું છું તે બધું પુદગલનું જ્ઞાન છે. તે બધું જ છે. તે મારી જાતને ઓળખવામાં મદદરૂપ થાય એવું લાગતું નથી. હું તો દિશામૂઢ થયો છું. આ મહાદોષને લીધે હું હમેશાં પોતાને જાણ્યા વગર અજ્ઞાનરૂપી વનમાં જ કુદકા મારું છું. જેમ દુષ્કાળનો ભય દૂર કરવા આકાશમાં ઘન એટલે વાદળા ગર્જે છે તેમ મારી સર્વ શંકાઓને દૂર કરે એવો સદ્ગુરુનો બોઘ શ્રવણપથ એટલે સાંભળવાના માર્ગ થકી આવી અને સ્વરૂપનું ભાન કરાવા લાગ્યો. રા. “દેહ-દેવળ દેવ અરે! તું, મોહ-મદિરાથી ઘેલો, કાયા-માયા પરસ્ત્રી-પ્રીતિ, તોડી આવ અહીં વ્હેલો; શરીર-ગર્તમાં આળોટે તું, ભૂલી ભાન નિજ મંદિરનું, જ્ઞાન-મંદિર અહો! આપણું, આવ બતાવું અંદરનું. ૩ અર્થ :- સદ્ગુરુ ભગવંત કહેવા લાગ્યા : અરે! આ દેહરૂપી દેવળમાં આત્મારૂપી દેવ રહેલો છે અને તું મોહરૂપી દારૂના નશાથી ઘેલો બની ગયો છું. હવે આ કાયાની મોહમાયારૂપ પરસ્ત્રીની પ્રીતિ તોડીને શીધ્ર અહીં આવ. તું આ શરીરરૂપી ગર્ત એટલે ખાડામાં પોતાના ઘરનું ભાન ભૂલીને આળોટે છે. અહો! આપણું ઘર તો જ્ઞાન મંદિર છે. તે અંદર આત્મામાં રહેલું છે. તે અહીં આવ તને બતાવું. ૩ાા કષાય-કીચડ વિષય-ગટર-જળ, ગંથાતું તર્જી ઊઠ જરી, બોઘતીર્થમાં સ્નાન કરી ઝટ નિર્મળ થા, ઉત્સાહ ઘરી; નિંદ્યકર્મ-મચ્છર કરડે આ, જન્મમરણરૃપ રોગ કરે; ત્વરા કરી જો જાગી ઊઠે, સર્વ દુઃખ-બીજ બોઘ હરે. ૪ અર્થ:- આ કષાયરૂપી કીચડ અને વિષયરૂપી ગટરનું ગંધાતું જળ તજીને જરા ઊભો થા. ઉત્સાહ ઘરી સપુરુષના બોઘરૂપી તીર્થમાં સ્નાન કરીને હવે ઝટ નિર્મળ થા. વિષયોમાં પ્રવૃત્તિ તે નિંદ્યકર્મરૂપ મચ્છર કરડવા બરાબર છે. અને તેના ફળમાં જન્મમરણરૂપ રોગ ઊભા થાય છે. માટે હવે જો તું ત્વરા કરીને એટલે જલ્દીથી જાગી ઊઠે તો સર્વ દુઃખના બીજરૂપ આ વિષયકષાયને પુરુષનો બોઘ અવશ્ય બાળી નાખશે. જો શુદ્ધ, બુદ્ધ ચૈતન્યસ્વરૅપ તું સુખ-સાગર જો સમજે તો; વેષ ભિખારીનો લે રાજા, પણ ભિક્ષુક નથી એ તો; તેમ વસે તું ભવ-નાટકમાં, પુદ્ગલ ભીખ સદા માગે, વેષ તજી નિજ પદ સંભાળે તો તૃણ સમ સૌ જગ લાગે. ૫ અર્થ - તું ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયંજ્યોતિ સુખધામ” છો. એવા તારામાં જ રહેલા સુખસાગરને જો તું સમજે તો. જેમ કોઈ રાજા ભિખારીનો વેષ લે પણ તે ખરેખર ભિખારી નથી; તેમ તું પણ સંસારરૂપી
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy