SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૫ ગુપ્તતાને ઢાંકે છે. નગ્નપણું શોભાસ્પદ નથી, તે ગમતું નથી. માટે રાય-રંક એટલે રાજા અને ગરીબ સર્વ લોકોએ તે નગ્નતાની અશોભાને ઢાંકવા તથા કૃત્રિમ શોભા બતાવવા માટે આભૂષણોનો ઉપયોગ કરી કળા કરેલ છે. I/૫૦ના શરીર ખરેખર! મળ-મૂત્રાદિક મલિન માલનો બોજો, હાડ-માંસના માળા ઉપર, નાડી-વેલ ચઢ, જોજો રે. પ્રભુજી અર્થ :- આ શરીર ખરેખર જોતાં મળ-મૂત્રાદિક મલિન માલનો જ બોજો છે. તેને આ જીવ ઉપાડીને ફરે છે. આ શરીર હાડ-માંસનો માળો છે. તેના ઉપર નાડીઓરૂપી વેલો ચઢેલી છે. આપના શી વિપરીતતા! યુગલ-પુંજે, મમતા શાની માનું? પરથી શોભે શરીર તો પર, માનું મારું શાનું રે? પ્રભુજી અર્થ:- અહો! કેવી વિપરીતતા! આ પુદ્ગલના પુંજથી બનેલ શરીરમાં હું શાની મમતા કરું છું? આ શરીર પર વસ્તુથી શોભે છે માટે તે પરનું છે. એને હું મારું કેવી રીતે માનું? પરા વિચિત્રતા શી! મમતા માની, વૃથા વેઠતો દુઃખો; શરીર તજી આત્મા ઉડી જાશે, સ્વપસમાં સૌ સુખો રે. પ્રભુજી અર્થ – અહો કેવી વિચિત્રતા, કેવી ભ્રમણા, કેવી ભૂલ કે આ શરીરને મારું માની હું તેના નિમિત્તે વૃથા અનેક પ્રકારના દુઃખો વેઠું છું. કેમકે મારો આત્મા જ્યારે આ શરીરને અહીં જ મૂકી પરલોકે જશે, ત્યારે આ દેહવડે મેળવેલા સર્વ ભૌતિક સુખો તો સ્વપ્ન જેવા થઈ જશે. //પ૩. અંતે શબ બની પડી રહે આ, શંકા એમાં શાની? અત્યારે પણ એ ના જાણે; શબમાં મમતા માની રે. પ્રભુજી અર્થ – અંતે આ કાયા મડદુ બની અહી જ પડી રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે પણ આ કાયા કંઈ જાણતી નથી. છતાં મડદા જેવી આ કાયાને જીવે પોતાની માની છે. પ૪. પૂર્વે હર્તા નહિ કાયા મારી, ભાવિમાં ન થવાની, વર્તમાનમાં મારી માની, પણ તે જહૅર જવાની રે. પ્રભુજી અર્થ :- પૂર્વ જન્મમાં આ કાયા મારી નહોતી. ભવિષ્યમાં પણ આયુષ્ય પૂરું થયે આ મારી થવાની નથી. વર્તમાનમાં મેં એને મારી માની છે, પણ તે જરૂર જવાની છે અર્થાત્ એક દિવસે મરણ આવ્યું આ કાયાનો અવશ્ય વિયોગ થશે. પપા થઈના, છે નહિ, થશે નહીં મુજ, મૂર્ણપણે મુજ માનું, કાયા-માયા કરી પરી આ, માનું જે ન જવાનું રે. પ્રભુજી અર્થ:- આ કાયા મારી થઈ નહીં, છે નહીં અને થશે પણ નહીં; છતાં મૂર્ખની જેમ તેને મારી માનું છું, માટે હવે આ કાયાની મોહમાયાને પરી એટલે દૂર કરીને જે કદી મારાથી દૂર જાય નહીં એવા આત્માને જ મારો માનું. પા. મારી કદીયે થતી નથી તો, ઉચિત ન એના થાવું, “મારી મારી કરી મરું પણ, અંતે તર્જીને જાવું રે. પ્રભુજી
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy