SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જ્ઞાન-રવિ ત્યાં રે પૂર્ણ પ્રકાશિયો, ઉત્સવ કરતા દેવ, આવ્યા ભાઈ રે ભરતચક્રી તહીં, કરે ઉત્સાહે સેવ. જાગો. અર્થ – ઉપર પ્રમાણે ભાવ થતાં કેવળજ્ઞાનરૂપી સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ પ્રગટ થયો. દેવો ઉત્સવ કરવા લાગ્યા. ભરત ચક્રવર્તી પણ ત્યાં આવી ઉત્સાહપૂર્વક તેમની સેવા કરવા લાગ્યા. //૭૦ગા. ઋષભ-સભામાં રે પછી સહજે જતા, સર્વે કેવળ સાથ; અતિ આનંદે રે પ્રભુને હવે સ્તવે ભરતેશ્વર ભૂપ-નાથ - જાગો. અર્થ - પછી શ્રી બાહુબલિ ઋષભપ્રભુની સભામાં એટલે સમવસરણમાં જઈ સર્વે કેવળીભગવંત સાથે વિરાજમાન થયા. હવે સર્વ રાજાઓના નાથ એવા ભરતેશ્વર ચક્રવર્તી શ્રી બાહુબલિને કેવળજ્ઞાન થવાથી અતિ આનંદ પામ્યા, પણ પોતાની સ્વદયા આવવાથી વૈરાગ્યપૂર્ણ વાણીએ શ્રી ઋષભ પ્રભુને વિનયપૂર્વક કહેવા લાગ્યા. I૭૧ “આ સંસારે હું હજીં ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન, ક્યારે ક્યારે રે હે! પ્રભુ, આપશો આ બાળકને ય ભાન? જાગો અર્થ :- હે પ્રભુ! સર્વે ભાઈઓ કેવળજ્ઞાન પામ્યા અને હું હજી આ સંસારમાં જ ડૂબી રહેલો છું. કેવળજ્ઞાનને પામ્યો નથી. માટે હે પ્રભુ! આ બાળકને પણ ભાન ક્યારે આપશો? ||૭રો. ભાર ઉતારો ગહન ભવ-ચક્રનો, ગમતા નથી આ ભાગ, તારો તારો વિભાવ-પ્રવાહથી, ઘો નિત્ય-શુદ્ધ-ઉપયોગ. જાગો અર્થ - આ ગહન સંસારરૂપી ચક્રમાં સદા ભટકવાનો ભાર હે પ્રભુ! હવે ઉતારો. આ ભોગો મને ગમતા નથી. આ વિભાવ ભાવોના પ્રવાહથી મને તારો તારો. હવે મને સદા આત્માનો શુદ્ધ ઉપયોગ આપો. એ વિના કાંઈ જોઈતું નથી. II૭૩ણા. એક અટૂલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંઘા સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય આ, દ્યો હવે કેવળજ્ઞાન.” જાગો. અર્થ – એક અટૂલો એટલે ઉત્તમ પુરુષના સંગ વિના દુઃખી આંધળા માણસની જેમ હું આ રાજ્યમાં રડવડું છું. આપે મને ભૌતિક રાજ્ય આપ્યું, પણ હવે કેવળજ્ઞાન આપો એમ ઇચ્છું છું. II૭૪ અશ્રુ સાથે સ્તુતિ કરી બેસતાં, પ્રગટ્ય અવધિજ્ઞાન, તેથી જાણ્યું રે કર્મ હજીં ભોગનાં બાકી અલ્પ પ્રમાણ. જાગો. અર્થ - આંખમાં આંસુ સાથે પ્રભુની સ્તુતિ કરી બેસતાં ભરતેશ્વરને અવધિજ્ઞાન પ્રગટ થયું. તેથી જાયું કે હજી કમ અલ્પ પ્રમાણમાં ભોગવવાના બાકી છે. II૭પા પ્રભુના બોઘે રે વથી જાગૃતિ અતિ, પછ નિજ પુરે જાય, સેવક રાખે રે માત્ર ચેતાવવા, કરી તોરણ રચનાય. જાગો અર્થ :- ઋષભ પ્રભુએ બોધ આપવાથી જાગૃતિ અત્યંત વધી ગઈ. પછી પોતાના નગરમાં ગયા. માત્ર પોતાને ચેતાવવા સેવકો રાખ્યા. તથા જાગૃતિ તાજી રાખવા માટે એવા તોરણોની પણ રચના કરી. અંતરમાં આત્મકલ્યાણની ગરજ હતી તેથી એવા ઉપાયો રચ્યા. I૭૬ાા
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy