SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિર્દોષ છતાં ચોરીનો આરોપ તેના પર મૂકી પોલીસો માર મારે ત્યારે પણ તે ભક્તિ કરે છે. મિષ્ટાન્નની વાત કરવા માત્રથી પેટ ભરાતું નથી. તેમ હે ભાઈ! જો તમે સાચા આત્મિકસુખને ઇચ્છતા હો તો હવે જાગૃત થઈ જાઓ. પુરુષાર્થ કરો. “જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ.” -શ્રીમદ્ રાજચંદ્ર ગરીબ ગૃહસ્થનું દ્રષ્ટાંત :- એક ગરીબ ગૃહસ્થને સ્વપ્ન આવ્યું. તેમાં મીઠાઈઓના થાળ ભરેલા જોયા. જેથી આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. બધા જમવા આવ્યા ત્યારે કહે હું હવે સુઈ જાઉં છું. હમણા સ્વપ્નમાં મીઠાઈઓના થાળો દેખાશે ત્યારે તમને બધાને જમાડી દઈશ. એમ મિષ્ટાન્નની વાત માત્રથી ભૂખ ભાગતી નથી. તેમ આત્માની માત્ર વાતો કર્યો તેનો આસ્વાદ આવતો નથી. ૧૦થી “અહો!આમ આવો, અહો! આમ આવો,” કહે સંત સાચા, “બધા સુખી થાઓ! બઘા જન્મ રે! દેહ કાજે ગુમાવ્યા, દયા કેમ ના જીવની અલ્પ લાવ્યાં? ૧૧ અર્થ :- સાચા સંતો નિષ્કારણ દયાદ્રષ્ટિથી પોકારીને કહે છે કે હે ભવ્યો! તમે અમારા તરફ આવો, અમારા તરફ આવો. અમે જે આત્માનુભવરૂપરસનો આસ્વાદ ચખાવીએ તે ચાખી બઘા સુખી થાઓ. બઘા જન્મો આ રસના આદિ ઇન્દ્રિયોને પોષવા અર્થે કષાયભાવો કરવામાં જ વ્યર્થ ગુમાવ્યા; હવે ખાવા માટે જીવવું નથી પણ જીવવા માટે ખાવું છે. તેથી રસના ઇન્દ્રિયના ક્ષણિક રસાસ્વાદનો ત્યાગ કરી નિત્ય અનુપમ પવિત્ર એવા આત્માનંદમય અનુભવ રસનો આ ભવમાં આસ્વાદ કરો, એ જ આત્માર્થીને શ્રેયસ્કર છે. આખા મનુષ્યજન્મને વિષય ભોગાથે વ્યર્થ ખોતાં તમને પોતાના આત્માની અલ્પ પણ દયા કેમ ન આવી? કે આનું ભવિષ્યમાં શું થશે? અથવા મારો આત્મા કઈ ગતિને પામશે? II૧૧ાા અરે! વ્યર્થ કોલાહલોથી હઠીને, ઘરો ઉરમાં કાળજી આ કથી તે; સુસંતો તણા આશયે ઉર ઘારો, રહેલો સ્વદેહે સ્વ-આત્મા વિચારો. ૧૨ અર્થ :- અરે! આ જગતના વ્યર્થ આરંભપરિગ્રહના કોલાહલોથી દૂર હટી ઉપર કહેલ સત્પરુષ, સત્સંગ, ભક્તિ આદિ કરવાની હૃદયમાં હવે કાળજી રાખો. સંતપુરુષોએ કહેલા આત્માર્થના લક્ષને સુદઢપણે વળગી રહી, આ પોતાના દેહમાં જ રહેલા પરમાત્મા સમાન શુદ્ધ આત્માનો વિચાર કરો. //રા પ્રકાશે બૅમિને શશી શ્વેત તેજે, ન ભૂમિઝુંપે કોઈ કાળે બને તે; સદા ભિન્ન છે વિશ્વથી તેમ પોતે; પ્રકાશે બઘાને, ન તેવો થતો તે. ૧૩ અર્થ :- ચંદ્રમા પોતાના સફેદ તેજમય કિરણોની કાંતિથી આખી ભૂમિને પ્રકાશે છે. તેથી ભૂમિ શ્વેત થઈ જાય છે પણ ચંદ્રમા કોઈ કાળે તે ભૂમિરૂપ બનતો નથી. તેમ આખા વિશ્વથી પોતે સદા ભિન્ન છે, એવો આત્મા તે સમસ્ત વિશ્વને પોતાના જ્ઞાનગુણથી જણાવે છે છતાં કદી તે વિશ્વરૂપ થતો નથી. ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૩૩ (વ.પૃ.૬૨૦) /૧૩માં નભે વિશ્વનો વાસ તોયે અસંગી, બઘાં દ્રવ્યથી ભિન્ન આત્મા અનંગી. અનુત્પન્ન આત્મા મરે કેવી રીતે? સદા આત્મ-સુંખે વસે સિદ્ધ નિત્યે. ૧૪
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy